રક્ષાબંધન પર પ્રેમની મીઠાઈ રૂપે આજે જ ઘરે બનાવો ” કાજુ કતરી”

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

કાજૂ માંથી ઘરેજ બનાવો એકદમ સરળતાથી ઓછા સમયમાં આ મીઠાઈ

 Image Source :

મિત્રો તમને કાજૂ તો ભાવાતા જ હશે અને તેમાંથી બનતી મીઠાઈઓ વિષે તો તમને ખ્યાલ્જ હશે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે બધી મિથાઇઓમાંથી  કાજુની મીઠાઈ એકદમ સરળતાથી ઓછા સમયમાં ઘરે બનાવી શકાય છે.તેમજ સામગ્રી પણ ખૂબ ઓછી જોઇશે આ મીઠાઈ બનાવવામાં.અને સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્ય માટે તો ખૂબજ સારી રહે છે.

કાજૂકતરી

મિત્રો કાજૂકતરીનું નામ સાંભળીને મો માં પાણી આવી ગયુંને? માત્ર દસજ મીનીટમાં ઘરેજ ગેસનો ઉપયોગ કાર્ય વગર બનાવી શકાય છે કાજૂકતરી.

કાજૂકતરી બનાવવા માટે જોઈતી સામગ્રી:-

 Image Source :

૨૫૦ ગ્રામ કાજૂ

ત્રણ કપ ફૂલ ક્રીમ દૂધ

અડધો કપ દૂધનો પાવડર

અડધો કપ ખાંડ દળેલી

એક ચમચી રોઝ એસેન્સ

એક ચમચી ઘી

કાજૂકતરી બનાવવાની રીત:-

સૌપ્રથમ કાજૂને મીક્સ્ચારમાં નાખો અને તેને પીસી લો.તેને પીસતી વખતે ખાસ ધ્યાન રાખવું કે એકધારું પીસ્વાનું નહિ વછે બંધ કરી કરીને લગભગ ત્રીસ મિનીટ સૂધી પીસો.

હવે એક વાસણમાં કાજૂનો પાવડર આંક વડે ચાળી લો.

ત્યાર બાદ પાવડરની જેમજ ખાંડને પણ ચાળી લો.અને હવે તે મિશ્રણમાં આજ રીતે ચાળીને દૂધનો પાવડર પણ ઉમેરી દો.

હવે બંનેને બરાબર રીતે હલાવીને મિક્સ કરી લો.

 Image Source :

 

મિક્સ કાર્ય બાદ તેમાં એક ચમચી રોઝ એસેન્સ ઉમેરો (તમે એલચી પાવડર પણ નાખી શકો પરંતુ એલચી પાવ્દરથી કાજૂકત્રીનો રંગ થોડો ખરાબ દેખાશે તેથી બને તો નાં નાખવો)

તેમાં એક ચમચી ઘી ઉમેરો અને હવે તેમાં થોડું થોડું દૂધ નાખતા નાખતા એક લોટ તૈયાર કરો દૂધ જરૂરીયાત મૂજબ્જ નાખવું એકી સાથે બધું નાં નાખી દેવું.એક એક ચમચી કરીનેજ દૂધને ઉમેરતા જાવું.

હવે કાજૂની ફેટ કાઢવા માટે તેને હજુ વધારે મસળવો પડશે નહિ તો કાજૂકતરી સારી નહિ બને.તો તેના માટે એક સ્વચ્છ પ્લાસ્ટિક પપેર લઇ લો હવે તેની પર કાજૂનો લોટ રાખો હવે તે લોટમાં ત્રણ ચમચી જેટલું દૂધ નાખો અને પ્લાસ્ટીકની મદદથી બન્ને હાથ વડે પ્લાસ્ટીકમાં ને પ્લાસ્ટીકમાં લોટને બરાબર મસળો જેથી તે સોફ્ટ અને પાતળો થઇ જાઈ.

 Image Source :

લોટ બરાબર થઇ જાય ત્યાર બાદ હવે પ્લેટફોર્મ પર એક બટર પેપર રાખો. હવે કાજૂનો જે લોટ બાંધ્યો છે તેને હાથ વડે દબાવીને ગોળ આકાર કરી તેને બટર પેપર પર રાખો.હવે તેની પર બીજું બટર પેપર રાખી દો.હવે તેને વણી લો .કાજૂકતરી જેટલી થીચ્ક્નેસ્સમાં વણી લો .

વણાઈ ગયા બાદ બટર પેપર દૂર કરો અને તેની પર ચાંદીની પરત લગાવો.

હવે તમે છરીની મદદથી કાજૂકાત્રીના આકારમાં તેને કાપી લો

અને તૈયાર છે એકદમ સોફ્ટ, સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક મીઠાઈ. આ કાજૂ કાતરી ત્રણથી ચાર દિવસ સૂધી આટલીજ સોફ્ટ રેહશે.

કાજૂ રોલ

 Image Source :

કાજૂ રોલ બનાવવા માટે જરૂરી સામગ્રી:-

એક કપ કાજૂ પાવડર

ખાંડ જરૂરિયાત મૂજબ દળેલી.

એક કપ પાણી :

એક ચમચી ખાવાનો કલર

બે ચમચી જેટલો કોઈ પણ ડ્રાયફ્રુટ્સ નું છીણ

ટોપરાનું છીણ અડધો કપ

કાજૂ રોલ બનાવવાની વિધિ:-

સૌપ્રથમ એક કડાઈ માં એક કપ પાણી નાખો તેમાં જરુરીયાત મૂજબ ખાંડ અને અડધી ચમચી ઘી નાખો હવે તેને ધીમા તાપે હલાવતા હલાવતા તેની ચાસણી  બનાવો.

ચાસણી બનાવતી વખતે પેહલા એક ઉકાળો  આવવા દો ત્યાર બાદ એક તાર બને ત્યાં સુધી તેને હલાવો.

હવે એક તારવળી ચાસણી બની જાય ત્યાર બાદ તેમાં કાજૂ પાવડર નાખી દો અને તેને હલાવતા રહો.

 Image Source :

 

તે મિશ્રણ જ્યાં સૂધી ઘટ્ટ ના થાય ત્યાં સૂધી હલાવતા રહો.

ઘાટું થઇ જાય ત્યાર બાદ ગેસ બંધ કરી દો.

હવેની પ્રક્રિયા ખૂબજ ધ્યાનપૂર્વક ફટાફટ કરવી કારણકે જો વધારે વાર લાગશે તો મિશ્રણ કડક થવા લાગશે.

હવે તે મિશ્રણને બે ભાગમાં વેંચી દો.

પ્લાસ્ટિક પેપર પાથરો અને તે મિશ્રણનો એક ભાગ તેના પર રાખી દો હવે તેમાં ખાવાનો કલર અને ડ્રાય ફ્રુટસનું છીણ ઉમેરી દો અને હાથમાં બટર લગાવી અથવા તો ચમચીની મદદથી તેને બરાબર હલાવી લો.

હવે તે મિશ્રણનો  ગોળ અને જાડો લાંબો રોલ બનાવવો

હવે મિશ્રણના બીજા ભાગને રોટલીની જેમ વણી લો અને તેની ઉપર પેલો ભાગ મૂકી દો અને જે રોટલી આકારમાં વળેલ છે તેનાથી પેલો ભાગ કવર કરી દો.

એક પ્લેટમાં ટોપરાનું છીણ લો અને તેમાં બનાવેલા રોલને ફેરવી દો અને છીણને વ્યવસ્થિત રોલ પર લગાવી લો.

 Image Source :

હવે તે રોલને પ્લાસ્ટિક પેપરમાં સીલ કરીને ફ્રીઝમાં સેટ કરો .એક કલાક સુધી સેટ થવા દો.

એક કલાક બાદ તે રોલ ફ્રીઝમાંથી કાઢી લો અને તેને જેમ કાકડીની સ્લાઈસ કરીએ તે રીતે કટ કરી લો.

તૈયાર છે કાજૂ રોલ.

આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

 

Leave a Comment