આ છોકરીએ માત્ર 12 વર્ષની ઉમરે જ ખરીદી BMW કાર | જાણો કઈ રીતે ખરીદી કાર

મિત્રો આજના મોંઘવારી અને સ્પર્ધાત્મક સમયના કારણે લોકો પાસે સારી સારી ડીગ્રીઓ હોવા છતાં પણ એક સારી અને ઉચ્ચ પગાર  ધોરણ વાળી નોકરી મેળવવી ખુબ જ મુશ્કેલ થઇ જતી હોય છે. પરંતુ આજે લકઝરીયસ લાઈફ જીવવાનો પણ એક ક્રેઝ ચાલતો આવે છે. તો તેવામાં આજે દરેક લોકો ખુબ જ પૈસા કમાવવા ઈચ્છે છે. પરંતુ આજે અમે એક એવી છોકરી વિશે જણાવશું જે તમને અચરજમાં મૂકી દેશે.

મિત્રો આજે નવી નવી ગાડીઓ માટે લોકો ખુબ જ ચાહના ધરાવતા હોય છે. પરંતુ ઘણા લોકો પૈસાના અભાવના કારણે પોતાના શોખ પુરા નથી કરી શકતા. આજે સામાન્ય કાર ખરીદવી પણ ખુબ જ મુશ્કેલ હોય છે. વાત રહી BMW કાર ખરીદવાની, તો ખુબ ઓછા લોકો એવા હોય છે જે પોતાની BMW કાર ખરીદી શકે. જો 12 વર્ષની ઉંમરે BMW કાર ખરીદવાની વાત આવે તો કોઈ પણ વ્યક્તિ આ ઉંમરે BMW કાર ખરીદી શકે જ નહિ. બધાના મોઢે આ એક જ જવાબ જોવા મળશે.

સામાન્ય રીતે જેની પાસે ખુબ સારી નોકરી હોય અને જેની આવક પણ ખુબ સારી હોય તે લોકો 30 કે 40 વર્ષની ઉંમરે સામાન્ય કાર પોતાની માટે ખરીદી શકતા હોય છે. પરંતુ આજે અમે એક એવી છોકરીની વાત જણાવશું જેણે પોતાના 12 માં જન્મ દિવસ પર પોતાની જાતે પોતાને જ એક BMW કાર ગીફ્ટ કરી.

જેને તે પોતે ચલાવી પણ નથી શકતી. આ આર્ટીકલમાં જાણો કે આપણે 30 કે 40 વર્ષની ઉંમરે પહોંચ્યા બાદ પણ BMW કાર નથી ખરીદી શકતા. તો આ 12 વર્ષની છોકરીએ કંઈ રીતે આટલી નાની ઉંમરમાં પોતાના માટે BMW કાર nખરીદી હશે ! તો ચાલો જાણીએ તેની પાછળનું રહસ્ય.

આ વાત છે થાઈલેન્ડના ચેન્ટાબુરી(Chanthaburi) માં રહેતી માત્ર 12 જ વર્ષની એક છોકરીની, કે જેનું નામ છે નેતહનાન (Nattanan) છે. તમને જણાવી દઈએ કે નેતહનાન એક મેકઅપ આર્ટીસ્ટ છે અને તે પણ એક પ્રોફેશનલ મેકઅપ આર્ટીસ્ટ છે. એટલું જ નહિ નેતહનાન લંડન ફેશન વિક 2018 કોન્ટેસ્ટમાં પણ ભાગ લઇ ચુકી છે. નેતહનાન લંડન ફેશન વિક 2018 ની સૌથી નાની મેકઅપ કરનાર મેકઅપ આર્ટીસ્ટ રહી હતી.

12 વર્ષની આ છોકરીએ માત્ર ત્રણ વર્ષની ઉંમરમાં જ યુટ્યુબ પર વિડીયો જોઇને મેકઅપ કરતા શીખી હતી અને તેની ચર્ચા આજે દુનિયાભરમાં થાય છે. આજે તે એક પ્રોફેશનલ મેકઅપ આર્ટીસ્ટ બની ગઈ છે. મિત્રો આજકાલ તમે જોશો કે સામાન્ય અને ચીલાચાલુ બ્યુટી પાર્લરમાં પણ મેકઅપના રેટ ખુબ જ વધારે હોય છે અને વાત બ્રાઈડલ મેકઅપની આવે તો તેનો રેટ તો ખુબ વધારે હોય છે. એવામાં આ છોકરી પ્રોફેશનલ આર્ટીસ્ટ છે તો તેની આવક કેટલી થતી હશે તેનો અંદાજો તો તમે લગાવી જ શકો.

તમને એ પણ જણાવી દઈએ કે સોસીયલ મીડિયા પર નેતહનાનના 80 હજારથી પણ વધારે ફોલોવર્સ ધરાવે છે. નેતહનાને પોતાના 12 માં જન્મ દિવસ પર પોતાને BMW Sedan કાર ગીફ્ટ કરી હતી. જેની પોસ્ટ ફેસબુક પર શેર કરતા નેતહનાને લખ્યું હતું કે, “મને જન્મ દિવસ મુબારક. હું આજે 12 વર્ષની થઇ ગઈ છું. હું તમારા પ્રેમ અને સપોર્ટની આભારી છું. શુભકામનાઓ માટે ધન્યવાદ અને મારા તરફથી તમને બધાને પણ શુભકામનાઓ.”

આ પોસ્ટ બાદ ઘણા લોકોએ એવી કોમેન્ટ કરી કે નેતહનાન અત્યારે એક સામાન્ય કાર ખરીદવા માટે પણ સક્ષમ નથી. તો ઘણા લોકો કોમેન્ટમાં જણાવે છે કે 12 વર્ષની ઉંમરે તો અમે ઢીંગલા ઢીંગલી અને માર્બલ્સની મદદે રમતા હતા.

મિત્રો નેતહનાનની વાત પરથી એ શીખવા મળે છે કે કોઈ પણ એક કામ પ્રત્યે ધગશ રાખવી અને તેના એક્સપર્ટ બનવું તે આપણને સફળતાઓ સુધી પહોંચાડે છે. મિત્રો નેતહનાન તો 12 વર્ષની ઉંમરે એક મેકઅપ આર્ટીસ્ટ બની ગઈ છે. પરંતુ તમે 12 વર્ષની ઉંમરે શું કરતા અને કેવા વિચારો ધરાવતા તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ  

Leave a Comment