બપોરના બચેલા ભાત ફેંકવા કરતા આ રીતે ભાતમાંથી બનાવો તડકા ઈડલી.. સાવ સરળ રીતે

🥘વધેલા ભાતમાંથી બનાવો તડકા ઈડલી….

💁 મિત્રો વધેલા ભાતનો આનાથી સરસ ઉપયોગ તમે ક્યારેય નહિ કર્યો હોય. સામાન્ય રીતે તમે ઈડલી બનાવતા હોય ત્યારે તમારે લોટ સ્પેશીયલ લાવવો પડે છે અથવા તો તેનું બેટર લાવવું પડે છે વગેરે જેવી પૂર્વ પ્રક્રિયા કરવી પડતી હોય છે. પરંતુ આજે અમે એક એવી વેસ્ટમાંથી બેસ્ટ રેસેપી લાવ્યા છીએ તમારે વધારે કંઈ મહેનત કરવાની જરૂર નથી પરંતુ માત્ર તમારા વધેલા ભાતનો ઉપયોગ કરીને તમે બનાવી શકશો એકદમ ટેસ્ટી તડકા ઈડલી. ખૂબ જ સરળ રેસેપી છે. અને ઓછી સામગ્રીમાં બનશે એકદમ સ્વાદિષ્ટ તડકા ઈડલી. તો હવે જ્યારે પણ ભાત બચે તો તેનો કોઈ અન્ય ઉપયોગ કરતા પહેલા અથવા તો ફેંકતા પહેલા આ ઈડલી વિશે જરૂર વિચારજો.

👩‍🍳 વધેલા ભાતમાંથી તડકા ઈડલી બનાવવા માટે જરૂરી સામગ્રી:- 👩‍🍳

🍚 ૨ કપ બચેલા ભાત, 🥛 પાણી જરૂરીયાત મૂજબ, 🥄 બે મોટી ચમચી દહીં અથવા તમે અડધા કપનું પણ માપ લઇ શકો છો, 🥄 ચાર ચમચી રવો,   🥄 એક ચમચી તેલ,   🥄 રાઈ, 🥄 એક પેકેટ ઈનોનું,    🥄 એક ચમચી કાજુ,   🥄 એક ચમચી લીલા મરચા જીણા સમારેલા,  🥄 ત્રણથી ચાર ચમચી કોથમીર જીણી સમારેલી,   🌱 મીઠા લીમડાના બે પાંદ,   🥄 મીઠું સ્વાદ અનુસાર,

👩‍🍳 વધેલા ભાતમાંથી તડકા ઈડલી બનાવવાની રીત:- 👩‍🍳

🍚 સૌપ્રથમ  થોડા પાણીનો ઉપયોગ કરીને ભાતને પીસી લેવાના છે. મિત્રો સાવ ઓછા પાણીનો ઉપયોગ કરવાનો છે. જો વધારે પાણી થઇ જશે તો ઈડલીનું બેટર સરખું નહિ બને.

🍚 બધા ભાતને પીસી લો ત્યાર બાદ એક પેસ્ટ બની જશે તેને એક વાસણમાં કાઢી લો.🍚 હવે તે ભાતના મિશ્રણમાં ચાર ચમચી રવો મિક્સ કરો અને તેને બરાબર હલાવી લો.  🍚 ત્યાર બાદ તે મિશ્રણમાં દહીં ઉમેરી દો. અને તેને બરાબર હલાવીને મિક્સ કરી દો.

🥣 હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દો અને તેને મિક્સ કરી લો. તે બેટરને ઢાંકીને મૂકી દો. પંદરથી વીસ મિનીટ સુધી તેને ઢાંકીને રાખી મૂકો. 🥣 હવે તમારું ઈડલીનું બેટર તૈયાર છે હવે તેમાં સમય છે તડકો લગાવવાનો તો જ્યાં સુધી તડકો તૈયાર થાય ત્યાં સુધી બેટરને ઢાંકીને રાખી દો.

🍳 તડકો બનાવવા માટે સૌપ્રથમ એક પેન ગરમ કરો અને તેમાં બે ચમચી જેટલું તેલ નાખો અને તેને ગરમ કરો.

🍳 તેલ ગરમ થઇ જાય ત્યાર બાદ તેમાં રાઈ અને લીમડો ઉમેરો.🍳 ત્યાર બાદ તેમાં જીણા સમારેલા મરચા અને કાજુના ટૂકડા ઉમેરી દો. (મિત્રો કાજુથી ઈડલીનો એક અલગ જ ટેસ્ટ આવશે.)🍳 હવે તેને બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તૈયાર છે તમારો તડકો હવે કોઈ પણ સમય બગાડ્યા વગર જ તરત જ તે તડકાને ઈડલીના બેટરમાં નાખી દો.

🥘 હવે તે બેટરમાં ઉપરથી જીણી સમારેલી કોથમીર પણ ઉમેરી દો અને બેટર ને સરસ હલાવીને મિક્સ કરી દો.  🥘 હવે સમય છે ઈડલીને પકવવાનો. તો તેનું પાણી ગરમ મૂકી દો.  🥘 પાણી ગરમ થઇ જાય ત્યાર બાદ ઈડલી સ્ટેન્ડના બાઉલમાં તમે પહેલા તેલ લગાવી દો.

🥘 હવે મિશ્રણમાં હજુ એક વસ્તુ ઉમેરવાની બાકી છે તે ઉમેરવાની છે.

🥘 બેટરમાં ઈનો ઉમેરી દો અને હલાવી લો.(પરંતુ મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે તમારે અત્યારે જેટલા બેટરને ઈડલી સ્ટેન્ડમાં ભરવાનું છે તેટલા બેટરમાં જ ઈનો નાખવાનો છે. કારણ કે ઈનો નાખ્યા બાદ તરત જ ઈડલીને બનાવવી પડે છે. જો તે બેટર ઈનો રાખ્યા બાદ થોડી વાર માટે રાખી મૂકવામાં આવે તો ઈડલી સારી બનતી નથી. માટે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. માટે જો તમે અડધા બેટરનો જ પહેલા ઉપયોગ કરવાના હોય તો અડધું પેકેટ જ  નાખવું અને જો બધુ જ બેટર એક જ વારમાં ભરવાના હોય તો આખું પેકેટ ઇનોનું નાખી દેવું.)

🥘 હવે ઈડલી સ્ટેન્ડના બાઉલમાં ઈડલીનું મિશ્રણ ભરી દો. અને તેને ગેસ પર મૂકી દો. અને વીસ મિનીટ સુધી તેને ચડવા દો. વીસ મિનીટ બાદ નીચે ઉતારી લો હવે તેને ઠંડી થવા દો થોડી અને ત્યાર બાદ તેને સ્ટેન્ડ માંથી  કાઢીને એક પ્લેટમાં કાઢી લો. (મિત્રો જો તમારી પાસે ઈડલી સ્ટેન્ડ ન હોય તો તમે તેને ઢોકળીયાની પ્લેટમાં પણ બનાવી શકો છો. તેમાં બનાવ્યા બાદ તમારે તેના પીસ કરી લેવાના છે.)

🥘 તૈયાર છે સ્વાદિષ્ટ વેસ્ટમાંથી બેસ્ટ બચેલા ભાતમાંથી બનાવેલી ઈડલી. આ ઈડલીને તમે ગ્રીન ચટણી કે સાંભાર સાથે પીરસી શકો. અને મજા લઇ શકો  છો ટેસ્ટી તડકા ઈડલીની.

🥘 આ રીતે એક વાર તમે વધેલા ભાતની તડકા ઈડલી જરૂર બનાવજો કારણ કે સ્વાદમાં બજાર કરતા પણ હશે ટેસ્ટી.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ   (૩) ગુડ   (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment