વિદ્યાર્થી, ગૃહિણી તથા ઓફીસકર્મીઓ માટે આળસ દુર કરવાનો બેસ્ટ ઉપાય,… બસ આ કરો પૂરો દિવસ તાજગી રહેશે.

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

🙆‍♂️ કામની આળસથી છુટકારો મેળવો….. 🙆‍♂️💁‍♂️

 Image Source :

💁‍♂️ મિત્રો ઘણી વાર એવું બનતું હોય છે કે આપણું મન કામમાં લાગતું જ ન હોય. અને તેનાથી આપણે તે કામને બને ત્યાં સુધી ટાળી જ દેતા હોઈએ છીએ. અને ત્યાં સુધી ટાળી દઈએ છીએ જ્યાં સુધી તે ખુબ જ જરૂરી ન થઇ જાય. પછી જ્યારે તે કામ ખુબ જ અરજન્ટ જોઈએ ત્યારે આપણે કરવા ખાતર તે કામને ઝડપથી પૂર્ણ  કરી દેતા હોઈએ છીએ. આવા પ્રોબલેમ ઘણા બધા લોકોને થતા હોય છે.

 Image Source :

💁‍♂️ આજે આપણે કામ કરવાની ટેકનીક જાણીશું તેનાથી આપણું કામ પણ પરફેક્ટ થશે અને આપણું મન પણ કામમાં લાગ્યું રહેશે. આ ટેકનીક માત્ર કામ જ નહી પરંતુ જો તમે એક વિદ્યાથી છો અને તમારું ભણવામાં મન નથી લાગતું તો પણ આ લેખ જરૂર વાંચો. Image Source :

💁‍♂️ જ્યારે કામ કરવાની વાત આવે ત્યારે મોટા ભાગે આપનો દુશ્મન સમય જ બની જાય છે. તે કેવી રીતે એ જાણીએ. જો કોઈ બોરિંગ પ્રેઝન્ટેશન કરવાનું હોય અથવા તો અભ્યાસ કરવાનો હોય તો  સમય જતો જ ન હોય તેવું લાગે છે. તો તેવા સમયે આપણે મોટા ભાગે સોસિયલ મીડિયા અથવા યુટ્યુબમાં વિડીયો જોવા લાગી જઈએ છીએ. અને તેમાં સમય ક્યારે નીકળી જાય તેની આપણને ખબર જ નથી રહેતી.  આપણે વિચારતા હોઈએ કે આ કામ કાલે કરશું અને આવતી કાલે પણ તે સમય અને તે જ આળસ આવી જાય છે. આ એક એવો રૂટીન છે જે બધા લોકો સાથે જોડાયેલ હોય છે.

 Image Source :

👲 1918 માં એક ફ્રાન્સિસ્કો સીરીલીયો એક વિદ્યાર્થી છે તેનું પણ ભણવામાં મન ન લાગતું અને પુરા દિવસ દરમિયાન કામ ટાળવાની આદત થી પરેશાન હતા. તેની પાસે ટમેટા આકારનું કિચન ટાઈમર હતું. તે ટાઈમર થી જ તેના દિમાગમાં પોમોડોરે ટેકનીકનો આઈડિયા આવ્યો. પોમોડોરે એક ઇટાલિયન શબ્દ છે અને તેનો અર્થ થાય ટમેટું. પોમોડોરે ટેકનીક ખુબ જ સિમ્પલ છે. જે નીચ પ્રમાણે છે.

 Image Source :

⌚ આપણે જે કામ કરવાનું છે તે 25 – 25 મિનીટના ચાર ભાગમાં વહેંચવાનું  છે. અને દરેક 25 મિનીટના સમય પછી 5 મીનીટનો બ્રેક લેવાનો. ચાર ભાગ પુરા થાય ત્યાર બાદ એક 15 મીનીટનો મોટો બ્રેક લેવાનો છે. તો આપણે વિસ્તારથી જોઈએ કે કરવાનું છે શું.

 Image Source :

⌚ આપણે કોઈ પણ કામ કરવાનું હોય અથવા તો અભ્યાસ કરવાનો હોય તે એક નાના એવા કાગળમાં લખી લો. માત્ર એક કે બે શબ્દોમાં જ. ત્યાર પછી 25 મિનીટનું ટાઈમર સેટ કરવાનું. જે આપણે આપણા ફોનમાં કરી શકીએ છીએ.  ટાઈમર ચાલુ કર્યા પછી આપણે બીજું કોઈ પણ કામ તે સમય દરમિયાન કરવાનું નથી. કોઈ પણ પ્રકારનું આપણું ધ્યાન ખેંચે તેવી એક્ટીવીટી ન થવી જોઈએ.

 Image Source :

📱 આપણા મોબાઈલની પણ નોટીફીકેશન પણ બંધ કરી દેવી તેનાથી આપણું ધ્યાન મોબાઈલ તરફ ન થાય. આપણે આ ૨૫ મિનીટ સુધી એક જ કામ કરવાનું છે. તે સિવાય કોઈ પણ કામ અથવા બીજી એક્ટીવીટી નથી કરવાની. 25 મિનીટ પૂરી થઇ જાય ત્યાર બાદ આપણે 5 મિનીટનો બ્રેક લેવાનો છે.

