અચાનક બ્લડપ્રેશર લો થવા પર કરો આ પ્રાણાયમ… તરત મળશે આરામ અને બચી જશે જીવ.. હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોકથી બચી જશો

મિત્રો આજના સમયમાં લગભગ મોટાભાગે લોકોને લો બીપી ની સમસ્યા થઇ જતી હોય છે. આથી લોકો તેનાથી છુટકારો મેળવવા માટે ઘણી દવાઓ તેમજ ઘરેલું ઉપચારની મદદ લેતા હોય છે. પણ આજે અમે તમને કેટલાક એવા પ્રાણાયામ વિશે વાત કરીશું જે તમને લો બીપી માં મદદ કરી શકે છે. 

આજના સમયમાં ઘણા લોકોને હાઈ બીપી અથવા તો લો બીપી ની સમસ્યા થઇ જાય છે. કારણ કે તનાવ, ભાગદોડ, અને વ્યસ્ત જીવનશૈલીમાં બીપી લો થવું કે હાઈ થવું એક ખુબ જ મોટી સમસ્યા છે. જેને હાઈપોટેન્શન પણ કહેવાય છે. લો બીપી થવા પર બેભાન થવું, આછું દેખાવું, ઉલટી થવી, થાક લાગવો, શ્વાસ લેવામાં પરેશાની થવી, જેવા લક્ષણો જોવા મળે છે. પણ લો બીપી ને કંટ્રોલ કરી શકાય છે. આ માટે તમે થોડા પ્રાણાયામ કરી શકો છો. 

લો બીપી ને કારણે થતી પરેશાનીઓ 

બ્લડ પ્રેશર લો થવા પર ફેફસા, મગજ અને કીડની સુધી લોહી પહોચતું નથી. આ કારણે ઓર્ગન બરાબર રીતે કામ નથી કરતુ. લો બ્લડ પ્રેશર હાર્ટ એટેક અને બ્રેન સ્ટોક નું પણ કારણ બની શકે છે. એનીમિયા, હાર્ટની પરેશાની, બ્લડ ઇન્ફેકશન, ડીહાઈડ્રેશન, થાયરોઈડ અને સ્ટ્રેસ પણ લો બીપી નું કારણ હોઈ શકે છે. જો કોઈ વ્યક્તિની બ્લડ પ્રેશર ની રીડીંગ 80 થી 60 થી ઓછી હોય છે તો તે લો બ્લડ પ્રેશર શ્રેણીમાં આવે છે. 

લો બ્લડ પ્રેશર માટે પ્રાણાયામ 

કપાલભાતી કરવાની વિધિ 

કપાલભાતી વિધિ કરવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ થાય છે. તે પેટને લગતા બધા જ પ્રકારના રોગો ને દુર કરવામાં મદદ કરે છે. કપાલભાતી થી શરીરને અનેક ફાયદાઓ મળે છે. ચાલો તો તેને કરવાની વિધિ જાણી લો. 

1 ) કપાલભાતી કરવા માટે સૌથી પહેલા યોગ આસન પર સુખાસન માં બેસી જાવ.  2) પોતાની કરોડરજ્જુ ને એકદમ સીધી રાખો. 3) હવે બંને હથેળીને આકાશ તરફ ગોઠણ પર રાખો. 4) ત્યાર પછી લાંબી ઉંડી શ્વાસ લો. 5) શ્વાસ છોડતી વખતે પેટને અંદર તરફ ખેચો. 6) તમે આ પ્રાણાયામ ને પોતાની ક્ષમતા અનુસાર કરી શકો છો. 

આ પ્રાણાયામ ને નિયમિત રૂપે દરરોજ કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરી શકાય છે. 

ભસ્તિકા પ્રાણાયામ 

1) ભસ્તિકા પ્રાણાયામ કરવા માટે સૌથી પહેલા તમે પદ્માસન અથવા તો સુખાસન માં બેસી જાવ. 2) આ દરમિયાન પોતાની પીઠ, ગરદન, કમર, કરોડરજ્જુ ને એકદમ સીધી રાખો. 3) શરીરને એકદમ સ્થિર રાખો.હવે બંને નાસિકા છિદ્ર માંથી શ્વાસ લેતી વખત અવાજ કરો. ત્યાર પછી અવાજ કરતા શ્વાસને છોડો. 

આ પ્રાણાયામ નો પ્રયોગ તમે 10-15 મિનીટ સુધી સતત કરતા રહો. 

Yoga

ભ્રામરી પ્રાણાયામની વિધિ 

1) ભ્રામરી પ્રાણાયામ કરવા માટે તમે પહેલા પદ્માસન માં બેસી જાવ. 2) પોતાની બંને આંખને બંધ કરી લો. 3) ત્યાર પછી પોતાના બંને અંગુઠા વડે કાનને બંધ કરી દો.  4) પોતાની તર્જની આંગળી માથા પર રાખો.બીજી આંગળીઓ ને આંખ પર રાખો. 5) હવે મોઢું પણ બંધ કરો અને લાંબી ઉંડી શ્વાસ લો. 6) શ્વાસ છોડતી વખતે ઝીણો ઝીણો અવાજ અવાજ કરો. 7) આનો અભ્યાસ કરવાથી લો બીપી કંટ્રોલમાં આવે છે. 

ઉજ્જાયી પ્રાણાયામ ની વિધિ 

1) ઉજ્જાયી પ્રાણાયામ લો બીપી ના દર્દી માટે ખુબ જ લાભકારી છે. 2) તેને કરવા માટે સૌથી પહેલા એક શાંત વાતાવરણમાં બેસી જાવ. 3) હવે ધ્યાન મુદ્રા માં બેસી જાવ અને આંખને બંધ કરી દો. 4) આ દરમિયાન પોતાની કરોડરજ્જુ ને એકદમ સીધી રાખો. 5) હવે નાકથી લાંબો શ્વાસ લો. 6) પછી મોઢેથી ‘હા ની ધ્વની કાઢતા શ્વાસ ને છોડો. 

આ અભ્યાસને તમે વારંવાર કરતા રહો. 

Yoga

ઉદ્રીથ પ્રાણાયામની વિધિ 

1) ઉદ્રીથ પ્રાણાયામ કરવા માટે તમે સૌથી પહેલા સુખાસન માં બેસી જાવ. 2) હવે લાંબો શ્વાસ લો અને છોડો. 3)આમાં તમારે શ્વાસ છોડતી વખતે ઓમ નો ઉચ્ચારણ કરવાનું છે. 4)ઓમ ની ધ્વનિ કરતા શ્વાસ ને છોડો. 5) આ પ્રક્રિયાને 10-15 વખત કરો. 

આ સિવાય તમે લો બીપી કંટ્રોલ માટે શશકાસન, કોણાસન, તિર્યક તાડાસન, સૂર્ય નમસ્કાર પણ કરી શકો છો. પણ કોઈપણ પ્રાણાયામ કે યોગાસન કરતા પહેલા કોઈ એક્સપર્ટ ની સલાહ જરૂરથી લેવી જોઈએ. 

નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment