પેટના ખૂણે ખૂણામાં જામેલી ગંદકી ચપટીમાં સાફ કરશે આ લાલ જ્યુસ, નસ નસમાં ભરી દેશે લોહી અને કોસો દુર રહેશે બીમારીઓ…

ફળ અને લીલા શાકભાજીનું સેવન શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે. ફળ અને શાકભાજીમાં ઘણા પોષકતત્વો અને વિટામિન્સ મળી રહે છે. જે શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામાં ખુબ જ અસરકારક હોય છે. ફળોના જ્યુસનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. તો આજે અમે તમને એક એવા જ ફળના જ્યુસ વિશે જણાવશું જે આપણા શરીર માટે ખુબ જ લાભકારી છે.

મિત્રો અમે આજે જણાવશું તમને દાડમના જ્યુસ વિશે. દાડમનું જ્યુસ આપણા શરીર માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે. દાડમના ઘણી પ્રકારના પોષકતત્વો મળી આવે છે, જે બીમારીઓથી બચાવી શરીરની પૂરી રક્ષા કરે છે. દાડમના જ્યુસમાં પ્રોટિન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, આયરન, વિટામિન સી, પોટેશિયમ, ફોસ્ફરસ જેવા ઘણા પોષકતત્વો હોય છે. તો ચાલો જાણીએ દાડમનું જ્યુસ પીવાના ફાયદા.

1 ) હૃદય : એક ખબર અનુસાર એવું જાણવા મળ્યું કે દાડમનું જ્યુસ હૃદય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. તેનું સેવન નિયમિત રીતે કરવામાં આવે તો હૃદય ખુબ જ સ્વસ્થ રહે છે. દાડમના જ્યુસમાં ઘણા એવા તત્વ મળી આવે છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક હોય છે.

2 ) પાચનતંત્ર : દરરોજ દાડમના જ્યુસનું સેવન કરવાથી પાચનતંત્ર ખુબ જ મજબુત બને છે. દાડમનું જ્યુસ કબજિયાત, ગેસ, બ્લોટિંગ જેવી સમસ્યા દુર કરે છે દાડમના જ્યુસનું સેવન દરરોજ કરવામાં આવે તો પેટ એકદમ અને ખૂણે ખૂણેથી સાફ થઈ જાય છે. માટે પેટની સફાઈ સારી રીતે કરવી હોય તો દાડમના જ્યુસનું સેવન જરૂર કરવું જોઈએ.

3 ) એનીમિયા : દાડમના જ્યુસનું સેવન નિયમિત કરવામાં આવે તો એનીમિયાની સમસ્યાથી તરત રાહત મળે છે. દાડમના જ્યુસમાં ભરપુર માત્રામાં આયરન મળી આવે છે. આ જ્યુસ હિમોગ્લોબીનને બુસ્ટ કરે છે અને શરીરમાં રેડ બ્લડ સેલ્સને વધારે છે. જે શરીરમાં લોહીની કમી પૂરી કરે છે અને લોહીમાં વધારો કરે છે.

4 ) બ્લડ પ્રેશર : દાડમના જ્યુસનું સેવન નિયમિતપણે કરવાથી બ્લડ પ્રેશર એકદમ કંટ્રોલમાં રહે છે. બ્લડ પ્રેશરના દર્દીઓ માટે આ જ્યુસ ખુબ જ લાભકારી સાબિત થાય છે. બ્લડ પ્રેશરના દર્દીઓ આ જ્યુસ પિયને પોતાના આખા જીવન દરમિયાન બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખી શકો છો.

5 ) ઇમ્યુનિટી : દાડમના જ્યુસમાં ભરપુર માત્રામાં વિટામીન સી રહેલું હોય છે. જેનાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. તેનું સેવન દરરોજ કરવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. એનીમિયાથી ગ્રસિત લોકોએ દરરોજ ફરજિયાતપણે દાડમના જ્યુસનું સેવન કરવું જોઈએ. રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે અને એનીમિયાથી બચવા માટે આ જ્યુસ રામબાણ માનવામાં આવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment