ફેસબુક અને રીલાયન્સ બંને મળીને બનાવી શકે છે નવી એપ, આ હશે ખાસિયતો

મિત્રો હાલમાં ટેકનોલોજી ખુબ જ આગળ વધી રહી છે, તો હાલ ભારતમાં ઘણી એવી ચાઇનીઝ મોબાઈલ એપ છે જેનો ઉપયોગ લોકો દ્વારા ખુબ જ કરવામાં આવી રહ્યો છે. તો આજે અમે તમને આ લેખમાં ભારત અને અમેરિકાની બે કંપનીઓ વિશે જણાવશું, જે મળીને ચાઇનીઝ એપને આપશે મોટી ટક્કર. તો ચાલો જાણીએ કંઈ એ એ કંપનીઓ, કેવી રીતે આપશે ચીની એપને ટક્કર. 

મિત્રો મુકે અંબાણીની કમ્પની રિલાયન્સ અને અમેરિકન ટેક કંપની ફેસબુક મળીને એક નવી એપ લોન્ચ કરી શકે છે. રીપોર્ટ અનુસાર ફેસબુક અને રિલાયન્સ એક એવી એપ ડેવલપ કરવાની તૈયારી કરી રહ્યા છે, તેનાથી તમે ઘણા બધા કામો કરી શકશો. 

ચીની એપ WeChat ના પેટર્ન પર તેને તૈયાર કરી શકે છે. આ એપ મેસેજિંગની સાથે સાથે ઘણી અન્ય સર્વિસ પણ આપે છે. રીપોર્ટ અનુસાર ફેસબુક અને રિલાયન્સની એપમાં મેસેજિંગની સાથે ગ્રોસરી, શોપિંગ, રીચાર્જ અને પેમેન્ટ જેવી સર્વિસો આપવામાં આવી શકે. એવું જાણવામાં આવે છે કે, આ સુપર એપમાં મેસેજિંગ, હોટેલ બુકિંગ અને સોશિયલ મીડિયાની સુવિધા મળશે. ભારતમાં WhatsApp અને Facebook નો ખુબ જ ઉપયોગ થઇ રહ્યો છે. તો તેનો ફાયદો પણ આ એપને મળી શકે છે.

જો રિલાયન્સની વાત કરવામાં આવે તો ભારતમાં રિલાયન્સ જિઓના યુઝર્સ ખુબ જ છે અને તે યુઝર્સમાં મોટાભાગના લોકો જિઓ એપનો ઉપયોગ કરે છે. રિલાયન્સની પાસે અલગ અલગ નેટવર્ક છે. જેમ કે, રિલાયન્સ રીટેલ સ્ટોર, ઈ-કોમર્સ, ફિલ્મ એપ અને પેમેન્ટ એપ. પરંતુ જો ફેસબુક અને રિલાયન્સની આ સુપર એપ બને છે તો શક્ય છે કે તેમાં રીલાયન્સ પોતાની અલગ અલગ સર્વિસ જોડશે. જો ફેસબુકની વાત કરીએ તો ફેસબુકની રીચથી બંને કંપનીઓને ફાયદો થશે.

ફેસબુક ટેકનોલોજી અને સોશિયલ મીડિયા, ઈન્સ્ટન્ટ મેસેજિંગ ફ્રંટ પર આ એપમાં યુઝર્સને સુવિધા મળશે. આ પ્રકારની એપ ચીનમાં છે, તે એપ છે WeChat. આ એપ દ્વારા મેસેજિંગ, શોપિંગથી લઈને પેમેન્ટ પણ કરી શકાય છે. 

ET ના એક રીપોર્ટ અનુસાર આ ટીમના એક વ્યક્તિએ જણાવ્યું છે કે, એક નવી કંપની પણ બનાવવામાં આવી શકે, જેમાં બંને કંપનીઓ ઇન્વેસ્ટમેન્ટ કરશે અથવા ફેસબુક રિલાયન્સ જિઓ અને રિલાયન્સ રીટેલમાં રોકન કરી શકે છે. બંનેની પાર્ટનરશીપની સાથે આ એક નવા વેન્ચરની શરૂઆત થઇ શકે છે. હાલમાં જ એવી ખબર આવી હતી કે, અમેરિકી સોશિયલ મીડિયા કંપની ફેસબુક જિઓમાં રોકાણ કરવાની છે, 10% સુધી સ્ટેક્સ ખરીદવાની છે. પરંતુ હાલમાં બંને કંપનીઓ વચ્ચે કોઈ આધિકારિક એલાન કરવામાં નથી આવ્યું. 

Leave a Comment