🥟 બચેલી રોટલીમાંથી બનાવો બજાર જેવી પાણી પૂરીની પૂરી… 🥟
💁 મિત્રો હમણાં પાણીપૂરી પણ ખુબ જ ચર્ચામાં છે કે તેને બનાવનાર લોકો જે પાણીપૂરી રીતે બનાવે છે. તેમજ જે સામગ્રી વાપરે છે તેનાથી. આપણા શરીરને નુંકશાન થાય છે. તેથી ગુજરાતમાં અમૂક પાણીપૂરીના સ્ટોલ પર ઇન્સ્પેકશન લગાવવામાં આવ્યું અને તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. માત્ર લાઈસન્સ ધરાવતા લોકો જ પાણીપૂરી વેંચી શકે તેવું અમૂક જગ્યાએ જાહેર કરવામાં આવ્યું છે. એટલે જ હવે લોકો બહારની પાણીપૂરી ખાવાને બદલે ઘરે જ બનાવવાનું પસંદ કરતા હશે. પરંતુ પૂરી તો લગભગ લોકો બહારની જ લેતા હશે પરંતુ આજે અમે એવી વેસ્ટમાંથી બેસ્ટ રેસેપી લાવ્યા છીએ કે જેમાં તમે વધેલી રોટલીનો ઉપયોગ કરીને તેની ક્રિસ્પી પાણીપૂરીની પૂરી બનાવી શકશો. કદાચ થોડી મહેનત લાગે પરંતુ ઘરે જ બનેલી હોય તો સ્વાસ્થ્ય માટે પણ સારી રહે.
💁 સાંભળીને જ આશ્ચર્ય થશે કે ભાઈ વધેલી રોટલીમાંથી પાણીપૂરીની પૂરી કંઈ રીતે બની શકે. પરંતુ મિત્રો તમે અમારી આ રેસેપી વાંચશો અને તેને એક વાર ઘરે બનાવશો એટલે તમને વિશ્વાસ આવી જાશે કે ખરેખર બચેલી રોટલીમાંથી પાણીપૂરીની પૂરી બનાવી શકાય છે. અને એ પણ બજારમાં મળતી હોય તેવીજ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી, સ્વાદ તો લાજવાબ ખરો જ પાછો. મિત્રો એક વાર તમે આ પાણીપૂરીની પૂરી બનાવશો ત્યાર બાદ કદાચ તમે બહારથી પૂરી લાવવાનું બંધ કરી દેશો. તો હવે ક્યારેય પણ ઘરમાં કોઈને પાણીપૂરી ખાવાનું મન થાય તો બજારમાંથી પૂરી લાવવાની જરૂર નથી. પરંતુ તમે ઘરે જ વધેલી રોટલીનો સારો ઉપયોગ કરીને સરસ ટેસ્ટી અને કડક પાણીપૂરી બનાવી શકો છો.
👩🍳 વધેલી રોટલીમાંથી પાણીપૂરીની પૂરી બનાવવા માટે જોઈતી સામગ્રી:- 👩🍳
🍪 ત્રણ વાસી રોટલી, 🥄 ત્રણ ચમચી રવો, 🥄 મીઠું સ્વાદ અનુસાર, 🥄 અડધી ચમચી ખાવાના સોડા, 🥄 એક ચમચી તેલ, 🥄 ગરમ પાણી જરૂરીયાત મૂજબ, 🥄 તેલ તળવા માટે,
👩🍳 વધેલી રોટલીમાંથી પાણીપૂરીની પૂરી બનાવવાની રીત:- 👩🍳
🍪 સૌથી પહેલા બધી રોટલી સેંકી લો. રોટલી પેન પર કપડાની મદદથી દબાવીને એકદમ કડક શેકી લેવાની છે. ગેસનો તાપ ધીમો રાખવાનો છે.
🍪 રોટલી શેકાઈ ગયા બાદ તેના કટકા કરી લો. 🍪 હવે રોટલીના કટકા મીક્ષ્યરમાં નાખી દો અને તેમાં રવો, મીઠું અને ખાવાના સોડા ઉમેરી દો.
🍪 હવે બધું પીસીને તેનો પાવડર બનાવી લો. 🍪 હવે તે પીસાઈ જાય ત્યાર બાદ તેને આંક વડે ચાળી લો. (તમને લોટનો કલર વધારે બ્રાઉન લાગે તો તમે એક ચમચી મેંદાનો લોટ પણ નાખી શકો છો.)
🥣 હવે તે બરાબર તૈયાર છે લોટ બાંધવા માટે. 🥣 લોટ બાંધવા માટે સૌથી પહેલા તેમાં એક ચમચી તેલ નાખી દો અને તેલને લોટમાં બરાબર હલાવીને મિક્સ કરી દો.
🥣 હવે જરૂરીયાત મૂજબ થોડું થોડું પાણી ઉમેરતા જાઓ અને લોટ બાંધી લો. 🥣 મિત્રો લોટ થોડો કઠણ રાખવાનો છે.લોટ બંધાઈ જાય ત્યાર બાદ તેને દસ મિનીટ સુધી રાખી મૂકો.
🥣 હવે તમારો લોટ બહુ કઠણ પણ નહિ અને બહુ ઢીલો પણ નહિ તેવો માધ્યમ થઇ જશે તે પૂરી બનાવવા માટે નો પરફેક્ટ લોટ બંધાયેલો છે.
🥟 હવે તેની એકદમ નાની લૂઈ બનાવી પૂરી વણી લો. મિત્રો તમે એક એક પૂરી પણ વણી શકો અને એક સાથે મોટી રોટલી બનાવી તેમાં ગ્લાસથી પૂરી પાડી તે રીતે પણ બનાવી શકો છો.
🥟 હવે પૂરી વણાય જાય ત્યાર બાદ એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ એકદમ ગરમ થઇ જાય ત્યાર બાદ તેમાં પૂરી નાખી દો. પૂરી નાખ્યા બાદ પૂરી ફુલાઈ જશે એટલે ગેસ થોડો ધીમો કરી દો અને પૂરીને બ્રાઉન થવા દો. મિત્રો તેને ઉલ્ટાવતા સૂલટાવતા રેહવાનું છે જેથી પૂરી એકદમ બધી બાજુથી સરસ તળાય જાય.
🥟 હવે તેને ઉતારી લો અને બીજી પૂરી તળવા માટે નાખો. મિત્રો ખાસ ધ્યાન રાખવું કે જ્યારે તમે પૂરી નાખો ત્યારે ગેસનો તાપ વધારે રાખવાનો છે. જેથી બધી જ પૂરી એકદમ સરસ બનશે.
🥟 હવે તમે જોશો કે વધેલી રોટલીમાંથી પૂરી બનીને તૈયાર થઇ ગઈ છે. અને એકદમ બજાર જેવી જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી. વધારે સમજવા માટે નીચે આપેલો વિડીયો જોજો..
🥟 તો મિત્રો આ રીતે ખૂબ જ ઓછી સામગ્રીમાં અને ખૂબ જ સરળતાથી બજાર જેવી પાણીપૂરીનો સ્વાદ ઘરે જ લઇ શકો છો. હવે તમે તેમાં મસાલો અને પાણી બનાવી ઘરે જ બનાવી શકો છો અને આ પૂરીમાં ભરીને પાણીપૂરીની મજા ઘરે જ લઇ શકો છો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
All recipes are v.good and it is helpful to me.