1 રૂપિયાથી પણ ઓછી કિંમતનાં આ શેરે બદલી નાખી રોકાણકારોની કિસ્મત, 1 લાખ રૂપિયા બની ગયા સીધા જ 65.06 લાખ..! જાણો કેવી રીતે…

રોકાણકારો પોતાનું રોકાણ કરીને સ્વાભાવિક છે કે તેમાંથી સારું એવું રીટર્ન મેળવવા માંગતા હોય છે. એમાં પણ જો રોકાણકારોની કિસ્મત સાથ આપે તો લાખોની કમાણી તેમાંથી થઇ જાય છે. આજકાલ સ્ટોકમાં સારી એવી ઇન્કમ થઇ રહી છે અને રોકાણકારો તેમાંથી લાખો રૂપિયામાં રીટર્ન મેળવી રહ્યા. આજે અમે તમને એક એવા સ્ટોક વિશે વાત કરીશું જેની કિંમત હાલ લાખોમાં થઇ ગઈ છે. 

સીમ્પ્લેક્સ પેપર્સના સ્ટોકએ છેલ્લા એક વર્ષમાં પોતાના શેર ધારકો ને 6,406% રીટર્ન આપ્યું છે. પેની સ્ટોક જે 3 ડિસેમ્બર 2020 એ 0.80 રૂપિયાનો હતો. તે શુક્રવારે આ બીએસઈ પર 52 અઠવાડિયાના ઉચ્ચ સ્તર 52.05 રૂપિયા સુધી પહોચી ગયો છે. એક વર્ષ પહેલા સીમ્પ્લેક્સ પેપર્સના સ્ટોકમાં રોકાણ કરવામાં આવેલ એક લાખ રૂપિયાની કિંમત આજે 65.06 લાખ રૂપિયા થઇ ગઈ છે.

આ સિવાય તમને જણાવી દઈએ કે આની તુલનામાં આ દરમિયાન સેન્સેક્સ 29.82% ઉપર ગયો છે. છેલ્લા 21 સેશનમાં માઈક્રોકેપ સ્ટોક 169.69% ઉપર ગયો છે. શેર 4.94% ના વધારા સાથે 52.05 રૂપિયા પર ખુલ્લો છે અને અધિકાંશ સત્ર માટે 5% ના ઉપરી સર્કીટમાં ફસાયેલ છે. 

ફર્મનો માર્કેટ કેપ વધીને 15.62 કરોડ રૂપિયા થયો છે : સીમ્પ્લેક્સ પેપર્સનો સ્ટોક 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસની ચાલતી ઔસતથી વધુ છે. ફર્મનું  માર્કેટ કેપ વધીને 15.62 કરોડ રૂપિયા થઇ ગયો છે. ફર્મના કુલ 18,000 શેરે આજે બીએસઈ પર 9.30 લાખ રૂપિયાનો બીઝનેસ કર્યો છે. સપ્ટેમ્બર 2021 ની સમાપ્ત ત્રિમાસિક માટે 13 પ્રમોટરની પાસે 72.05% ભાગીદારી અથવા 21.62 લાખ શેર અને સાર્વજનિક શેરધારકોની પાસે કંપની ની 5,174 27.95% ભાગીદારી અથવા 8.38 લાખ શેર હતા. 

આ વર્ષની શરૂઆતથી 5,814% સુધી ઉપર ગયો આ શેર : સપ્ટેમ્બરની તિમાહીના અંતમાં 5,047 સાર્વજનિક શેરધારકોની પાસે 2 લાખ રૂપિયા સુધીની વ્યક્તિગત શેર પુંજી હતી અને તેની પાસે 3.76 લાખ શેર અથવા 12.54% ભાગીદારી હતી. છેલ્લી તિમાહીમાં કોઈપણ શેરધારકોની પાસે 2 લાખ રૂપિયાથી વધુની વ્યક્તિગત શેર પુંજી ન હતી. એક મ્યુચુઅલ ફંડની પાસે ફર્મમાં 102 શેર હતા. સપ્ટેમ્બરની ત્રિમાસિકના અંતમાં જીવન વીમા નિગમ (LIC) ની પાસે ફર્મની 12.91% ભાગીદારી અથવા 3.87 લાખ શેર હતા.

21 ડીસેમ્બર 2020 એ શેર 52 અઠવાડિયાના નીચેના સ્તર 0.84 રૂપિયા પર પહોચી ગયો. સ્ટોક એક મહિનામાં 157.04% વધ્યો છે અને આ વર્ષની શરૂઆતથી 5,814% સુધી ઉપર ગયો છે. 

જાણી લો અન્ય મહિતી : ઓરીએન્ટલ ઈમ્શ્યોરંસ કંપનીની પાસે ફર્મ ની 1.70% ભાગીદારી અથવા 50,940 શેર હતા. સપ્ટેમ્બર ત્રિમાસિકના અંતમાં 9 વિત્તીય સંસ્થાનોની પાસે ફર્મમાં 4,942 શેર અથવા 0.16% ભાગીદારી હતી.

જો કે ફર્મના સ્ટોકનું વિત્તીય પ્રદર્શન શાનદાર વૃદ્ધિને અનુરૂપ નથી. માર્ચ 2017 ની સમાપ્ત ત્રિમાસિક પછીથી ફર્મના શૂન્ય વેચાણની નોધ કરી છે. આ પહેલા ડીસેમ્બર 2016 ની સમાપ્ત ત્રિમાસિકમાં તેનું વેચાણ 0.08 કરોડ રૂપિયા હતું. એક વર્ષમાં આંધ્ર પેપરના શેરમાં 11.93% નો વધારો થયો છે. જયારે ઓરીએન્ટ પેપરની ભાગીદારી માં 61% નો વધારો થયો છે. આ અવધી દરમિયાન વાપી પેપર મિલ્સ શેરમાં 42.64% ની ગિરાવટ આવી છે. Agio પેપર લીમીટેડના સ્ટોક છેલ્લા એક વર્ષેમાં 345.65% ની રેલી જોવા મળી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment