મિત્રો કોરોના વાયરસના ડર અને ભયાનક આ સમયમાં અમુક એવા ફોટા સામે આવી રહ્યા છે કે, જે લોકોને આ જીવલેણ વાયરસની સામે લડવા માટે હિંમત આપી જાય છે. તો તેવા ઘણા બધા ફોટો વાયરલ થઇ રહ્યા છે. તેમાં એક લેડી કોન્સ્ટેબલનો ફોટો વાયરલ થઇ રહ્યો છે. તે લેડી કોન્સ્ટેબલ પોલીસની ડ્યુટી પૂર્ણ કર્યા બાદ ઘર પર જઈને માસ્ક બનાવે છે. તે માસ્ક તો બનાવે છે એ સમજી શકાય પરંતુ આવા મુશ્કેલી વાળા સમયમાં તે બધા મફત માસ્ક આપી રહી છે. જે ખુબ જ ગર્વની વાત કહેવાય.
મધ્યપ્રદેશના સાગર જીલ્લાના ખુરઈ પોલીસ સ્ટેશનની કોન્સ્ટેબલ સૃષ્ટિ શ્રોતીયાનો સિલાઈ મશીન સાથે એક ફોટો લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. લોકડાઉન દરમિયાન સૃષ્ટિ પોલીસ સ્ટેશન જઈને તેની ડ્યુટી કરે છે અને ઘર પર જઈને માસ્ક બનાવે છે. આ તસ્વીર એક સંદીપ નામક યુઝર દ્વારા શેર કરવામાં આવી છે. આ ફોટોના જોઇને મધ્યપ્રદેશના મુખ્ય મંત્રીએ પણ જવાબ આપ્યો હતો.
શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા એક શ્ર્લોક સાથે શેર કરવામાં આવ્યું હતું. જેમ એક શ્ર્લોક લખવામાં આવ્યો હતો, “સૃષ્ટિનો આધાર છે દીકરી અને તેનાથી જ સૃષ્ટિ ધન્ય છે.” સૃષ્ટિ જેવી દીકરીથી આ ધરતી વારંવાર ધન્ય છે. દીકરી સદા ખુશ રહે અને જગત કલ્યાણ કરતી રહે છે.
આ તસ્વીર પહેલા પણ ઇન્દોરમાં એક તસ્વીર વાયરલ થઇ હતી. ઇન્દોરમાં એક પોલીસ અધિકારી નિર્મલ શ્રીવાસની તસ્વીર પણ વાયરલ થઇ હતી. તેઓ ડ્યુટી કરવાના ઘરની બહાર જમતા હતા, અને તેની દીકરી દરવાજાથી જોઈ રહી હતી. ડ્યુટીના કારણે નિર્મલને કોરોના સંક્રમણનો ખતરો છે. તેના કારણે તેણે પોતાની બાળકીને પણ પાસે આવવા દીધી ન હતી.
She is Srusti Srotiya, a police inspector in Sugar District of Madhya Pradesh. After her duty overs, she is preparing masks in her rest times for public. She is distributing those to the people who has no masks.
Salute to Srotiya Ji 🙏#IndiaFightsCorona #CoronaHarega pic.twitter.com/OvbUb3PXT3— Anil Biswal – Modi Ka Parivar (@BiswalAnil) April 6, 2020
એક તસ્વીર છેલ્લા દિવસોમાં ભોપાલની પણ આવી હતી. તે ફોટોને પણ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શેર કર્યો હતો. તેમાં લખ્યું હતું કે, મળો, ડો.સુધીર ડેહરીયાને, જે ભોપાલ જીલ્લાના CMHO છે. સોમવારના દિવસે પાંચ દિવસ બાદ ઘર પહોંચ્યા હતા. તે ઘરની બહાર બેસીને ચા પિય રહ્યા હતા. ઘરના સભ્યોના હાલચાલ પૂછીને ઘરની બહારથી હોસ્પિટલ જતા રહ્યા હતા.
આવી તસ્વીર એ સમયમાં જોવા મળી રહી હતી, જ્યારે કોરોના વાયરસનો ખતરો આખી દુનિયામાં છે. ડોક્ટર અને પોલીસના જવાનો પોતાની ડ્યુટી દરમિયાન ઘરથી બહાર રહે છે અને તેમને કોરોનાનો ચેપ લગાવનો ભય પણ છે. તેઓ ખતરો લઈને પણ દેશની જનતા માટે અડગ રહે છે અને ઘરની બહાર જીવના જોખમે રહે છે.