આ છે દુનિયાનું સૌથી તાકાતવર ફળ, જૂની કબજિયાત, અનિંદ્રા, નબળાઈ, અણશક્તિમાં મોંઘી દવાઓ કરતા પણ વધુ ફાયદાકારક

આજે આ આર્ટીકલમાં આપણે એક મહત્વના ફળ વિશે જાણીશું.. દરરોજ આ ફળના સેવન માત્રથી તમારે મોંઘી દવાઓ ખાવાની કે ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે. નસોમાં કોલસ્ટ્રોલ જામવુ , જુના કબજિયાત, અનિંદ્રા, રોગપ્રતિકારક શક્તિ વધારવા , વજન ઘટાડવા તેમજ બ્લડપ્રેશરથી લઈ તાવ – શરદી જેવી બીમારો માં ખુબજ અસરકાર છે આ ફળ.

છેલ્લા ૧૦ થી ૧૫ વર્ષોથી ટાઇપ 2 ડાયાબીટીસની ઘટના ખુબ વધી ગઈ છે. અને તે ડાયાબીટીસ શરીરમાં તેની સાથે બીજા રોગો પણ લાવે છે. તો તેવા ડાયાબીટીસથી પીડાતા લોકો માટે આજનો આ આર્ટીકલ ખુબ મહત્વનો છે.

આજે અમે કિવિ ફળના ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ જે આપણા સ્વાસ્થ્યને સરળતાથી સારું અને મજબુત બનાવે છે. કીવી ફ્રુટસના 🥝 અદભુત ફાયદા, 🥝 તેને ખાવાની રીત અને🥝 કોને ના ખાવું જોઈએ અને 🥝કોને કેટલું કેટલું ખાવું જોઈએ એ વિશે વાત કરવાના છીએ.

🥝 કોલેસ્ટ્રોલ ઓછું કરે છે ઉચ્ચ કોલેસ્ટ્રોલ આજના સમયમાં એક સામાન્ય સમસ્યા થઇ ગઈ છે. અને દુનિયા ભરમાં તેજીથી વધી રહી છે. બદલેલો લીપીડ પ્રોફાઈલ હૃદયરોગનો ખતરો વધારે છે. એલ ડી અલે અને કુલ કોલેસ્ટ્રોલ ના સ્તર ને નિયંત્રિત રાખવા માટે કીવી ફળ ખાવું જોઈએ.

🥝ત્વચા માટે પણ કીવી ભુબ ઉપયોગી છે કેમ કે આપણે સૌ જાણીએ છીએ કે વિટામીન સી આપની ત્વચા માટે કેટલું ફાયદા કારક છે. અને આજ માત્ર એક કારણ છે કે, આપણે મોંઘી ક્રીમ અને સીરમ ખરીદતા હોઈએ છીએ જે આવશ્યક વિટામીનથી સમૃદ્ધ હોવાનો દાવો કરે છે. પરંતુ તેનું ઉત્પાદન રાસાયણિક આધાર પર થાય છે. અને ઘણી વાર તેના ફાયદા થવાને બદલે તેના નુકશાન પણ થાય છે.

🥝પ્રાકૃતિક રીતે તમારી ત્વચાને સુંદર બનાવવા માટે કીવી નો ઉપયોગ કરો. ૧૦૦ ગ્રામ કીવીમાં ૯૨.7 મીલીગ્રામ વિટામીન સી રહેલું હોય છે. જે તમારી ત્વચાને ખુબસુરત બનાવે છે.તેમાં વિટામીન સી અને એન્ટીઓક્સીડેન્ટ જેવા ઘણા ત્વચાને અનુકુળ પોષક તત્વો રહેલા છે. જે આપણી ત્વચાના સ્વાસ્થ્યને વધારે છે.

🥝 એવું કહેવાય છે કે પેટની સમસ્યાને કારણે જ બધા રોગોની શરૂઆત થાય છે. માટે પેટને સ્વચ્છ રાખવું ખુબ જ આવશ્યક બાઈ જાય છે.
આજ ના સમય માં કબજિયાત એક સામાન્ય અને ઘરેલું સમસ્યા છે. કોઈ પણ ફળમાં ફાઈબરની સાથે સાથે પેટ સાફ કરવાનો પણ ગુણ રહેલો હોય છે. રોજ કિવિના સેવનથી જુના કબજીયાતની સમસ્યાથી પીડિત વ્યક્તિને પણ સહાય મળે છે.

🥝 અનિંદ્રા એક એવી સમસ્યા છે કે, જેમાં લોકો સુવામાં અસમર્થ થઇ જાય છે. અધ્યયનો પરથી જમવા મળ્યું છે કે, નીંદ વિકાર અને તંત્રિકા મનોવિકારની સમસ્યા ઓક્સીડેટીવતણાવના સ્તરમાં વૃધીનું કારણ છે.

કીવી ફળમાં વિટામીન સી અને વિટામીન ઈ અને સેરોટોનીન રહેલા છે શરીરમાં સેરોટોનીનનુંઓછું સ્તરના કારણે અનિંદ્રાની સમસ્યા પેદા થાય છે. ઉપરાંત કીવી ફળ ફોલેટ તત્વ થી સમૃદ્ધ છે. ફોલેટની ઉણપથી તંત્રિકા મનોવિકારની સમસ્યા થાય છે. સુવાના સમય થી એક કલાક અગાઉ બે કીવી ફળનું સેવન કરવાથી ઊંઘની ગુણવત્તા માં સુધારો થાય છે..

