વગર ખર્ચે નાક પરના બ્લેકહેડ્સથી છુટકારો મેળવવાનો 100% અસરકકારક ઉપાય… લગાવો તમારા ઘરમાં રહેલી આ વસ્તુ

મિત્રો ચહેરાની સુંદરતા માટે તેની હંમેશા કાળજી રાખવી પડે છે. જયારે ચહેરા પરના બ્લેકહેડ્સ ચહેરાની સુંદરતા ખરાબ કરી દે છે. આથી તેને દુર કરવા જરૂરી બની જાય છે. જો કે તમે ઘરે જ થોડા ઘરેલું ઉપચાર દ્વારા આ બ્લેકહેટ્સ ને દુર કરી શકો છો. 

આ બદલતી લાઇફસ્ટાઇલના કારણે મહિલાઓમાં બ્લેકહેડ્સની સમસ્યા ઘણી હદ સુધી વધી ગયી છે. જેના કારણે તેમની સુંદરતા પર એક ડાઘ લાગી જાય છે. બ્લેકહેડ્સ હોવા એક સામાન્ય વાત છે, જે સામાન્ય રીતે નાકની ઉપરના ભાગમાં થઈને ચહેરાની સુંદરતા પર ગ્રહણ લગાડી દે છે. ઘણી સ્ત્રીઓ તેનાથી છૂટકારો મેળવવા માટે અમુક એવી રીત અજમાવે છે, જેનાથી તે મટવાને બદલે વધી જતાં હોય છે. એવું એ માટે થતું હોય છે કારણ કે બ્લેકહેડ્સ અમુક એવા બમ્પ્સ છે જે ત્યારે થાય છે જ્યારે તમારી ત્વચાના રોમછિદ્રો બંધ થઈ જાય છે. 

એવા ઘણા કારણો છે જે બ્લેકહેડ્સને વધારવાનું કામ કરે છે. જોકે, તમે ઘરે જ બ્લેકહેડ્સ દૂર કરવા માટેના અમુક સરળ ઘરેલુ ઉપાયોથી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. જો તમારા નાક પર બ્લેકહેડ્સની સમસ્યા હોય તો, તમે બ્યુટી એક્સપર્ટ દ્વારા  જણાવાયેલા આ પ્રાકૃતિક ઉપચાર અને સ્ક્રબને નિયમિત રૂપથી તમારી સ્કીન કેયર રૂટિનમાં સમાવેશ કરી શકો છો. 

બ્લેકહેડ્સ થવાના કારણો 

બ્યુટી એક્સપર્ટ કહે છે કે, જ્યારે ત્વચાની પોર્સમાં ઓઇલ વધારે જામી જાય છે અને તે જામી ગયેલી ગડકીમાં પ્રદૂષણને કારણે બેક્ટેરિયા જવાથી નાક પર કાળા ડાઘ થઈ જાય છે. તેને જ બ્લેકહેડ્સ કહેવામા આવે છે. જોકે બ્લેકહેડ્સ દૂરથી દેખાતા નથી પરંતુ જો કોઈ નજીકથી ચહેરો જુએ તો તે સાફ દેખાય છે. બ્યુટી એક્સપર્ટ કહે છે કે, બ્લેકહેડ્સ હોર્મોન અસંતુલનના કારણે પણ થાય છે. 

1) સ્ટીમ : 

બ્લેકહેડ્સ ખૂબ જ જિદ્દી હોય છે અને તેનાથી છૂટકારો મેળવવો ખૂબ મુશ્કેલ હોય છે. જોકે, બ્લેકહેડ્સને દૂર કરવા માટે ઘણા પ્રકારના પ્રોડક્ટસ અને પ્રાકૃતિક વસ્તુઓ છે જેનાથી તેને દૂર કરી શકાય છે. પરંતુ બ્યુટી એક્સપર્ટ કહે છે કે, બ્લેકહેડ્સને દૂર કરવા માટે કોઈ પણ રીત અજમાવતા પહેલા સ્ટીમ જરૂરથી લેવી કારણકે, તેનાથી બ્લેકહેડ્સ સરળતાથી નીકળી જાય છે. 

2) ચોખાનો લોટ અને એલોવેરા જેલ 

આ માટે તમે એક ચમચી ચોખાનો લોટ અને અડધી ચમચી એલોવેરા જેલ લો. હવે તેને સરખી રીતે મિક્સ કરીને પોતાના નાક પર લગાડો. જ્યારે ટે સુકાઈ જાય તો તેને હળવા હાથે દૂર કરવું. બસ તમારું નાક સાફ થઈ જશે. 

3) બીન્સ વેક્સ ઉપયોગી છે 

બ્યુટી એક્સપર્ટ કહે છે કે, તમે બ્લેકહેડ્સ દૂર કરવા માટે બીન્સ વેક્સનો પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે બસ તમારે બીન્સ વેક્સને હળવું ગરમ કરવાનું છે અને પછી તમારા નાક પર લગાડી લો. ત્યાર પછી જ્યારે તે સુકાઈ જાય તો હળવા હાથે તેને દૂર કરી લેવું. 

4) ટામેટાંનો કરો ઉપયોગ 

બ્લેકહેડ્સને દૂર કરવાની સૌથી સરળ અને સસ્તી રીત છે ટમેટાનો રસ. તે માટે તમારે બસ તમારા નાક પર ટમેટાનો રસ લગાડવાનો છે અને 15 મિનિટ પછી ચહેરો સાફ કરી લો. બસ થઈ ગયું તમારું કામ. 

5) નારિયેળની છાલ છે ઉપયોગી 

આ ઉપાયને અજમાવવા માટે સૌથી પહેલા નારિયેળની છાલ લો અને તેને બાળી નાખો. હવે તેનો કોલસો બની જશે. તમે તેને ડબ્બામાં રાખી લો. જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે ગુલાબ જળમાં મિક્સ કરીને તેને લગાડો અને હળવા હાથે સાફ કરવું. 

6) શુગર સ્ક્રબ 

બ્લેકહેડ્સ દૂર કરવા માટે તમે શુગરનું સ્ક્રબ બનાવી શકો છો. તેના માટે તમે 3 મોટા ચમચા જોજોબા ઓઇલ લો. અને તેને એક કપમાં સફેદ ખાંડ સાથે મિક્સ કરો. તેને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી તે એક સરખું ઘટ્ટ પેસ્ટ ન બની જાય. તમે જોજોબા ઓઇલના બદલે ઓલિવ ઓઇલ કે બદામના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ તેલને બ્લેકહેડ્સ વાળી જગ્યા પર લગાડીને માલિશ કરો. 10 મિનિટ પછી ચહેરો ધોઈ લો. 

7) મધ અને ઓટ્સ 

તમે બ્લેકહેડ્સ દૂર કરવા માટે ઓટ્સને વાટીને તેમાં એક ચમચી જેટલું મધ મિક્સ કરીને નાક પર લગાડી શકો છો. થોડી વાર રહેવા દો. ત્યાર પછી ચહેરો સાફ પાણીથી ધોઈ લો. 

આ વાતનું ધ્યાન રાખવું 

બ્લેકહેડ્સને નાક પર વધારે રગડીને સાફ ન કરવું કારણકે તેનાથી નિશાન પડી શકે છે. જ્યારે તમે સ્ટીમ લો ત્યારે પહેલા ચહેરા પર કોઈ તેલ કે ક્રીમ લગાડવી. 

જ્યારે તમે બ્લેકહેડ્સ કાઢી લો તો, ત્યાર પછી મોઈશ્ચરાઈસર જરૂરથી લગાડવું જોઈએ કારણ કે બ્લેકહેડ્સના છિદ્રોને બંધ કરવા જરૂરી છે. બ્લેકહેડ્સ કાઢ્યા પછી તરત જ બહાર ન જવું જેમકે મહિલાઓ સામાન્ય રીતે બજારમાં જતી રહે છે. 

આશા છે કે તમને બ્લેકહેડ્સ દૂર કરવાની આ જાણકારી પસંદ આવી હશે. અને તમે ઘરે જરૂરથી આ રીત અજમાવશો. તો હવે બ્લેકહેડ્સ દૂર કરવા માટે બ્યુટી પાર્લર જવાની જરૂર નથી તમે ઘરે જ સરળતાથી આવી ટિપ્સ અજમાવીને તેને દૂર કરી શકો છો. એ પણ સાવ સામાન્ય અને સરળ રીતથી જેમાં તમને કોઈ પ્રકારની મુશ્કેલી પણ નહીં પડે. પરંતુ હા, જો કોઈ એલર્જી જેવુ અનુભવાય તો તરત જ ડોક્ટર અથવા એક્સપર્ટનો સંપર્ક કરવો જોઈએ. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment