વધેલું યુરિક એસિડ વગર દવાએ જ આવી જશે કંટ્રોલમાં, અજમાવો આ 5 માંથી કોઈ પણ એક આયુર્વેદિક ઉપચાર… સોજા અને સાંધાના દુખાવા પણ કરી દેશે ગાયબ…

જયારે આપણા શરીરમાં યુરિક એસીડ વધી જાય છે ત્યારે તમારું શરીર ખુબ જ મોટી સમસ્યાનો સામનો કરે છે. જેને કારણે તમને કીડનીને લગતી તકલીફ પડે છે. ચાલો તો આ સમસ્યાને દુર કરવાના ઉપાય વિશે જાણી લઈએ. વર્તમાન સમયમાં મોટાભાગના લોકો સાંધાના દુખાવોનો સામનો કરે છે. તેનું મોટું કારણ શરીરમાં યુરિક એસિડનું વધી જાવું એ પણ હોઈ શકે છે. શરીરમાં યુરિક એસીડ વધવાની સમસ્યા આજકાલ ખુબ જ સામાન્ય થઇ ગઈ છે.

શરીરમાં યુરિક એસીડ વધવાથી લોકોના હાડકાઓ અને સાંધાને લગતી સમસ્યા જેવી કે ગઠીયા, ઓસ્ટીયોપોરોસીસ જેવી સમસ્યાઓનો સામનો કરે છે. જયારે શરીરમાં યુરિક એસીડ વધી જાય છે તો લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેનાથી કીડનીને લગતી બીમારી અને વજન વધારાની સમસ્યા થઇ શકે છે.પણ શું તમે જાણો છો કે શરીરમાં વધેલા યુરિક એસીડ ને ઓછુ કરવામાં આયુર્વેદિક જડીબુટ્ટી ખુબ મદદ કરે છે. ઘણા આયુર્વેદિક હર્બ્સ છે જે યુરિક એસીડ ને ઓછુ કરવામાં મદદ કરી શકે છે.

 યુરિક એસિડને ઓછુ કરવા માટેની 5 આયુર્વેદિક જડીબુટ્ટીઓ:- 

1. અશ્વગંધા:- અશ્વગંધા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. આયુર્વેદ અનુસાર તેના ઉપયોગથી ઘણી શારીરિક સમસ્યાઓ અને બીમારીઓ દુર થઇ શકે છે. તેમાં રહેલ એન્ટી ઇન્ફલેમેટરી ગુણ શરીરમાં સોજા અને દુખાવા ને ઓછા કરવા માટે ખુબ જ ઉપયોગી છે.યુરિક એસીડ ઓછુ કરવા માટે અશ્વગંધાનું સેવન ફાયદાકારક છે. આમ કરવાથી તમારા સાંધાના દુખાવા અને સોજાને ઓછા કરી શકાય છે. અશ્વાગન્ધામાં ઘણા ઔષધીય ગુણ હોય છે જે વજન ઓછુ કરવા અને અર્થરાઈટીસ ની સમસ્યામાં પણ ફાયદાકારક છે. તમે અશ્વગંધાના પાઉડરને દુધમાં નાખીને સેવન કરી શકો છો. રાત્રે સુતી વખત દુધમાં એક ચમચી અશ્વગંધા પાઉડર મિક્સ કરીને સેવન કરો.

2. ગીલોય:- ગીલોયના પાન માં ઔષધીય ગુણ હોય છે, તે ઘણા રોગોના ઉપચારમાં મદદ કરે છે. આયુર્વેદિક ચિકિત્સા માં ઘણા રોગો માટે ગીલોયના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. યુરિક એસીડ ને ઓછુ કરવા માટે ગીલોયના પાન નો પ્રયોગ કરી શકાય છે. ગીલોયના પાનનો રસ કાઢીને તેનું સેવન કરવાથી યુરિક એસીડ ને ઓછુ કરવામાં મદદ મળે છે. ગીલોયનો રસ પીવાથી સાંધાના સોજા ઓછા કરવામાં મદદ મળે છે અને દુખાવામાં રાહત મળે છે.

3. ત્રિફલા:- ત્રિફલા એક સારી ઔષધી છે. તેને આંબળા, બહેડા અને હરડે જેવી જડીબુટ્ટી ને મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. ત્રિફલા ઘણા રોગોથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. ત્રીફ્લામાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણ હોય છે. જે હાડકાઓ અને સાંધાને લગતી સમસ્યાઓ માં ખુબ ફાયદાકારક છે. ત્રીફ્લાના સેવનથી સોજાને ઓછા કરવામાં મદદ મળે છે. તે ગઠીયા અને ઓસ્ટીયોપોરોસીસ જેવી સમસ્યાઓ માં ખુબ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તમે રાત્રે નવશેકા ગરમ પાણીની સાથે ત્રિફલા પાવડરનું સેવન કરી શકો છો.

4. હળદર:- હળદર એ ઉત્તમ મસાલો છે. હળદરમાં કરક્યુંમીન હોય છે જે સામે લડવામાં મદદ કરે છે. આ સિવાય હળદરમાં એન્ટી ઇન્ફલેમેટરી અને એન્ટીબાયોટીક ગુણ હોય છે. યુરિક એસીડ ને ઓછુ કરવામાં હળદરનું સેવન ફાયદાકારક સાબિત થઇ શકે છે. તમે યુરિક એસીડ ને ઓછુ કરવા માટે હળદર નો પાવડર સેવન કરી શકો છો. તમે શાકભાજીમાં મસાલાના રૂપે હળદર નાખી શકો છો. અથવા હળદર વાળા દૂધનું સેવન કરી શકો છો. જેઠીમધ:- જેઠીમધ ગળામાં સોજા અને ખારાશ થી રાહત મેળવવા માટે એક સારો ઉપાય છે. સાથે જેઠીમધ માં ગ્લાઈસિરાઈજન નામનું યોગિક રહેલ હોય છે, જે સાંધાના સોજાને ઓછા કરવા અને દુખાવાહી રાહત મેળવવામાં મદદ કરે છે.યુરિક એસીડ ને ઓછુ કરવા માટે જેઠીમધ એક પ્રભાવી ઉપાય છે. તમે જેઠીમધ ને સીધું ચૂસી શકો છો. અથવા તેના પાવડરનો ઉપયોગ  પણ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment