હિંદુઓના આ એક શહેરથી ડરે છે આખું પાકિસ્તાન | પાકિસ્તાનમાં જ આવેલું છે આ શહેર…

હિંદુઓના આ એક શહેરથી ડરે છે આખું પાકિસ્તાન…. પાકિસ્તાનમાં જ આવેલું છે એ શહેર…

પાકિસ્તાન એક ઇસ્લામિક દેશ છે એ તો આપણે બધા જાણીએ જ છીએ. જ્યાં ઇસ્લામ ધર્મનું વર્ચસ્વ છે. જ્યારે આપણા ભારતમાં સનાતન ધર્મનું પાલન કરવામાં આવે છે અને સર્વધર્મ સમભાવની ભાવના રાખવામાં આવે છે. જેથી ભારતમાં હિંદુ મુસ્લિમ એક સમાન હોય છે. પરંતુ પાકિસ્તાનમાં એવું નથી. પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ પર ઘણા બધા અત્યાચારો કરવામાં  આવે છે. તેવા સમાચારો અવારનવાર મળતા હોય છે. પાકિસ્તાનમાં હિંદુઓની ખરાબ હાલતથી પૂરી દુનિયા વાકેફ છે.

પાકિસ્તાનમાં અલ્પ સંખ્યકો પર અત્યાચાર અને જબરદસ્તી ધર્મ પરિવર્તન જેવા ન્યુઝ હંમેશા મીડિયામાં ચર્ચાસ્પદ હોય છે. પરંતુ પાકિસ્તાનમાં એક શહેર એવું પણ છે જ્યાં ક્યારેય પણ આવા અત્યાચારો નથી કરવામાં આવતા. આ શહેર પાકિસ્તામાં હોવા છતાં પણ તે શહેરમાં હિંદુઓનું વર્ચસ્વ છે અને તેઓ હિંદુ ધર્મને પાળે પણ છે અને ધૂમધામથી હિંદુ તહેવારોને ઉજવે પણ છે.

આ શહેરનું નામ છે મીઠી. મીઠી પાકિસ્તાનના થારપાકર જીલ્લામાં સ્થિત છે. આ શહેર પાકિસ્તાનના લાહોરથી લગભગ 875 કિલોમીટર દુર છે. જ્યારે ભારતના ગુજરાતના અમદાવાદથી લગભગ 340 કિલોમીટર દુર છે. આ શહેરમાં મુસ્લિમ કરતા હિંદુઓની સંખ્યા વધારે છે.

મીઠી શહેરની કુલ વસ્તી આશરે 87 હજાર છે. જેમાં 80% હિંદુઓ રહે છે. જ્યારે આખા પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાનમાં માત્ર 95 % મુસ્લિમ છે જ્યારે પાકિસ્તાનના મીઠી શહેરમાં 80% હિંદુ આબાદી છે. કહેવાય છે કે અહીં દરેક હિંદુ ધાર્મિક તહેવારો અને સંસ્કૃતિક આયોજનો પણ રીતિરિવાજ પ્રમાણે ઉજવવામાં આવે છે અને સૌથી મજેદાર વાત તો એ છે કે આ શહેરમાં રહેતા મુસ્લિમ લોકો પણ આ ઉજવણીમાં હિંદુઓ સાથે હળીમળીને ભાગ લેતા હોય છે.

મીઠી શહેરમાં રહેતા મુસ્લિમો અને પાકિસ્તાનના ઈરાદાઓ એક સમાન બિલકુલ પણ નથી. પરંતુ આ શહેરમાં હિંદુ અને મુસ્લિમ દિવાળી અને ઇદ બંને હળી મળીને મનાવે છે. તો બીજી બાજુ મીઠીમાં હિંદુ લોકો પણ મોહરમના જુલુસમાં ભાગ લે છે અને ઘણી વખત મુસલમાન સાથે રોજા પણ રાખે છે. હિંદુ ધર્મનું સમ્માન જાળવવા માટે મુસ્લિમો અહીં ગાયને નથી કાપતા. એટલું જ નહિ અહીં તેઓ બીફ પણ નથી ખાતા.

આ શહેરના ક્રાઈમ રેટ પાકિસ્તાનના અન્ય બીજા શહેરોની અપેક્ષાએ બિલકુલ ઓછા છે. અહીં અપરાધ માત્ર 2% જ જોવા મળે છે અને ખાસ વાત એ છે કે અહીં ક્યારેય પણ ધાર્મિક અસહિષ્ણુતા જોવા નથી મળતી.

આ શહેરમાં ઘણા મંદિરો છે જેમાં સૌથી પ્રસિદ્ધ મંદિર છે શ્રી કૃષ્ણ મંદિર. કહેવાય છે કે અહીં હિંદુઓ મંદિરોમાં પૂજા કરે છે અને ત્યારે અહીં અજાન માટે તેજ અવાજમાં સ્પીકર નથી વગાડતા અને નમાજના સમયે મંદિરમાં ઘંટ નથી વગડવામાં આવતા.

અહીંના મુસલમાનોનું કહેવું છે કે વર્ષ 1971 માં જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું, ત્યારે ભારતીય સેના મીઠી સુધી આવી પહોંચી હતી. ત્યારે મુસલમાનોએ અહીંથી રાતોરાત ભાગવું પડ્યું હતું. પરંતુ ફરીથી ત્યાંના હિન્દુઓએ મુસ્લિમને રહેવાની અનુમતિ આપી ત્યાર બાદ તે લોકો ત્યાં રહેવા માટે આવ્યા.

તો મિત્રો આ હતું પાકિસ્તાનનું એવું શહેર જ્યાં મુસ્લિમ કરતા વધારે હિંદુ રહે છે અને હિંદુ ધર્મનું પાલન કરે છે. એટલું જ નહિ આ ગામમાં હિંદુ અને મુસ્લિમ લોકો હળી મળીને રહે છે. આખા પાકિસ્તાનમાં આ એક જ ગામ એવું છે જેનાથી આજે પણ પાકિસ્તાનને ડરવું પડે છે.

તો મિત્રો કોમેન્ટ કરો અને જણાવો આ વિષય પર તમારું શું કહેવું છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment