શું વરસાદનું પાણી પીવું હિતાવહ છે? જાણો વરસાદનું પાણી પીવું એ નુકશાનકારક છે કે નહિ?

ઉનાળો વિદાય થઈ ગયો છે અને હવે ચોમાસું પણ પ્રસરી ગયું છે. તો હાલ લગભગ ખેડૂતો સહિત દરેક લોકો આનંદ અનુભવતા હશે. કેમ કે વરસાદ થવાથી દરેક વસ્તુમાં રાહત અનુભવાય છે. તો નદીઓ અને તળાવોમાં પણ નવા નિર આવશે. પરંતુ ઘણા લોકો વરસાદના પાણીને સ્ટોરેજ કરતા હોય છે. ઘરમાં જ ભૂગર્ભમાં ટાંકો બનાવીને તેમાં વરસાદના પાણીને પીવા માટે સંગ્રહ કરતા હોય છે. તો આજે અમે તમને આ લેખમાં જણાવશુંવરસાદના પાણીને પીવું જોઈએ કે ન પીવું જોઈએ. જો તમને પણ આ પ્રશ્ન ઉદ્દભવતો હોય તો આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

જો તમને એવું લાગતું હોય કે વરસાદનું પાણી ખુબ શુદ્ધ હોય છે, તો તમને જણાવી દઈએ કે વરસાદનું પાણી તમે સમજો છો એટલું શુદ્ધ નથી હોતું. આમ તો આકાશમાં વાદળા ત્યારે બને છે જ્યારે પૃથ્વી પરનું પાણી વરાળ બને. ત્યારે આકાશમાં ઉંચાઈ વધારે હોવાથી વધુ ઠંડી હોય છે તેના કારણે ફરીવાર તે વરાળ પાણીમાં બદલે છે અને પૃથ્વી પર વરસાદ બનીને આવે છે.

આપણને એવું લાગે છે કે પાણી પૃથ્વીથી ઉપર વાદળોમાં જાય છે, તેથી વાદળ અને વરસાદમાં શુદ્ધ પાણી હોવું જોઈએ. પરંતુ તેવું નથી. કારણ કે વૈજ્ઞાનિકોએ રીસર્ચ કર્યું છે કે, વાદળના પાણી અને વરસાદના પાણીમાં અલગ અલગ માત્રામાં ઘણા પ્રકારના રસાયણો જેવા કે ક્લોરીન, સોડીયમ, પોટેશિયમ, અમોનિયા અને અલ્મ હોય છે. આ વિશે વધુ વાત કરીએ તો, આ રસાયણ અને અમ્લની માત્રા જે જગ્યા પર વરસાદ થઈ રહ્યો છે, તે જગ્યાના વાયુમંડળમાં રહેલ પ્રદુષણ પર આધારિત છે. એટલે કે વાયુમંડળમાં જો પ્રદુષણ વધારે હશે તો તે પાણી પીવા લાયક ન ગણી શકાય.

એમ કહી શકીએ કે, વાદળના કણમાં ભલે H2O (પાણી) થી ન બનેલા હોય, પરંતુ જો તેમાં અન્ય પદાર્થોનું સ્તર ઓછું હશે તો તે પીવા લાયક પાણીની જેમ સાધારણ પાણી કરતા વધુ સુરક્ષિત હશે. જે જગ્યા પર વરસાદ થઈ રહ્યો છે તે જગ્યા વધુ પ્રદુષિત હોય અને ત્યાં વરસાદ થાય તો તે પાણીમાં ધૂળ, ધુમાડાના કણો તેમજ અન્ય રસાયણ મિશ્રિત થઈને તે પાણી પૃથ્વી પર પડશે. માટે તે પાણી અશુદ્ધ હોય છે. ઘણી વખત જ્યાં ખુબ વધુ વાયુ પ્રદુષણ છે, ત્યાં વરસાદ થાય છે પરંતુ તેને રસાયણિક વરસાદ કહેવાય છે. આવો વરસાદ દિલ્હીના બનેલા સંગેમરમરના તાજમહેલને ધીમે ધીમે ખાઈ રહ્યો છે.

તેથી જ તમે જો કોઈ પ્રદુષણ વાળી જગ્યા પર રહેતા હો, તો વરસાદનું સીધું પાણી પીવું હિતાવહ નથી. અને એવું પણ કહેવાય છે કે, પહેલાં વરસાદમાં ન્હાવું કે તેનું પાણી પીવું હિતાવહ નથી, કારણ કે પહેલાં વરસાદમાં ધૂળના રજકણ વધુ હોય છે. માટે હંમેશા બે-ત્રણ વરસાદ થઈ ગયા પછી જ વરસાદના પાણીને પીવું જોઈએ. આપણે વરસાદનું પાણી પીવું જોઈએ, પરંતુ તે પાણી શુદ્ધ હોવું જોઈએ, તેમજ પ્રદુષણ રહિત હોવું જોઈએ. આમ તો વરસાદનું પાણી પીવાથી ઘણા ફાયદા પણ થાય છે. પરંતુ તે પાણીનું શુદ્ધ હોવું ખુબ જ આવશ્યક છે. વરસાદના પાણીથી ન્હાવામાં આવે તો સ્વાસ્થ્ય સુધરે છે, ચામડી પર જો ફોડલીઓ થઈ હોય તો એ પણ દુર થાય છે.

તો, મિત્રો જો તમારા આસપાસનું વાતાવરણ પ્રદુષણ રહિત હોય તો તમે વરસાદનું પાણી પીય શકો છો. માટે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ વાતાવરણ શુદ્ધ હોવું જરૂરી છે.

Leave a Comment