આ વર્ષનું ચોમાસે રહેશે કંઈક આવું…. દરેક લોકોએ જાણવું જોઈએ….
મિત્રો આપણે બધા જાણીએ જ છીએ કે અત્યારે હાલ ઉનાળો ખુબ જ તપી રહ્યો છે. ત્યારે લોકોને હવે ચોમાસાની પણ ચિંતા થવા લાગી છે. તો આજે અમે તમને આવતા આગામી ચોમાસા વિશે થોડી માહિતી જણાવશું. જેને જાણીને તમને પણ આનંદ અનુભવાશે. તો ચાલો જાણીએ આવતા ચોમાસા વિશે થોડી માહિતી.
ભારતીય મૌસમ વિભાગ (IMD)એ ચોમાસાને લઈને તેનું અનુમાન હવામાનના આધારે જારી કર્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ વર્ષનું ચોમાસું ખુબ જ સારું રહી શકે તેવી સંભાવના છે. હવામાન વિભાગનું કહેવું છે કે સાઉથ વેસ્ટ ભારતમાં ચોમાસું નોર્મલ રહેશે. આવતું ચોમાસું ભારતમાં 96% વરસાદનું અનુમાન છે. કુલ સિઝનનો લગભગ 96% વરસાદ ભારતમાં થવાની સંભાવના છે. આ વર્ષે વરસાદ સાથે વાવાઝોડાનો પણ ખતરો ઓછો છે. વરસાદ સાથે પવનનું પણ જોર ઓછુ રહેશે. હાલના વાતાવરણને લઈને હવામાન વિભાગનું કહેવું છે કે આ વર્ષનું ચોમાસું ખુબ જ સારું રહેશે. ખેડૂતો માટે ખુબ જ ફાયદા કારક રહેશે. જો અંદાજા કરતા ઓછો વરસાદ આવે તો પણ 93% કરતા ઓછો નહિ જ આવે.
હવામાન વિભાગના અનુમાન દ્વારા આ વર્ષે દેશના બધા જ વિસ્તારમાં ખુબ સારો વરસાદ થવાનો છે. આ હજુ અનુમાન બહાર પાડવામાં આવ્યું છે પરંતુ હજુ મેં મહિનામાં ફરી વાર એક અનુમાન જારી કરવામાં આવશે. જેના પગલે ખબર પડી જશે કે આ વર્ષનું ચોમાસું ચોક્કસ પણે કેવું રહેશે. પરંતુ જુન મહિનામાં તેનું અપડેટ પણ જારી કરવામાં આવશે.
મિત્રો ચોમાસાનું શરૂઆત હંમેશા સૌથી પહેલા કેરળમાં આવે છે. અને કેરળમાં આવ્યા બાદ ગુજરાત અને ઉપરી રાજ્યમાં ચોમાસું પહોંચતા 15 દિવસ કરતા વધારે સમય લાગે છે. પરંતુ હજુ કેરળમાં ક્યારે ચોમાસું આવશે તેની કોઈ ચોક્કસ જાણકારી સામે આવી નથી. કેરળમાં ક્યારે ચોમાસું આવશે તેની તારીખ જુન/જુલાઈ માં જારી કરવામાં આવશે.
મૌસમની જાણકારી આપતી એક પ્રાઇવેટ કંપની સ્કાઈમેટ દ્વારા કહેવામાં આવ્યું છે કે થોડા દિવસો પહેલા હાલના હવામાન પણ આધારિત વરસાદને લઈને એક અનુમાન જાહેર કરવામાં આવ્યું હતું. સ્કાઈમેટ મુતાબિક જુન, જુલાઈ, ઓગષ્ટ અને સપ્ટેમ્બર મહિનાની કુલ મળીને વરસાદની સંભવાના કંઈક આ પ્રમાણે છે. કે વધારે વરસાદ થવાની સંભાવના ખુબ જ 0% છે, સામાન્ય વરસાદની સંભાવના, એટલે કે 96% થી 104% વરસાદની સંભાવના 30% છે. સામાન્ય કરતા ઓછો વરસાદ થવાની સંભાવના 90% થી લઈને 95% સુધીની છે. જ્યારે વરસાદ ન આવવાની સંભાવના વિશે હજુ કંઈ પણ ન કહી શકાય.
તો મિત્રો આ હતું આ વર્ષનું ચોમાસું કેવું રહેશે તેના માટે આ માત્ર હવામાન વિભાગ દ્વારા એક અનુમાન માત્ર જારી કરવામાં આવ્યું હતું. પરંતુ હજુ કંઈ પણ કહી ન શકાય. જુન મહિનામાં અને જુલાઈ મહિનામાં હજુ ચોમાસા વિશે નવું અનુમાન જારી કરવામાં આવશે.
તો મિત્રો તમારું આવતા ચોમાસા વિશે શું કહેવું છે તે કોમેન્ટ કરીને ખાસ જાણવો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google
Very helpful