બેડ કોલેસ્ટ્રોલને વગર દવાએ કરો કંટ્રોલ, ફક્ત એક ગ્લાસથી નસે-નસ થઈ જશે સાફ… ભાગી જશે અનેક બીમારીઓ… 

હાલના સમયમાં હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા દરેક ઉંમરના લોકોને થઈ રહી છે. ઘણા કેસમાં તો બાળકોને પણ આવરી લે છે. ટૂંકમાં વૃદ્ધથી લઈને બાળકો સુધી આ સમસ્યા પ્રમુખ બની ગઈ છે. કોલેસ્ટ્રોલના દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોલેસ્ટ્રોલ વધવા પર લોકોને શરૂઆતના સમયમાં ખબર પણ નથી પડતી અને ખબર વગર જ આ સમસ્યા ઘાતક બની જાય છે. કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં બનતો એક પદાર્થ છે, જે સામાન્ય કરતા વધુ થઈ જાય તો લોહીની ધમનીઓમાં જામી જાય છે. તેનાથી હાર્ટ અને બ્રેનમાં જતો ઓક્સીજનેટેડ બ્લડની સપ્લાય બંધ થઈ જાય છે અને હાર્ટએટેક તેમજ સ્ટ્રોકની જેવી સમસ્યા જન્મે છે.

આ જીવલેણ પરેશાનીઓથી બચવા માટે કોલેસ્ટ્રોલને કંટ્રોલ રાખવું ખુબ જ જરૂરી હોય છે. તમને જાણીને હેરાની થશે કે ટમેટાનું જ્યુસ હાઈ કોલેસ્ટ્રોલનું દુશ્મન છે, આ વાત ઘણા રીસર્ચમાં સામે આવ્યું છે કે ટમેટાનું જ્યુસ હાઈ કોલેસ્ટ્રોલના દર્દી માટે રામબાણ સાબિત થઇ શકે છે. તો ચાલો જાણીએ કે ટમેટાનું જ્યુસ હાઈ કોલેસ્ટ્રોલને કેવી રીતે કંટ્રોલ કરે છે.

એક રિસર્ચ અનુસાર ટમેટાનું જ્યુસ પીવાથી શરીરમાં જામેલું કોલેસ્ટ્રોલ ઓગાળીને બહાર કાઢી નાખે છે. ટમેટાના જ્યુસમાં ઘણી પ્રકારના પોષકતત્વો હોય છે, જે હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી છુટકારો આપી શકે છે. જો દરરોજ માત્ર એક ગ્લાસ ટમેટાનું જ્યુસ પીવામાં આવે તો કોલેસ્ટ્રોલ લેવલ એકદમ નોર્મલ રાખી શકાય છે. વગર દવાએ કોલેસ્ટ્રોલને કંટ્રોલ રાખવા માટેનો આ સૌથી બેસ્ટ ઉપાય છે.

આ વાત ઘણા રિસર્ચમાં સાબિત થઇ ચુકી છે. વર્ષ 2019 માં એક રિસર્ચ જનરલ ઓફ ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રીશનમાં પબ્લિક પબ્લિશ થયું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે ટમેટાનું જ્યુસ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરીને કાર્ડિયોવેસ્કુલર ડિસીઝનો ખતરો ઓછો કરે છે. રિસર્ચનું કહેવું છે કે ટમેટાનું જ્યુસ નમક વગરનું પીવું જોઈએ, તો જ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. જો નમક વાળું જ્યુસ પીવામાં આવે તો કોલેસ્ટ્રોલ વધી જાય છે. પરંતુ અનસોલ્ટેડ જ્યુસ પીવામાં આવે તો કોલેસ્ટ્રોલ ઝડપથી ઘટવા લાગે છે.

કેવી કોલેસ્ટ્રોલના દુશ્મન છે ટમેટા : શોધકર્તાઓનું માનવામાં આવે તો ટમેટાનું જ્યુસ લાઈકોપીન નામની એન્ટીઓક્સીડેંટથી ભરપુર હોય છે. ટમેટામાં ખુબ જ શક્તિશાળી એન્ટીઓક્સીડેંટ હોય છે, જે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલના સ્તરને કંટ્રોલ કરે છે અને શરીરમાં ઈમ્ફ્લેમેશન ઓછું કરે છે. આ જ્યુસમાં વિટામીન સી અને બીટા કેરોટીન સહીતના પોષકતત્વો હોય છે. જેનાથી સંપૂર્ણ સ્વાસ્થ્યને ખુબ જ લાભ થાય છે.

ટમેટાનું જ્યુસ અમુક પ્રકારના કેન્સરના ખતરાને પણ ઓછો કરે છે. વર્ષ 2015 માં એક સ્ટડીમાં લોકોએ 2 મહિના સુધી રોજ 280ml ટમેટાનું જ્યુસ પીધું અને તેનાથી તેનું કોલેસ્ટ્રોલ લેવલ ખુબ જ નીચે આવી ગયું. તેનાથી કોલેસ્ટ્રોલ નોર્મલ લેવલમાં અને કંટ્રોલ રહે છે.

ટમેટાના જ્યુસના અન્ય ફાયદા : ટમેટાના જ્યુસમાં વિભિન્ન પ્રકારના વિટામીન, ખનિજ અને શક્તિશાળી એન્ટીઓક્સીડેંટ પ્રદાન કરે છે. તેને શરીર માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે. આ જ્યુસ એનર્જી અને આપણા મૂડને સારો બનાવે છે. ટમેટાનું જ્યુસ આપણને પાચનમાં પણ ખુબ જ મદદરૂપ બને છે. લોહીની કમી હોય એવા લોકોને પણ ટમેટાનું જ્યુસ ખુબ જ કામ આપે છે. એનીમિયાની સમસ્યા પણ દુર થાય છે.

ટમેટાના રસના પોષકતત્વો આંતરડા પર પોઝિટીવ અસર કરે છે. ટમેટામાં વિટામીન સી હોય છે જે ઇમ્યુનિટી સીસ્ટમને મજબુત કરવામાં મદદ કરે છે. તેમજ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ ટમેટાનું જ્યુસ ખુબ જ કારગર માનવામાં આવે છે. માટે ઉપર જણાવેલ સમસ્યા વાળા લોકોએ પણ ટમેટાનું જ્યુસ પીવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment