સવાર ની આ ૧૦ મિનીટ ની લાલચ કરે છે આપડી આખી લાઈફ બરબાદ … આ ટેવ થી છુટકારો મેળવવા આટલું કરો

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

⏰ મિત્રો આપણે બધા રોજ વહેલા ઉઠવા માટે કોશિશ કરતા હોઈએ છીએ પરંતુ તે હંમેશા વ્યર્થ જ જાય છે. પરંતુ આજે આપણે જાણીશું કે આલાર્મથી જાગવા માટેનું સ્નુઝ દબાવવાથી આપણા જીવનમાં તે કંઈ રીતે ઈફેક્ટ કરે છે. આ રીચર્સ UK ના ડેઈલી  ટેલીગ્રાફ નામના એક મેગેઝીન દ્વારા કરવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ તેના વિશે વિસ્તારથી.Image Source :

⏰ આપણો આલાર્મ વાગે એટલે તરત જ સ્નુઝનું બટન દબાવીને આપણે સુઈ જઈએ છીએ. દસ મિનીટ પછી પાછો તે આલાર્મ વાગે છે. આ વખતે આપણે વધારે કડક થઇ જઈએ છીએ અને પાછુ સ્નુઝનું બટન દબાવી દઈએ છીએ. હવે આપણે એ વિચારવાનું છે કે આ 10 – 10 મિનીટની ઊંઘથી આપણને શું ફાયદો થાય છે, કે પછી થાકેલા જ ઉઠીએ છીએ અને કામ પર જવામાં લેટ જ થઇ ગયા હોઈએ. અને ત્યાં પણ આપણને સ્વાભાવિક પણે ઊંઘ જ આવતી હોય છે.

⏰ હવે આપણે જઈએ થોડા ફલેશબેકમાં જ્યારે મોબાઈલ અને આલાર્મ ન હતા ત્યારે પણ લોકો સમયસર ઉઠી જતા હતા. કેમ કે આપણા શરીરમાં ઘણા બધા કેમિકલ મેકેનીઝમ હોય છે. જે આપણને સુવામાં પણ મદદ કરે છે અને ઉઠવામાં પણ મદદગાર થાય છે. કુદરતી રીતે આપણા જગ્યા પહેલા જ આપણું શરીર આપણને પ્રિપેર કરે છે. આપણા શરીરનું બોડી ટેમ્પરેચર વધી જાય છે, શરીરમાંથી ઊંઘ ઓછી થઇ જાય છે. અને ડોપામીનો કોર્ટીસોલ હોર્મોન્સ રીલીઝ થાય છે. જે આપણને દિવસની શરૂઆત કરવાની એનર્જી આપે છે.Image Source :

⏰ હવે આપણે પાછા આલાર્મ પર આવીએ. આલાર્મનો પ્રોબ્લેમ એ છે કે આલાર્મ આપણી સ્લીપ સાઈકલને ઇન્ટ્રરપ કરે છે અને તે પછી કટ કરી નાખે છે. ખાસ કરીને ત્યારે જ્યારે આપણી ઉઠવાનું શીડ્યુલ રેગ્યુલર ન હોય. આલાર્મ તો બંધ થઇ જાય છે પરંતુ આપણું શરીર ઉઠવા માટે તૈયાર નથી હોતું. આ રીતે થાકી જવાના પ્રોબ્લેમને ઊંઘની જડતા કહેવાય છે. ઊંઘની જડતા ગમે તેટલું મજબુત તે આપણી ઊંઘ ક્યાં લેવલ પર હોય છે તેના પર નિર્ભર હોય છે. જેટલી વધારે ઘેરી ઊંઘ હોય એટલી જ વધારે ઊંઘની જડતા હોય છે.

⏰ હવે આપણે વાત કરીએ સ્નુઝીંગ વિશે. આલાર્મને સ્નુઝ કરવાથી આપણું શરીર સ્લીપ સાઈકલને રીસ્ટાર્ટ કરી દે છે. અને આપણું શરીર વધારે ઘેરી ઊંઘમાં ચાલ્યું જાય છે. તો ઉઠવા માટે આપણું શરીર પ્રિપેર થવાને બદલે આપણું શરીર ઓપોઝીટ ડાયરેકશનમાં ચાલ્યું જાય છે. અને પછી વાગે છે બીજો આલાર્મ. અને તે આપણને વધારે થાક મહેસુસ કરાવે છે. અને આપણે આલાર્મને ફરી વાર સ્નુઝ પર રાખી દઈએ છીએ. અને પછી આ ખતરનાક ઉલટીસીધી સ્લીપ સાઈકલ દરરોજ ચાલ્યા જ કરે છે.Image Source :

⏰ હવે આપણે આ ટેવથી છુટકારો મેળવવા માટે શું કરવું જોઈએ તેના બે રસ્તા છે.

⏰ સૌથી સીધો રસ્તો તો એ છે કે પહેલા તો આપણો આલાર્મ જ થોડો લેટ સેટ કરો. માની લ્યો કે આપણે સવારે 6 વાગ્યાનો આલાર્મ લગાવ્યો છે. જ્યારે તે વાગે ત્યારે આપણે તેને સ્નુઝ પર રાખી દઈએ છીએ. દરેક વખતે આવું કરવાથી આપણે 6:30 પર ઉઠીએ છીએ. તો આપણે ખરેખર આલાર્મને 6:30 નો જ સેટ કરવો જોઈએ. તેનાથી આપણે એક જ સાથે તરત જ ઉઠી જઈએ છીએ. આપણે ત્યારે  વધારે તકલીફ ભોગવવી નથી પડતી અને જલ્દીથી ઉઠી જઈએ છીએ.Image Source :

⏰ બીજો ખુબ જ અસરકારક રસ્તો એ છે કે રોજ એક સમયે ઉઠાવાની ટેવ પાડો. કેમ કે આપણા શરીરને એક સરખું સમાંતર રહેવું પસંદ છે. એક વાર જો આપણા શીડ્યુલ પ્રમાણે શરીર ઉઠી જાય તો તે એક જ સમયે ઉઠી જાય છે પછી તે અઠવાડિયાનો કોઈ પણ દિવસ હોય. આ પ્રયોગને કરવાથી થોડા જ સમયમાં આપણું શરીર એક સમયે ઉઠવા માટે સક્ષમ થઇ જશે અને પછી આપણા શરીરને આલાર્મની જરૂર નહિ પડે. અને જો તો પણ આપણે થોડા થાકેલા ઉઠીએ છીએતો તે થકાનથી લડવાની કોશિશ કરવી જોઈએ. ઊંઘની જડતા કેટલી પણ સ્ટ્રોંગ હોય આપણો આલાર્મ વાગે તો આપણે ઉઠી જ જઈએ છીએ. તેને સ્નુઝ પર બને ત્યાં સુધી ન રાખવો જોઈએ.

⏰ હવે આપણે જોઈએ કે આલાર્મને સ્નુઝ પર રાખીએ કે ન રાખીએ આપણે થાકેલા રહેવાનું કારણ હોય છે આપણે લેટ નાઈટ સુધી જાગતા હોઈએ તે. તો વારંવાર આલાર્મને સ્નુઝ કરવા કરતા આપણે ઉઠી જવું તે જ આપણા માટે ખુબ જ હિતકારક છે. જો આજે આપણે વહેલા સુવાની કોશિશ કરીશું તો આવતી કાલે આપણે જરૂર વહેલા ઉઠવાની પણ કોશિશ કરશું.Image Source :

⏰ આપણે બધા જાણીએ છીએ કે આપણે તૂટીફૂટી ઊંઘ કરીએ તેના કરતા બેટર છે કે આપણે એક જ આલાર્મ પર ઉઠી જઈએ. અને તૂટીફૂટી ઊંઘ આપણા શરીર પર ખુબ જ ખરાબ અસર કરે છે અને તે આખો દિવસ આપણા શરીરને થકાન મહેસુસ કરાવે છે. આપણે એક જ વિચાર કરતા હોઈએ છીએ કે ક્યારે આપણને પથારી મળે અને આપણે સુઈ જઈએ. પરંતુ જ્યારે આપણે સુવાનો સમય આવે ત્યારે આપણા હાથમાં મોબાઈલ આવી જાય છે. અને પછી પાછા આપણે ખુબ જ લેટ સુધી જાગીએ છીએ. અને સવારે પાછા આલાર્મને સ્નુઝ કરતા રહીએ છીએ અને આ રોજનો ક્રમ થઇ જાય છે.

⏰ એક અંગ્રેજીમાં કહેવત છે કે “YOU SNOOZE, YOU LOOSE”. અને હિન્દીમાં પણ કહેવાય છે કે “જો સોતા હે વો ખોતા હે”. એક કારણ એવું પણ આપણી પાસે હોય છે કે વહેલા ઉઠીને આપણે કરવું શું. અને જો વહેલા ઉઠી પણ જઈએ તો ઉઠીને કરવું શું ? તો આપણા જીવનમાં ઘણી બધી એવી એક્ટીવીટી રહેલી છે જે જીવનમાં આપણને આગળ લઇ જાય છે. જેમ કે બુક વાંચવી, કસરત કરવી કોઈ પ્રોડક્ટીવ કામ કરવું વગેરે ઘણા બધા કામો આપણને જીવનમાં ફાયદો કરે છે.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

Leave a Comment