રાત્રે સુતા પહેલા આટલું કરો પછી તમે આરામ થી સુઈ જાઓ આપો આપ થશે વિચારેલા કામ .

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🤷‍♂️ રાત્રે સૂતા પહેલા આટલું કરો અને પછી જૂઓ થશે બધું તમારા વિચાર્યા પ્રમાણે.. 🤷‍♂️

Image Source :

💁 આજનો અમારો આ લેખ દરેક વ્યક્તિના જીવનને બદલાવી શકે છે. શું મિત્રો તમે કંટાળી ગયા છો તમારી સમસ્યાઓથી શું તમને એવું લાગે છે અથવા તો એવું કહેવામાં આવે છે કે તમે આ ન કરી શકો, પેલું ન કરી શકો, તો આ આર્ટીકલ ખાસ વાંચવો. કારણ કે આજનો અમારો આ લેખ  વાંચીને જો તમે તમારા જીવનમાં આચરણ કરશો તો અમને એવું નથી લાગતું કે તમારા માટે તમારા સપનાઓ અશક્ય બની રહે.

💁 મિત્રો આપને આગળ ના લેખમાં જાણી ગયા કે આપણા  મગજના મુખ્યત્વે ત્રણ લેવલ હોઈ છે. 1) Conscious mind,  2) Sub Conscious,  3)Unconscious mind. તો મિત્રો આ ત્રણેય લેવલમાંથી વધારે તાકતવર  અને મહત્વનું છે આપણું Sub Conscious. એટલે કે અર્ધ ચેતન અવસ્થા એટલે કે અર્ધ જાગૃત અવસ્થા. જો મિત્રો તેને વધારે શક્તિશાળી બનાવવામાં આવે તો તમે દુનિયામાં કંઈ પણ વસ્તુ મેળવી શકો છો. તમારી ઈચ્છા પ્રમાણેની સફળતાને પ્રાપ્ત કરી શકો છો અને તે પણ ખૂબ જ ઓછા સમયમાં તમે તેને પ્રાપ્ત કરી શકો છો.

Image Source :

💁 મિત્રો તમને એવો વિચાર ક્યારે આવ્યો કે આપણું Sub Conscious mind સૌથી વધારે પાવરફુલ ક્યારે હોય છે ?  શું કરીએ તો તે Sub Conscious mind નો પાવર એટલે કે શક્તિ વધારી શકીએ તો તેના માટે અમારો આં લેખ વાંચો.

🧠 મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે આપણું Sub Conscious mind સૌથી વધારે પાવરફુલ રાત્રે સૂતા પહેલા હોય છે. તો તે સમયે તમારા મગજને તમે જે સૂચના આપશો તેજ તમારા જીવનમાં થવા લાગશે. મિત્રો આપણે સાંભળ્યું હશે કે આપણે દિવસ દરમિયાન હંમેશા પોઝીટીવ એટલે કે સકારાત્મક વિચારો જ કરવા જોઈએ. પરંતુ મિત્રો જો તમે રાત્રે સૂતા પહેલા પાંચ મિનીટ જે કંઈ પણ સકારાત્મક વિચારો તેની આખા દિવસ કરતા વિચારેલું હોય તેના કરતા પણ વધારે અસર થાય છે.

🧠 મિત્રો માની લો કે તમે દિવસ દરમિયાન ખૂબ જ પોઝીટીવ વિચાર્યું પરંતુ રાત્રે સૂતા પહેલા નકારાત્મક વિચાર્યું તો પછી જે દિવસ દરમિયાન જે પોઝીટીવ  વિચાર્યું છે તેનો કંઈ જ ફાયદો થતો નથી. પરંતુ તેનાથી ઉંધી પરિસ્થિતિ જોઈએ તો તમારો આખો દિવસ બેકાર ગયો. પરંતુ રાત્રે સૂતા પહેલા પાંચ મિનીટ તમે ખૂબ જ સકારાત્મક વિચાર્યું તો તે તમારો દિવસ બદલી નાખશે તેનાથી તેણે જે વિચાર્યું હશે તે મેળવી શકશો.

Image Source :

🧠 મિત્રો આપણે બધા શું કરીએ છીએ તો કે આપણે રોજ રાત્રે સૂતા પહેલા તે પાંચ મિનીટમાં બધી નકારાત્મક વાતો અને ઘટનાઓ યાદ કરીએ છીએ કોઈએ કંઈ દુઃખ પહોંચાડ્યું હોય કે પછી કંઈ સમસ્યા આવી હોય વગેરે વગેરે. મિત્રો તેમાં આપણો કોઈ વાંક નથી પણ આપણા મગજનો નેચર જ  એ પ્રકારનો છે આપણી આસપાસનું વાતાવરણ અને સમાજ જ એ પ્રકારનો છે જેના કારણે આપણું મગજ રાત્રે સૂતા પહેલા બધી નેગેટીવ વાતો યાદ કરે છે. તો તમને એમ થાય કે તો રાત્રે સૂતા પહેલા પાંચ મિનીટ એવું શું કરવું કે તમારી જિંદગી બદલાય જાય.

