સુદર્શન ચક્રનું અદ્દ્ભુત રહસ્ય | શું છે સુદર્શન ચક્ર | ભગવાન શ્રી કૃષ્ણ સિવાય આજ સુધી કોઈ નથી જાણી શક્યું આ રાઝને…

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

સુદર્શન ચક્રનું અદ્દ્ભુત રહસ્ય…… શું છે સુદર્શન ચક્ર….ભગવાન શ્રી કૃષ્ણ સિવાય આજ સુધી નથી જાણી શક્યું એ રાઝને…

આજે એક એવા પૌરાણિક રહસ્ય વિશે જણાવશું જેના વિશે આજ સુધી કોઈ નથી જાણી શક્યું. જી હા મિત્રો આજે અમે તમને સુદર્શન ચક્ર એટલે ભગવાન શ્રી કૃષ્ણના અસ્ત્ર વિશે જણાવશું. જેનો ભેદ આજ સુધી કોઈ શોધી નથી શક્યું. જાણો કઈ જગ્યા પર મૌજુદ છે ભગવાન શ્રી કૃષ્ણનું ચુદર્શન ચક્ર ? ક્યારે બહાર આવશે ?  તેના વિશે આપણા પુરાણોમાં પણ અલગ અલગ વર્ણન જોવા મળે છે. તો ચાલો જાણીએ શું છે સુદર્શન ચક્રનો ભેદ.

img source

સુદર્શન ચક્ર પૌરાણિક કાળનું એક એવું અસ્ત્ર હતું જે વિરોધીના દરેક વારને વિફળ કરી નાખતું હતું. આ અસ્ત્ર અભેદ હતું અને પોતાનું કાર્ય પૂર્ણ કર્યા પછી જ પાછું આવતું હતું. તો આજે અમે વાત કરવાના છીએ કે મહાભારત પછી સુદર્શન ચક્રનું શું થયું. અને અત્યારે એ સુદર્શન ચક્ર ક્યાં છે. આમ તો સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુનનું અસ્ત્ર હતું. આ અસ્ત્ર એક જ સાથે ઘણા બધા કાર્ય કરી શકતું હતું.

તેના નિર્માણ પાછળ પણ ઘણી બધી અલગ અલગ માન્યતાઓ આપણા ઘણા પુરાણો માંથી મળી આવે છે. શિવપુરાણ અનુસાર સુદર્શન ચક્રનું નિર્માણ ભગવાન શિવજી એ કર્યું હતું. અને ભગવાન વિષ્ણુને આ અસ્ત્ર સૃષ્ટિ સંચાલનના કાર્ય માટે આપવામાં આવ્યું હતું. અન્ય પુરાણોમાં પણ એ બતાવવામાં આવ્યું છે કે સુદર્શન ચક્રનું નિર્માણ વિશ્વકર્માએ કર્યું હતું. સૂર્યની અભેદ રાખથી તેણે ત્રણ વસ્તુનું નિર્માણ કર્યું. પુષ્પક વિમાન, ત્રિશુળ અને સુદર્શન ચક્ર.

img source

જ્યારે ઋગ્વેદમાં સુદર્શન ચક્રનું વર્ણન બિલકુલ અલગ રીતે કરવામાં આવ્યું છે. તેમાં સુદર્શન ચક્રને સમયનું ચક્ર બતાવવામાં આવ્યું છે. જે સમયને પણ બાંધી શકતું હતું. સુદર્શન ચક્રથી જ ભગવાન વિષ્ણુએ માતા સતીના પાર્થિવ શરીરના 51 ભાગ કર્યા હતા અને તે પાર્થિવ દેહના ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિ પીઠ સ્થપાઈ હતી. એટલે કે આજે પણ 51 શક્તિપીઠો ખુબ જ પ્રસિદ્ધ છે.

મહાભારત કાળમાં પણ સુદર્શન ચક્ર દ્વારા જ ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલનો વધ કર્યો હતો. મહાભારતમાં અર્જુને જ્યારે જયદ્રથને સૂર્ય અસ્ત થાય તેના પહેલા મારવાનું વચન લીધું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્રથી સૂર્યને ઢાંકી દીધો હતો.

પરંતુ મિત્રો ત્યાર બાદ સુદર્શન ચક્રનું કોઈ પણ વર્ણન નથી મળતું. તો હવે આપણને પ્રશ્ન થાય કે તો પછી ભગવાન શ્રી કૃષ્ણએ દેહ ત્યાગ કર્યો ત્યાર પછી સુદર્શન ચક્રનું શું થયું ? તેનો જવાબ આપણને ભવિષ્ય પુરાણમાંથી મળી આવે છે. તો ચાલો જાણીએ.

img source

ભવિષ્ય પુરાણમાં બતાવવામાં આવ્યું છે કે સુદર્શન ચક્રને ભગવાન વિષ્ણુ અથવા તેના અવતાર સિવાય કોઈ ધારણ કરી શકતું નથી અને ચલાવી પણ નથી શકતું. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દેહ ત્યાગ કર્યો ત્યારે સુદર્શન ચક્ર પણ ત્યાં જ પૃથ્વીમાં સમાય ગયું હતું.પરંતુ ભવિષ્યમાં જ્યારે કલ્કી અવતાર ધરતી પર જન્મ લેશે ત્યારે તે ફરી પૃથ્વીના ગર્ભમાંથી સુદર્શન ચક્રને ધારણ કરશે.  કલિયુગના અંત સમયે જ્યારે બુરાઈ તેના અંત સમય પર હશે ત્યારે ભગવાન હનુમાન અને પરશુરામ કલ્કી અવતાર સાથે આવશે અને તેણે પ્રશિક્ષણ આપશે. ત્યારે કલ્કી અવતાર સુદર્શન ચક્રને ધારણ કરીને તેનો ઉપયોગ કરશે. જેનાથી તે બુરાઈનો નાશ કરશે .

પરંતુ ઋગ્વેદમાં બતાવવામાં આવેલા સુદર્શન ચક્રનું વર્ણન જોઈએ તો સુદર્શન ચક્ર એવું અસ્ત્ર જ ન હતું જેવું આપણે બધા સમજીએ છીએ. તેમાં બતાવવામાં આવ્યું છે કે સુદર્શન ચક્ર સમયના ચક્ર તરીકે કહેવામાં આવ્યું છે. તેનો  ઉપયોગ થી ભગવાન વિષ્ણુ કરતા. સમયના અંતરાલનો ઉપયોગ કરીને તે કોઈ પણ વિરોધીની શક્તિ હીન કરી નાખતા.

img source

મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે અર્જુનને વિરાટ રૂપ દેખાડ્યું હતું. ત્યારે સુદર્શન ચક્રના ઉપયોગથી જ સમયને ભગવાને રોકી દીધો હતો. ત્યારે રોકાયેલા સમયે જ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ભગવદ્દ ગીત્તાનું જ્ઞાન આપ્યું હતું. જો આપણે ઋગ્વેદના જ્ઞાનથી સમજીએ તો એવું કહેવામાં આવ્યું છે કે સુદર્શન ચક્ર કોઈ ભૌતિક અસ્ત્ર હતું જ નહી. સુદર્શન ચક્ર સૃષ્ટિના સંચાલન માટેનું પૃથ્વીનું અભેદ ગુણ છે. જે હંમેશા તેની અને તેના અવતારો સાથે જ રહેશે.

તો આ હતું ભગવાન શ્રી કૃષ્ણના અસ્ત્ર સુદર્શન ચક્ર વિશેનું રહસ્ય.. આશા છે તમને કઈક નવું જાણવા મળ્યું હશે, તો કોમેન્ટ કરો -> જય શ્રી કૃષ્ણ…

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

1 thought on “સુદર્શન ચક્રનું અદ્દ્ભુત રહસ્ય | શું છે સુદર્શન ચક્ર | ભગવાન શ્રી કૃષ્ણ સિવાય આજ સુધી કોઈ નથી જાણી શક્યું આ રાઝને…”

  1. સુદર્શન અનુસંધાનનો આપનો પ્રયત્ન ઘણો જ સારો છે. ઈશ્વરના રહસ્યોને પામવા માટે સહુએ મંથન કરવું રહ્યું.

    ધન્યવાદ…
    વિક્રમ મહેતા

    Reply

Leave a Comment