પૈસા બચાવવા માટે આટલું કરો અપનાવો અમીર લોકો ના આ ૫ નિયમો

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💴 પેસા બચાવવા માટે આટલું કરો… 💴

💁 મિત્રો આજના યુગમાં હર કોઈ વ્યક્તિની ઈચ્છા હોય છે કે તે વધારેને વધારે મૂડી ભેગી કરી શકે. પણ બીજી બાજુ ઘણા એવા કારણો  છે કે જેના કારણે લોકો લાખ ઈચ્છવા છતાં પણ પેસા બચાવી નથી શકતા. કોઈને કોઈ રીતે તે પૈસા વપરાય જ જાય છે. તો મિત્રો જો તમે પણ પૈસાનો વ્યય અટકાવીને પૈસા બચાવવા માંગતા હોવ તો આ લેખ જરૂર વાંચજો. આમ તો આ લેખ દરેક વ્યક્તિએ વાંચવો જોઈએ કારણ કે ભવિષ્યમાં આવનારા સમય માટે આ વસ્તુઓ ખૂબ જ જરૂરી છે.

💴 આજે અમે તમને એવા પાંચ નિયમો વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેને અપનાવીને ખૂબ જ રીચ થઇ ગયા છે વોરેન બફેટ. હા મિત્રો વોરેન બફેટનું નામ સાંભાળતા જ આપણે એક વાર તેની સંપત્તિનો વિચાર અવશ્ય આવે તો મિત્રો તેને Money megnet તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે તે પૈસાને પોતાની તરફ ખેંચવાની કળા જાણે છે. બધા લોકોની ઈચ્છા કંઈક વોરેન બફેટ જેવી જ હોય છે. તો તમે પણ તેને આપેલા નિયમો અનુસરસો તેમજ આ રીતે મેનેજ કરશો તો તમે પણ બચાવી શકો છો પૈસા અને બની શકો છો અમીર. તો ચાલો શીખીએ વોરેનબફેટ પાસેથી તે પાંચ નિયમ જેમાં આપણે પૈસાદાર બનવામાં સફળ થઇ શકીએ છીએ.

🎮 પહેલો નિયમ છે કે Say no to toys. હા મિત્રો કારણ કે વોરેન બફેટનું એવું માનવું છે કે આપણે લગભગ ટોયસ એવા ખરીદીએ છીએ જેમાં પૈસાનો વ્યય જ  થાય છે. મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે વોરેન બફેટ ક્યારેય પોતાના પૈસા મોંઘી ગાડીઓ કે ઘડિયાળ જેવી વસ્તુઓમાં બરબાદ કરતા નથી. આ બધી જગ્યાએ પૈસા બગાડવાને કારણે બફેટ પોતાના પૈસાનું  રોકાણ સાચી જગ્યાએ કરવા માંગે છે. જેથી તે પૈસાની વેલ્યુ વધી શકે. તો મિત્રો આના પરથી એ શીખવાનું છે કે આપણે કોઈ પણ એવી લક્ઝરીયસ વસ્તુ ખરીદીએ તે પહેલા તેની જરૂર વિશે વિચારવું. જેમ કે તમે હજુ મોબાઈલ લીધો તેને એક વર્ષ થયું છે અને આ સમયે માર્કેટમાં નવો મોબાઈલ આવ્યો છે અને તે ખરીદવાનું તમને મન થાય છે. તો પહેલા વિચારો કે શું તે મોબાઈલ ખરેખર તમારા માટે જરૂરી છે. જો નહિ તમારું કામ જુના મોબાઈલથી પણ ચાલતું હોય તો તે ખરીદવાનું ટાળવું. આવું દરેક વસ્તુમાં જોવું મોંઘી ઘડિયાળથી લઈને મોંઘા ઘર સુધી.

🔖 બીજો નિયમ છે કે હંમેશા ડિસ્કાઉન્ટ માંગો. વોરન બફેટનું માનવું છે કે કોઈ પણ વસ્તુની કિંમત એ હોય છે જે આપણે ચૂકવીએ છીએ અને આપણને જે મળે છે તે તેની વેલ્યુ હોય છે એટલે કોઈ પણ ડીલ કરતી વખતે ધ્યાનમાં રાખવું કે કોઈ પણ વસ્તુની કિંમત કરતા તેની વેલ્યુ વધારે હોય. તમને જાણીને નવાઈ લાગશે કે આટલો પૈસાદાર વ્યક્તિ આજે પણ ડિસ્કાઉન્ટ કૂપન પરથી વસ્તુ લેતા શરમ અનુભાવતા નથી. તેમનું કહેવું છે તમે જો થોડા પૈસા બચાવો તો તે પૈસા કમાયા બરાબર જ ગણાય છે.

👨‍💼 ત્રીજો નિયમ છે તમારા આર્થિક નિર્ણયો ખૂબ જ બુદ્ધિ પૂર્વક લો. નિર્યણ લેતા પહેલા સમસ્યા વિશે વિચારી લેવું. જે આપણે નથી કરતા સામાન્ય રીતે અને પછી આપણે આપણા લીધેલા નિર્ણય પર પસ્તાવો થવા લાગે છે. વોરેન બફેટનું માનવું છે તેની સફળતા પાછળ એક આદત ખૂબ જ મહત્વની હતી અને તે હતી સમજી વિચારીને નિર્ણય લેવાની. તેમનું કહેવું છે કે તમારી સફળતા માટે જરૂરી છે સાચો નિર્યણ લેવો અને ખોટો નિર્ણય ક્યારેય ન લેવો. અને જ્યારે વાત આર્થિક નિર્ણયની હોય ત્યારે થોડી વાર માટે વિચારો કોઈ ઉતાવળ ન કરો. જો તમે પણ વોરેન બફેટની જેમ સફળતા મેળવવવા ઈચ્છો છો તો તમારા નિર્ણયો લેવામાં ઉતાવળ ન કરો, થોડો સમય લઇ સમજી વિચારીને જ નિર્ણય લો. અને તમે ક્યારેય પણ ઈમોશનમાં આવીને નિર્ણય લઇ રહ્યા છો તો તેના વિશે ખાસ વિચારવું કારણ કે પછી તમારે પસ્તાવું પડશે.

💵 ચોથો નિયમ છે કે પૈસા બચાવતા શીખો અને ક્યારેય દેણું ન થવા દો. મિત્રો બફેટનું માનવું છે કે લોકો નાની ઉંમરે પૈસા બચાવવાની આદત નથી રાખતા અને શોખ પાછળ ગાંડા થઈને પૈસા વેડફે છે. એટલું જ નહિ પરંતુ પોતાના શોખ પાછળ તેઓ ઉધારી પણ કરતા હોય છે. આમ છતાં પણ તેવા લોકોની એક ઈચ્છા હોય છે કે તે લોક પણ પૈસાદાર બનવા જ માંગતા હોય છે. પરંતુ મિત્રો તેના માટે નાનપણથી જ તમારે પૈસાની કિંમત સમજી તેને બચાવવાનું શરૂ કરવું જોઈએ. મિત્રો પહેલા પૈસા બચાવવા અને પછી જ તે પૈસામાંથી વસ્તુઓ ખરીદવી ક્યારેય ઉધારી ન કરવી જોઈએ.

💵 પાંચમો નિયમ છે કે જરૂરી વસ્તુ પર પણ વધારે બિનજરૂરી ખર્ચો ન કરવો. મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે તે આજે પણ એજ ઘરમાં રહે છે જે 60 વર્ષ જુનું છે. જો તે ઈચ્છે તો તે બધા કરતુ મોંઘુ અને કિંમતી ઘર બનાવીને તેમાં રહી શકે છે. પરંતુ તેણે તેવું ન કર્યું કારણ કે તે જાણે છે કે તે પૈસા ત્યાં બગાડવાની જગ્યાએ જો તેને કોઈ સારી જગ્યાએ રોકાણ કરવામાં આવે તો તેનાથી પૈસા વધારી શકાય છે.

🏛 મિત્રો તે જે ઘરમાં રહો છો તે તમારા માટે જો યોગ્ય હોય અને તેની EMI પણ પૂરી થઇ ગઈ હોય તો નવું મોટું ઘર લેવાની કોઈ જરૂર નથી પરંતુ તે પૈસાને એવી રીતે ઇન્વેસ્ટ કરો કે તે પૈસામાં વધારો થાય. કોઈ પાસે કોઈ મોંઘી વસ્તુ જોઇને તેની હરીફાઈ કરવાની ભૂલ ક્યારેય ન કરવી. તમે હંમેશા વિચારો કે કોઈ એવી વસ્તુ ખરીદો જેની કિંમત પણ ઓછી હોય અને તે તમારી જરૂરીયાત પણ સંતોષતી હોય છે. કોઈ વસ્તુની જરૂર હોય તો તરત જ ખરીદી લેવી પરંતુ તમે માત્ર શોખ માટે ખરીદો છો તો ન ખરીદવી.

🏛 આ પાંચ વાતોની સાથે એ પણ જરૂરી છે કે તમે હંમેશા શીખતા રહો. જેથી તમે તમારા પૈસાને સારી જગ્યાએ રોકી શકો. અને તેના માટે મિત્રો એક બૂક પણ છે તમે તેમાંથી પણ શીખી શકો કે કંઈ રીતે રોકાણ કરવું તેમાં તમને મદદ કરશે. the intelligent investor by Benjamin Graham મિત્રો પણ આપણે જાણીએ છીએ કે ઘણા લોકોને આટલી મોટી બુક્સ વાંચી તેને અનુસરવાનો સમય નથી હોતો. તો તમારે ગભરાવાની જરૂર નથી પરંતુ જોડાયેલા રહો અમારા સાથે અમે આવા મહત્વના લેખ શેર કરતા રહીશું અને તમારું જ્ઞાન વધારતા રહેશું.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 

3 thoughts on “પૈસા બચાવવા માટે આટલું કરો અપનાવો અમીર લોકો ના આ ૫ નિયમો”

Leave a Comment