🥝 રોગપ્રતિકારક શક્તિ વધારવામાં કિવી જબરજસ્ત ભાગ ભજવે છે. કીવી ફળ વિટામીન સી અને વિભિન્ન પોલીફેનોલની ઉપસ્થિતિના કારણે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. દિવસમાં ત્રણ વાર કીવીનું સેઅવન કરવાથી ઓક્સીડેટીવ તનાવ દુર થાય છે. તેમજ તેમાં રહેલા પોષક તત્વો રોગો સામે લડવાની પુરતી તાકાત આપે છે.

🥝 હૃદય માટે કિવી  અનિયંત્રિત પ્લાઝામાં ગ્લુકોઝનું સ્તર, કોલેસ્ટ્રોલનું ઉચ્ચ પ્રમાણ, હાઈ બ્લડ પ્રેશર, વધારે ચરબી વગેરે રોગોની સમસ્યાનું કારણ છે. રોજ કીવી ખાવાથી હૃદય સુરક્ષિત રહે છે. અને હૃદય રોગની સમસ્યાથી છુટકારો મળે છે.

eNews wordpress theme

🥝 ગર્ભવતી મહિલા માટે આ અદભૂત ફળ વિશેષ રૂપથી માતાઓ માટે ખુબ જ ફાયદા કારક છે. કીવી ફળ તેને આવશ્યક પોષણ આપી ગર્ભપાતની સંભાવના ઘટાડે છે. કીવી ગર્ભવતી મહિલાથી મહત્વ પૂર્ણ વિટામીન તેના બાળકમાં સ્થળાંતર કરવામાં મદદ કરે છે. કીવીમાં રહેલ પોષક તત્વ ગર્ભમાં રહેલા બાળકના સ્વાસ્થ્ય અને વિકાસ માટે કીવી ખુબ મહત્વની ભૂમિકા ભજવે છે.

🥝 વજન ઘટાડવા માટે ૧૦૦ ગ્રામ કીવીમાં માત્ર 55 કેલેરી હોય છે. તેની સાથે સાથે તેમાં ફાઈબર પણ હોય છે. જે તમને પૂર્ણ રૂપ થી અનુભવ કરાવે છે. અને તમને ભૂખ લાગવાની પ્રક્રિયાને ધીમી કરે છે. જેના કરને તમને ભૂખ ઓછી લાગે છે અને વજન ઘટે છે.

🥝 વાળ માટે વિટામીન સી અને ઈ થી સમૃદ્ધ ફળ કીવી વાળને ખરતા અટકાવે અને વાળનું સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ કરે છે. કીવીમાં બંને આવશ્યક વિટામીન છે અને તેમાં અન્ય ખનીજો પણ રહેલા હોય છે. જે વાળને લાંબા કરવામાં અને વાળને સ્વસ્થ બનાવે છે.

🥝 બ્લડ પ્રેશર માટે હાઈ બ્લડપ્રેશર વાળા લોકો માટે હૃદય રોગનું જોખમ રહે છે. માટે તે રોગોના જોખમથી બચવા માટે બ્લડ પ્રેશરનું સ્તર સામાન્ય રાખવું તે ખુબ જ જરૂરી છે. કિવિના સેવન થી પણ બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે.

🥝 શરદી ઉધરસ માટે પણ કિવી ઉપયોગી છે શરદી ઉધરસ અને તાવ એક સામાન્ય સંક્રમણ છે. જે કુપોષણ અને ઓછી રોગ પ્રતિકારક શક્તિના કારણે થાય છે. માટે કીવી ખાવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને તાવ શરદી જેવી નાની નાની પણ બીમારીઓ દુર થાય છે.

🥝 કીવી થી થતા નુકશાન 🥝

🥝 કીવી ખાવાથી અમુક લીકોને  એલર્જીની સમસ્યાઓ થઇ શકે છે. તેથી વિવિધ એલેર્જી વાળા લોકોએ ડોક્ટરની સલાહ લઇ કિવીનું સેવન કરવું.

🥝 કીવીનું યોગ્ય માત્રામાં સેવન કરવું જોઈએ નહીતર તેની આડઅસર પણ થાય છે. તેથી તમારા શરીર અને ડોક્ટરની મદદ લઇ ખાવાની માત્રા નકકી કરવી કે કેટલી માત્રામાં ખાવું જોઈએ.

🥝 એક સ્વસ્થ વ્યક્તિએ બે કીવીનું સેવન કરવું જોઈએ. 🥝 ટાઇપ 2 ડાયાબિટીસ વાળા લોકોએ એક કીવી ફળનું સેવન કરવું જોઈએ.

🥝કેન્સરના રોગીઓને ઓક્સીડેટીવ તણાવથી લડવાની જરૂર હોય છે. માટે તે ઓછામાં ઓછા બે ફળનું સેવન કરવું જોઈએ. 🥝 શરદી અને ઉપરના શ્વસન પથના સંક્રમણથી પીડિત લોકોએ પણ રોજ એક થી બે કીવીનું સેવન કરવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

2 thoughts on “આ છે દુનિયાનું સૌથી તાકાતવર ફળ, જૂની કબજિયાત, અનિંદ્રા, નબળાઈ, અણશક્તિમાં મોંઘી દવાઓ કરતા પણ વધુ ફાયદાકારક”

Leave a Comment