ભલે તમે નોકરી કરતા હોય પણ પગારના આ રીતે ભાગ પાડો, ચોક્કસ થોડા વર્ષોમાં બનશો ધનવાન.

આજના સમયમાં દરેક લોકોને ધનિક અને અમીર બની જવું છે, પરંતુ જેટલું સરળ વિચારીએ એટલું સરળ નથી હોતું. પરંતુ જો અમુક ફોર્મ્યુલા અપનાવવામાં આવે તો થોડા વર્ષોમાં પ્રગતિ કરી શકાય છે. તો આજે અમે તમને એ ફોર્મ્યુલા વિશે જણાવશું, માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. આ લેખમાં અમે તમને જણાવશું કે, તમે થોડા વર્ષની અંદર કેવી રીતે પૈસા જમા કરીને અમીર બની શકાય.

મિત્રો આ એક મની મેનેજમેન્ટનો વિષય છે. તેના વિશે દરેકને જાણકારી હોવી જરૂરી છે, પરંતુ આપણે ત્યાં શિક્ષણની સિસ્ટમ એવી છે કે, પૈસા બનાવતા ખુબ જ શીખવે છે, પરંતુ પૈસાને મેનેજ કરવા તેના વિશે કોઈ પણ સ્કુલ કે કોલેજ શીખવતું નથી. તો આજે અમે તમને આ લેખમાં એવી જ સિસ્ટમ વિશે જણાવશું. તો ચાલો જાણીએ એવા પાંચ ફોર્મ્યુલા વિશે.

> જો તમે નોકરી કરતા હો અથવા બિઝનેસ કરતા હો, તો સેલેરી અથવા નફામાંથી 50% પૈસા પોતાની જરૂરિયાત માટે એક તરફ કરી દો. જેમ કે ખાવા-પીવા, પાણીનું બીલ, વીજળીનું બીલ અને સામાન્ય ઘર ખર્ચ માટે પૈસા અલગ કરી દો.

> નફા માંથી ઘર ખર્ચ માટે 50% ભાગ કાઢી કાઢ્યા બાદ નફાનો 50% બીજો ભાગ બચે છે. તેમાંથી 10% ભાગને અલગ રાખો, અને આપાતકાલીન ફંડ (એટલે કે ઈમરજન્સી જરૂરિયાત ઉભી થાય એ માટે) અલગ મૂકી દો. આ 10% રકમને ત્યારે જ ઉપયોગમાં લેવાની જ્યારે ખુબ જ વિકટ અને વિષમ પરિસ્થિતિ ઉભી થાય. એટલું યાદ રાખવાનું કે આ પૈસા એટલા હોવા જોઈએ કે, જો નોકરી અથવા બિઝનેસ બંધ થઈ જાય તો પણ તમે 6 મહિના સુધી પોતાનો ખર્ચ ઉઠાવી શકો. 50% ઘર માટેની રકમ અને 10% રકમ ઈમરજન્સી ખર્ચ માટે મૂકી દેવામાં આવે એટલે તમારા સેલેરી અથવા નફામાંથી 60% ખર્ચ ઉપયોગમાં આવી જાય.

> 10% એન્જોય ફંડ માટે. એટલે કે 10% તમારી મોજ-મસ્તી માટે રાખો. એ પૈસાથી તમે તમારા જીવનમાં આનંદ કરવા માટે ઉપયોગમાં લો. કેમ કે જિંદગીને આનંદથી જીવવી પણ જરૂરી છે. જેનાથી તમે તમારા જીવનમાં પ્રફુલ્લિત થઈ શકો.

> આ મુદ્દો એવો છે જેમાં ઘણા લોકો વિશ્વાસ કરતા હોય, ન કરતા હોય. આ મુદ્દામાં એવું છે કે, 10% ફંડ દાન કરવું જોઈએ. 10% ફંડથી તમે કોઈને દાન કરો, કોઈની મદદ કરો. મદદ દ્વારા સામેની  થોડી વાર ખુશી , પરંતુ તમને ખુબ જ લાંબા સમય સુધી ખુશી મળતી રહેશે. એ ખુશી તમને આખી જિંદગી સુધી મળતી. પરંતુ તમે જેટલું દાન કરશો તેનાથી લગભગ ઘણું વધારે કુદરત આપશે.

> 50% ઘર ખર્ચ, 10% ઈમરજન્સી ખર્ચ માટે, 10% એન્જોય ફંડ માટે, 10% દાન કરવા માટે. તમારા નફા કે નોકરીની સેલેરીમાંથી 80% ઇન્કમનો ઉપયોગ થઈ જશે. હવે બચ્યા 20%. આ 20% ને તમારે ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં નાખો. આ પાર્ટ ખુબ જ જરૂરી છે. આ 20% રકમને તમે કોઈ પણ  ઇન્વેસ્ટમેન્ટમાં લગાવી શકો , જેમ કે સોનું , મ્યુચ્યુઅલ ફંડમાં મુકો  જગ્યાઓ  તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. જે તમને એક  ધનિક સાબિત કરશે. આ પદ્ધતિ પ્રમાણે ચાલવામાં આવે તો તમે નિવૃત્તિના સમયે આર્થિક રીતે ચિંતા મુક્ત રહી શકો.

જો આ પદ્ધતિ અનુસાર ચાલવામાં આવે અને સતત ફોલો કરવામાં આવે તો તમારી સેલેરી કે નફો ગમે એટલો હોય, તમને ધનિક બનવા માટે ખુબ જ  ઉપયોગી થશે. કેમ કે આ પદ્ધતિ તમારા વધારાના ખર્ચને પણ બંધ કરી દેશે અને તમને ધનિક બનાવવા માટે પણ કારગર સાબિત થશે.

Leave a Comment