💁 રાત્રે સૂતા પહેલા આટલું કરો :

🧠 તો મિત્રો તેના માટે તમારે કોઈ શારીરિક શ્રમ કરવાની જરૂર નથી ત્યારે માત્ર તમારી વિચારોની દિશા બદલવાની છે. તમે અત્યાર સુધી નકારાત્મક વિચારતા આવ્યા હોય તો તમારે હવે રાત્રે પોઝીટીવ વિચારવાનું ચાલુ કરી દેવું જોઈએ. તમારે તે દરેક વસ્તુનું વિઝ્યુલાઈજેશન કરવું જે તમે મેળવવા માંગો છો.

🧠 તમે સીધા આરામથી સુઈ જાવ અને તમે જે પ્રાપ્ત કરવા માંગો છો તેનું વિઝ્યુલાઈજેશન કરો. ત્યાં સુધી કરો જ્યાં સુધી તમને ઊંઘ ન આવી. આ રીતે સતત તમે આ પોઝીટીવ  વિઝ્યુલાઈજેશન કરવા લાગો ત્યારે તમારું મગજ એકદમ શાંત થઇ જાય છે. અને તે કરવા માટે સક્રિય થઇ જાય છે. આવું કરવાથી ખરેખર તમને તે બધી વસ્તુઓ પ્રાપ્ત થશે જેને તમે રોજ રાત્રે સૂતા પહેલા વિઝ્યુંલાઈઝ કરો છો.

🧠 Sub Conscious mind આ સકારાત્મક વિચારો અને વિઝ્યુલાઈજેશન પર કઈ રીતે કામ કરે છે :🧠 

Image Source :

🧠 મિત્રો આ વાત તમને ખૂબ જ નાની લાગતી હશે પરંતુ ખરેખર આ વાત તમારી જીંદગી બદલી શકે છે. ચાલો જાણીએ કઈ રીતે. એક તો રાત્રે સૂતા પહેલા આગળ કીધું તે પ્રમાણે આપણું Sub Conscious mind વધારે અસરકારક સાબિત થાય છે. એટલે કે તમે જ્યારે જેવું વિચારો છો તેવું તે સ્વીકારી લે છે અને તેને મેળવવા માટે કામ પર લાગી જાય છે.

🧠 પરંતુ મિત્રો જે વસ્તુ શક્તિ શાળી હોય ને તેની કંઈક નબળાઈ પણ હોય છે. પરંતુ મિત્રો તેનાથી ગભરાવાની જરૂર નથી તે આપણા કંટ્રોલમાં છે. મિત્રો આપણું Sub Conscious mind રીયલ વિચારો છે કે નહિ તેને ઓળખી શકતું નથી. માટે તમે જે કંઈ પણ વિચારો છો પછી તે રીયલ હોય કે ન હોય તે સાચું માની બેસે છે. અને તેના પર કામ કરવાનું ચાલુ કરી દે છે તમે કોઈ નકારાત્મક બાબત વિચારો તમે વિચારો કે કાલે મારી સાથે સારું નહિ થાય તો તે માની લે છે. પછી સાચું હોય કે ન હોય અને તમે સૂતા પહેલા કંઈ સકારાત્મક વિચારો કે ન કાલે તો આ થઈ જ જશે પછી તે અશક્ય હોય તો પણ કોઈ પણ રીતે તમારું Sub Conscious mind તેને પ્રાપ્ત કરવા માટે સક્ષમ બની જશે.

Image Source :

🧠 તો મિત્રો આજથી રાત્રે સૂતા પહેલા હંમેશા સારી સારી વસ્તુઓ વિચારો અને મને તો આજે દુઃખી કરી અને મારે તો આ ભૂલ થઇ ગઈ તેવું વિચારો તેના કરતા કાલે હું જે કરવા જઈશ તે બધું બરાબર થઇ જશે. તેમજ તમે જે મેળવવા માંગો છો તેને સતત વિચારતા રહો કે તે તમારી પાસે આવી જાશે એટલે ઓટોમેટીકલી તમારું Sub Conscious mind તેને માની લેશે અને એક દિવસ તે તમને મળીને જ રહેશે પછી તે સફળતા હોય કોઈ વસ્તુ હોય કે કોઈ વ્યક્તિ હોય.

🧠 તો મિત્રો આજે જ તમે આ પ્રયોગ કરજો અને પછી જણાવજો કે તમને તેનું પરિણામ શું મળે છે. આજે તમે દુઃખી થવાને બદલે સુતા પહેલા તમારે કાલે જે કાર્યો કરવાના છે તેનું સકારાત્મક વિઝ્યુલાઈજેશન કરજો અને પછી જો જો કે સવારે ઉઠ્યા પછી તમારો દિવસ કેવો જાય છે. અને હા પાછા અમારા ફેસબુક પેજ પર કોમેન્ટ કરીને કેહ્જો કે કેવો અનુભવ થયો.

(NEXT PART) આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો (નીચે ફોટો આપ્યો છે )આ ઓપ્શન શરુ કરશો એટલે તમને તરત અપડેટ મળશે. 

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

Image Source: Google

 

4 thoughts on “રાત્રે સુતા પહેલા આટલું કરો પછી તમે આરામ થી સુઈ જાઓ આપો આપ થશે વિચારેલા કામ .”

Leave a Comment