 Image Source :

📱 જ્યારે તે કામ પૂરું થાય એટલે કાગળમાં લખેલો ગોલ હોય ત્યાં ટીકમાર્ક કરી લેવાનું તેનાથી આપણને યાદ રહે કે આપણે કેટલું કામ પૂરું કર્યું. જ્યારે 4 ટાર્ગેટ પુરા કરી નાખ્યા હોય ત્યાર બાદ 15 મિનીટનો મોટો બ્રેક લેવાનો.

 Image Source :

👨‍💼 માની લો કે આપણે કોઈ ટાસ્ક પૂરો કરવો હોય તો એટલે કે આપણે અભ્યાસનો કોઈ ટાસ્ક હોય તે પૂરો કરવાનો હોય તો 25 મિનીટનો ટાઈમર સેટ કરીને મોબાઈલમાં મૂકી દો. તે સમય દરમિયાન બીજું કંઈ પણ કર્યા વગર માત્ર અભ્યાસ જ કરવો. 25 મિનીટ થયા પછી 5 મિનીટનો બ્રેક લેવાનો. ત્યાર બાદ બીજી વાર પણ 25 મિનીટનો સમય સેટ કરી લેવાનો. ત્રીજી વાર પણ એવું જ કરવાનું. અને ચોથી વાર પણ આવું જ કરવાનું પણ ચાર વખત ટાસ્ક થઇ જાય ત્યાર બાદ 15 મિનીટનો બ્રેક લેવાનો છે.

 Image Source :

👨‍💼 હવે આપણે જાણીશું કે આ બ્રેકમાં આપણે બેઠા હોઈએ તે જગ્યા પરથી ઉભા થઈને ચાલી શકીએ છીએ અથવા તો કસરત કરી શકીએ, પાણી પીવું, તે બ્રેકના સમયમાં કંઈ પણ કરો પણ બેઠું નથી રહેવાનું. તેવું કરવાથી લાંબા સમય સુધી બેઠા રહેવાથી શરીરમાં  જે ખરાબ અસર થાય છે તેનાથી બચી શકાય છે અને મન પણ ફ્રેશ થાય છે.

હવે એક પ્રશ્ન આપણી સામે છે કે આ ટેકનીક શા માટે આપણે અપનાવવી જોઈએ ? તેના ત્રણ કારણ છે.

 Image Source :

👨‍💼 1.કોઈ એવું કારણ જ નથી કે આપણે તે પદ્ધતિ ન અપનાવીએ. આ ટેકનીક કરવા માટે આપણે કોઈ મુશ્કેલ ટેકનીક શીખવાની જરૂર નથી માત્ર આપણી કાર્ય કરવાની પદ્ધતિમાં થોડો ફેરફાર કરવાનો છે.

👨‍💼 2. આ પોમોડોરો માત્ર 25 મિનીટ નો જ છે તેનાથી તે આપણે આસાન રીતે પૂરો કરી શકીએ છીએ. કેમ કે 25 મિનીટ દરમિયાન કોઈ પણ કામ હોય તે આપણે આરામથી કરી શકીએ છીએ. અને ત્યાર  બાદ આપણે બ્રેક જ લેવાનો છે.

 Image Source :

👨‍💼 3.તજ્જ્ઞનો દ્વારા જાણવામાં આવ્યું છે કે 25 મિનીટના ભાગમાં વહેંચીને નાના  મેનેજમેન્ટ વાળા ટાર્ગેટને પુરા કરવા માટે ખુબ જ સરળ છે. અને આપણે તે આરામથી કરી શકીએ છીએ. આપણે માઉન્ટ એવરેસ્ટ પર પણ એક સાથે  નથી ચડી શકતા ત્યાં પણ વારંવાર ઉભું રહેવું પડે છે.

 Image Source :

👨‍💼 આવી રીતે આપણે કોઈ પણ મોટું કામ એક સરખું કરીએ તો થાકી જઈએ છીએ. અને આપણો વધારે સમય બિન જરૂરી કામમાં જાય છે. અને જ્યારે ડેડલાઈન નજીક આવે ત્યારે આપણે બધું જ કામ એક સાથે કરી નાખીએ છીએ. તેનો મતલબ એવો થાય કે પરીક્ષાના 2 દિવસ પહેલા અભ્યાસ લઈને બેસીએ અને પૂરો વાંચી નાખીએ પણ તેની અસર નથી થતી. કેમ કે તે કામ આપણે કરવા માટે કર્યું હોય.

 Image Source :

👨‍💼 જો સ્ટુડન્ટ, એમ્પ્લોય, બિઝનેસ, હાઉસ વાઈફ હોય બધાને ખુબ જ ફાયદાકારક રહે છે. આ ટેકનીક માત્ર એક વાર અનુસરો પછી તમને ખુદને ખબર પડશે કે આપણા કામ પર કેટલી સારી અસર પડી છે.

 Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment