લિવરની તમામ સમસ્યાનો એકમાત્ર ઉપચાર છે આ જડીબુટ્ટી, લોહીને સાફ કરી કમળો અને કમજોરી કરી દેશે ગાયબ… જાણો સેવનની રીત…

મિત્રો આપણા શરીરમાં લીવરનું કામ ખુબ જ અગત્યનું છે. તે શરીરને ફિર રાખવામાં આપણી મદદ કરે છે. આથી જો તમને લીવરને લગતી પરેશાની થાય તો તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અનેક રોગો આપણા શરીરને નુકશાન કરતા હોય છે. જેમાં લીવરને લગતી બીમારી સંપૂર્ણ સ્વાસ્થ્યને નુકશાન કરે છે. લીવરનું તંદુરસ્ત રહેવું ખુબ જ જરૂરી છે. 

હેપેટાઇટીસ એક ગંભીર બીમારી છે. તેનો જ એક પ્રકાર હેપેટાઇટીસ સી છે. હેપેટાઇટીસ સી એક વાઇરલ ઇન્ફેક્શન છે જે લિવરને ક્ષતિગ્રસ્ત કરે છે. હેપેટાઇટીસ સી થી લિવરને ગંભીર નુકશાન પહોંચે છે. એટલું જ નહીં તે લીવર ફેલિયર કે લીવર કેન્સરનું પણ કારણ બની શકે છે. હેપેટાઇટીસ સી નો વાઇરસ સંક્રમિત લોહી દ્વારા ફેલાય છે. થાક, નબળાઈ, ત્વચા તેમ જ આંખોમાં પીળાશ, પેશાબનો ઘાટો રંગ, ખંજવાળ આવવી, પગમાં સોજો, ચક્કર આવવા, અચાનકથી વજન ઘટી જવો વગેરે હેપેટાઇટીસ સીના લક્ષણોમાં સમાવિષ્ટ છે. તમે અમુક આયુર્વેદિક જડીબુટ્ટીની મદદથી હેપેટાઇટીસ સીના લક્ષણોને ઘણી હદે ઘટાડી શકો છો. કટુડી:- આયુર્વેદમાં કટુડી જડીબુટ્ટીનો ઉપયોગ ઘણા રોગોને દૂર કરવા માટે કરવામાં આવે છે. તે હેપેટાઇટીસ સી જેવા લીવર રોગના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે. કટુકીનું સેવન ગોળીના રૂપમાં કરવામાં આવે છે. પરંતુ આ દવા લેતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. 

કાલમેઘ:- કાલમેઘ પિત્તને સાફ કરવામાં ખૂબ જ ઉપયોગી ગણવામાં આવે છે. હેપેટાઇટીસ સીના લક્ષણોને ઘટાડવા માટે કાલમેઘનો ઉકાળો પીવો ફાયદાકારક છે. આ જડીબુટ્ટી પાચનતંત્રમાં પણ સુધારો કરે છે. કાલમેઘ શારીરિક નબળાઈને દૂર કરે છે, એસિડિટીથી પણ રાહત અપાવે છે. તે સિવાય કમળાના રોગમાં પણ કાલમેઘનો ઉપયોગ કરવામાં આવે છે. કલમેઘ લીવરથી જોડાયેલી સમસ્યાઓનો ઈલાજ કરવામાં ફાયદાકારક સાબિત થાય છે. પુનર્નવા:- આયુર્વેદમાં પુનર્નવા જડીબુટ્ટીને ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. આ જડીબુટ્ટી ઘણા પ્રકારના રોગોથી લડવામાં મદદ કરે છે. સાથે જ તમને સ્વસ્થ પણ રાખે છે. હેપેટાઇટીસ સીના લક્ષણોમાં ઘટાડો લાવવા માટે પણ પુનર્નવાનો ઉપયોગ કરવામાં આવે છે. પુનર્નવાના પાંદડાનો રસ તેના માટે ફાયદાકારક હોય છે. તમે ચાહોટો તેનું સેવન ઉકાળો, જ્યુસ, પેસ્ટ અને પાવડરના રૂપમાં પણ કરી શકો છો. 

ગુડુચી:- ગુડુચીનો ઉપયોગ હેપેટાઇટીસ જેવા લિવરના વિકારોને દૂર કરવા માટે કરી શકાય છે. ગુડુચી શારીરિક નબળાઈ, કમળાની સમસ્યા દૂર કરે છે. સાથે જ પાચનમાં પણ સુધારો કરે છે. ગુડુચીનું સેવન અર્ક, પાવડરના રૂપમાં કરી શકાય છે. ગુડુચી લીવર માટે ટોનિકની જેમ કાર્ય કરે છે. તે લોહીને સાફ કરે છે. સાથે જ લિવરને સ્વસ્થ રાખવામા પણ મદદ મળે છે.હેપેટાઇટીસ સીથી બચવાના ઉપાયો:- 

  • હેપેટાઇટીસ સીથી બચવા માટે સંક્રમિત વ્યક્તિની વસ્તુઓ ઉપયોગ કરવાથી બચવું જોઈએ. 
  • સંક્રમિત વ્યક્તિથી નીડલ, સોઈ, રેઝર વગેરે ઉપયોગમાં ન લેવું. 
  • સંક્રમિત વ્યક્તિ સાથે યૌન સંબંધ બાંધવાથી બચવું જોઈએ. અસુરક્ષિત યૌન સંબંધથી પણ બચવું. 
  • હેપેટાઇટીસ સીથી સંક્રમિત વ્યક્તિના લોહીને અડવાથી બચવું કારણ કે, લોહીથી આ સંક્રમણ ઝડપથી ફેલાય છે. 

જો તમને પણ હેપેટાઇટીસ સીના કોઈ લક્ષણો દેખાતા હોય, તો આ સ્થિતિને બિલ્કુલ પણ નજરઅંદાજ કરવી જોઈએ નહીં. કારણ કે હેપેટાઇટીસ સી ના કારણે લીવર સાવ ડેમેજ થઈ શકે છે. એટલું જ નહીં હેપેટાઇટીસ જીવલેણ પણ હોય શકે છે. તમે ઉપર જણાવેલ જડીબુટ્ટીને આયુર્વેદિક ડોક્ટરની સલાહ મુજબ લઈ શકો છો. આમ અમુક સાવધાની રાખીને તમે લીવરની સમસ્યા થવાથી બચી શકો છો. લીવરને સ્વસ્થ રાખવા માટે તમારે વિશેષ રૂપે ખોરાકનું ધ્યાન રાખવું પડે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment