લગ્નમાં હવે નહિ બગાડી શકાય જમવાનું અને નહિ બોલાવી શકાય વધારે મહેમાનોને… સરકારે બનાવ્યો છે આ નિયમ..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી?

લગ્નમાં હવે નહિ બગાડી શકાય જમવાનું અને નહિ બોલાવી શકાય વધારે મહેમાનોને… સરકાર દ્વારા લેવામાં આવશે આ ખાસ નિયમ.

મિત્રો આપને બધા જ જાણીએ છીએ કે આપણા સમાજમાં લગ્ન એટલે જીવનનું એક એવું પાસું છે અને જેમાંથી લગભગ દરેક વ્યક્તિ પસાર થવા માંગતો હોય છે. પરંતુ આપણા સમાજમાં હાલમાં જોઈએ છીએ કે ખુબ  જ ધામધૂમથી લગ્ન કરવામાં આવે છે અને ખુબ જ આલીશાન રીતે લગ્નો કરવાની ફેશન થઇ ગઈ છે. ખુબ જ મહેમાન હોય બધી જ બાજુ રોશનીઓ છલકતી હોય, ખુબ જ લોકો આવતા હોય. અને ખુશીનો માહોલ હોય.

પરંતુ સરકાર દ્વારા એક નિયમ બનાવામાં આવ્યો છે. જેના વિશે જાણીને દરેક વ્યક્તિ અચરજ પામી શકે છે. કેમ કે તે નિયમ દરેક વ્યક્તિને અમલ કરવો પડશે. તો ચાલો જાણીએ કે લગ્ન વિશે શું બનાવામાં આવ્યો છે સરકાર દ્વારા નિયમ.

હવે લગ્નોમાં વધારે મહેમાનોને આમંત્રિત નહિ કરી શકાય. કેમ કે હવે લગ્ન પ્રસંગમાં આવનાર મહેમાનોની યાદી પણ સરકાર દ્વારા જ નક્કી કરવામાં આવશે. કેટલા મહેમાનોને આમંત્રિત કરવા અને તેની સંખ્યા પણ પણ સરકાર જ નક્કી કરશે.

દિલ્લી સરકારે લગ્ન અને પાર્ટી વેન્યુને લઈને એક નવી ડ્રાફ્ટ પોલીસી બનાવી છે. દિલ્લીના કોઈ પણ ફાર્મહાઉસ, મોટેલ અથવા હોટેલમાં લગ્ન પ્રસંગમાં તમે કેટલા મહેમાનને બોલાવી શકો તેનો નિર્ણય વેન્યુના ફ્લોર એરિયા અને તેની પાર્કિંગ ક્ષમતાના આધારે નક્કી કરવામાં આવશે. જમણવારમાં પણ અમુક નિયમ બનાવામાં આવ્યા છે. તે પણ લાગુ પડે છે.

ફ્લોર એરિયાને 1.5  સ્ક્વેર મીટરથી વિભાજીત કરવામાં આવશે અને વેન્યુ જગ્યા પર ઉભી રહેનાર ગાડીઓની સંખ્યાને 4 થી ગુનાવામાં આવશે. જે આંકડો ઓછો આવશે તે સંખ્યામાં મહેમાનોને આમંત્રિત કરવામાં આવશે.

જો કોઈના લગ્નમાં વેન્યુ એરિયા 600 સ્ક્વેર મીટર હોય તો ત્યાં 400 લોકોની પરમીશન મળશે. જો પાર્કિંગની ક્ષમતા 100 કારની હોય તો 800 લોકોની વ્યવસ્થા લગ્ન સ્થળે કરવામાં આવે.  જેનું પાલન કોઈ પણ વ્યક્તિએ દિલ્લીમાં ચુસ્તપણે કરવું પડશે.

વધેલું જમવાનું ગરીબોને પીરસી દેવામાં આવશે.

લગ્ન પ્રસંગમાં આપને બધા જાણીએ છીએ કે સૌથી વધારે કોઈ વસ્તુનો બગાડ થતો હોય તો એ છે જમવાનું. આ મુદ્દા પર દિલ્લી સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જેનાથી લગ્ન પ્રસંગમાં જમવાનું હોય તેનો થોડો પણ બગાડ ન થાય. તેની પણ સરકાર દ્વારા પોલીસી બનાવવામાં આવી છે કે લગ્નમાં વધેલી વાનગીઓ ગરીબોને ફરજીયાત પીરસી દેવાની.

તો મિત્રો આ રીતે દિલ્લીમાં આ નિયમ લાગુ પડી ગયો છે કેમ કે ત્યાં ખુબ જ ગીચતા છે અને બધા જ લોકો પાસે કાર પણ છે જેના કારણે પાર્કિંગ અને બીજી પણ ટ્રાફિકને લગતી સમસ્યાઓ વધી ગઈં છે. જેના કારણે દિલ્લી સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

દિલ્લી સરકારના નિયમ મુજબ લગ્ન માટે બેન્ડ, ડીજે, ઘોડાગાડી, ફટાકડા અને અન્ય બીજી વસ્તુઓ જે બિન જરૂરી સરકારને જણાય છે તેના પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અને જો આ બધી વસ્તુને મેરેજ માં રાખવી હોય તો વેન્યુ પાસેથી ખાસ પરમીશન લેવી પડે છે. આ નિયમ વિશે ગુજરાત સરકાર પણ વિચારી રહી છે. જે નિયમ ગુજરાતમાં પણ લાગુ પડી શકે છે.  

આ આર્ટીકલ ઈન્ટરનેટ પરથી મળેલી માહિતીને આધારે લખવામાં આવેલો છે..
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment