રસોઈમાં આડેધડ મીઠું નાખતા પહેલા જાણી લેજો આ અગત્યની માહિતી, નહિ તો સ્વાદની સાથે રોગો પણ ઘુસી જશે શરીરમાં… જાણો રોજનું કેટલું મીઠું ખાવું..

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે ભોજનને સ્વાદિષ્ટ બનાવવું હોય તો તેમાં બધા રસ ઉમેરવા પડે, તીખું, ખાટું, ખારું વગેરે. તેમાં સૌથી અહેમ ભૂમિકા નમકની હોય છે. નમક આપણા શરીર અને સ્વાદ બંને માટે ખુબ જ જરૂરી હોય છે. મોટાભાગના ખાદ્ય વ્યંજનોમાં નમકનો ઉપયોગ વધુ કરવામાં આવે છે. નમક સ્વાદ વધારવાની સાથે સાથે શરીર માટે પણ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

જો નમકનું સેવન યોગ્ય માત્રામાં કરવામાં આવે તો તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભો થાય છે. પરંતુ જો નમકનું સેવન વધુ પ્રમાણમાં કરવામાં આવે તો તેનાથી ઘણા ગેરલાભો અને બીમારીઓનું કારણ બની શકે છે.

WHO અનુસાર દુનિયામાં મોટાભાગના લોકો જરૂરિયાત કરતા વધુ એટલે કે રોજ 9 થી 12 ગ્રામ નમકનું સેવન કરે છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ખતરનાક છે. જો નમકની ખપત ઓછી કરી નાખવામાં આવે તો દર વર્ષે 25 લાખ મૃત્યુ થતા અટકાવી શકાય છે. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે દરરોજ કેટલા પ્રમાણમાં નમકનું સેવન કરવું. જેના વિશે લગભગ લોકો નહિ જાણતા હોય.
સ્વાસ્થ્ય નિષ્ણાંત અનુસાર પુખ્તવયના લોકોએ પ્રતિદિન 5 ગ્રામ એટલે કે 1 ચમચીથી પણ ઓછી માત્રામાં નમકનું સેવન કરવું જોઈએ. 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ પુખ્તવયની અપેક્ષાએ ઓછા પ્રમાણમાં નમક ખાવું જોઈએ. જરૂર કરતા વધારે નમક ખાવાથી સ્વાસ્થ્ય ખુબ જ ખરાબ રીતે પ્રભાવિત થાય છે.

નમકનું વધુ સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટએટેકનો ખતરો વધી જાય છે. તેવામાં લોકોએ પોતાના નમકના ટેસ્ટ પર લગામ લગાવવી જોઈએ. જંક ફૂડ અને સ્નેક્સમાં નમકની માત્રા ખુબ જ હોય છે, જેનાથી પરહેજ કરવી જોઈએ. તેમજ ભોજનમાં પણ નમક ઓછું નાખવું જોઈએ. મહિલાઓ વધુ સોલ્ટ સેન્સિટીવ હોય છે. માટે મહિલાઓએ નમકનું સેવન કરવામાં ખુબ જ ધ્યાન રાખવું જોઈએ. તેમણે બને ત્યાં સુધી ઓછી માત્રામાં નમકનું સેવન કરવું જોઈએ.

અઠવાડિયામાં એકવાર કરો આ કામ : નિષ્ણાંતનું જણાવવું છે કે નમકથી થતા નુકશાનને રોકવા માટે લોકોએ અઠવાડિયામાં એકવાર બિલકુલ નમક વગરનું ભોજન ખાવું જોઈએ. આવું કરવાથી શરીરને નમકથી નુકશાન નહિ થાય. સ્નેક્સમાં પણ નમકની માત્રા વધુ હોય છે અને સ્નેક્સથી પરહેજ કરવી જોઈએ. જંક ફૂડ અને પ્રોસેસ્ડ ઓછું ખાવું જોઈએ. સ્નેક્સમાં પણ નમકની માત્રા વધુ હોય છે અને સ્નેક્સથી પરહેજ કરવું જોઈએ. ખાસ તો જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે નમકના સેવનને લઈને ખુબ જ ધ્યાન રાખવું જોઈએ. કેમ કે નમકનું સેવન બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાની જગ્યાએ બેકાબુ કરે છે.

નમકથી થતા નુકશાન : જો નિષ્ણાંતનું માનવામાં આવે તો વધુ નમક ખાવાથી બ્લડ પ્રેશર વધવાની સાથે વોટર રિટેન્શનની સમસ્યા થઈ શકે છે. તેનાથી તમારા હાથ-પગ અને પગ પર સોજા આવી શકે છે. વધુ નમક ખાવાથી વારંવાર તરસ લાગી શકે છે. વધુ પ્રમાણમાં નમક ખાવાથી ઘણી પ્રકારના કેન્સર અને હાર્ટ ડિસીઝ સહિત ઘણી ગંભીર બીમારીઓનો ખતરો વધી શકે છે. નમકનું વધુ સેવન ઘણી બીમારીઓ સાથે જોડાઈ રહે છે. તેવામાં બધા જ લોકોએ ઓછી માત્રામાં નમકનું સેવન કરવું જોઈએ અને ખુદને સ્વસ્થ રાખવાની કોશિશ કરવી જોઈએ. માટે વધુ નમકનું સેવન આપણા શરીર માટે ખુબ જ ખતરનાક સાબિત થાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment