આપણા દેશમાં રહેલી આ જગ્યા, માર્ચ મહિનામાં બની જાય છે સ્વર્ગથી પણ સુંદર, દ્રશ્યો ફરવાનું મન થઇ જશે… જાણો ક્યાં આવી છે એ જગ્યા…

મિત્રો માર્ચ એટલે ફરવાનો મહિનો. જી હા આ ઋતુમાં ના તો વધારે ગરમી હોય છે કે ના હાડ ને થીજવી દેતી ઠંડી. એવામાં જો તમે ફરવા માટે કોઈ સારી જગ્યા શોધી રહ્યા હોય તો તમે દેશની અનેક જગ્યાઓની મુલાકાત લઈ શકો છો. અહીંયા અમે તમને જણાવીશું ખુશનુમાં હવામાનનો આનંદ માણી શકો તેવી કેટલીક જગ્યાઓ.1) ચેરાપુંજી (Cherrapunji):- માર્ચ મહિનામાં જો તમે ચેરાપુંજી ની ધરતી પર પહોંચશો તો અહીંયા નું હવામાન તમને ખૂબ ગમશે. દુનિયાની સૌથી ભીની જગ્યાઓ કહેવામાં આવતા આ શહેર સમુદ્ર ની તળેટી થી લગભગ 1300 મીટર ની ઊંચાઈ પર સ્થિત છે. જો તમે અહીં ફરવા જાવ તો નોહકાલકાઈ ધોધ જોવા અવશ્ય પહોંચી જાવ. તેની ઊંચાઈ લગભગ 1100 ફૂટ છે અને તેને ભારતનો સૌથી ઊંચો ધોધ કહેવામાં આવે છે. ચેરાપુંજીમાં 200 ફૂટનો એક ખડક છે, જે પલટી ગયેલી ટોપલી જેવો દેખાય છે.  ટેકરીઓ અને મેદાનની વચ્ચે ઉભેલા આ ખડકને જોવો ખરેખર આશ્ચર્યજનક લાગે છે. અહીંયા નજીકનું એરપોર્ટ ગુવાહાટી છે અને અહીંયા થી તમે ટેક્સી લઈને ચેરાપુંજી પહોંચી શકો છો. 2) મુન્નાર (Munnar):- લીલાછમ પહાડો અને ચા ના બગીચાથી ઘેરાયેલું મુન્નાર હનીમૂનથી લઈને ફેમિલી દરેક ટ્રીપ માટે પસંદ કરવામાં આવે છે. તેની સુંદરતા કોઈ ને પણ પાગલ કરી શકે છે. મુન્નારની આસપાસ એવી અનેક રમણીય જગ્યાઓ છે જ્યાં તમે કુદરતી દ્રશ્યો નો આનંદ ઉઠાવી શકો છો .જો તમે અહીં આવો છો, તો ઇકો પોઈન્ટ, એરાવિકુલમ નેશનલ પાર્ક અને કુંડલા ઝીલ જેવા ખાસ સ્થળોની મુલાકાત ચોક્કસ લો. મુન્નાર નજીકના મરાયૂરમાં ડોલ્મેન, રોક પેઈન્ટિંગ્સ અને ટી મ્યુઝિયમ પણ છે, જે શહેરના સૌથી મોટા ચા ના બગીચાઓમાંનું એક છે.3) ઋષિકેશ (Rishikesh):- માર્ચ મહિનામાં ઋષિકેશ ની શેર પણ મજેદાર બની શકે છે. રમણીય મોસમમાં અહીંયા રિવર રાફ્ટિંગ થી લઈને બીજા એડવેન્ચર સ્પોર્ટ્સ નો આનંદ પણ તમે સરળતાથી ઉઠાવી શકો છો. તેના સિવાય તમે અહીંયા ત્રિવેણીઘાટ,પરમાર્થ નિકેતન આશ્રમ, બીટલ્સ આશ્રમ, નીર ગઢ ધોધ જેવા લોકપ્રિય પર્યટન સ્થળોની પણ મુલાકાત કરી શકો છો. દુનિયાની યોગ રાજધાની ના રૂપમાં પ્રખ્યાત આ જગ્યા પર તમે યોગ અને ધ્યાન પણ શીખી શકો છો.4) દાર્જિલિંગ (Darjeeling):- પહાડો અને જંગલોથી ઘેરાયેલું હિલ સ્ટેશન દાર્જીલિંગ. અહીંયા તમે ચા ના બગીચા મોનેસ્ટ્રી બતાસિયા ગાર્ડન , કાંચનજંગા વ્યુ પોઇન્ટ, મહાકાલ મંદિર, તેનજિંગ રોક, રોપ વે અને દુનિયાના 14 મા અને ભારતમાં સૌથી ઊંચાઈ પર આવેલા ઘૂમ રેલવે સ્ટેશનનો નજારો જોઈ શકો છો.જો તમે દાર્જિલિંગ આવો છો, તો તમારે કુસોંગ અને ભારત-નેપાળ સરહદ મિરિક, જરૂર જોવી જ જોઈએ.  અહીં તમે ટોય ટ્રેનની મજા પણ માણી શકો છો. દાર્જિલિંગનું સૌથી નજીકનું એરપોર્ટ બાગડોગરા એરપોર્ટ છે, જે દાર્જિલિંગથી 124 કિલોમીટરના અંતરે આવેલું છે. જ્યારે તમે નજીકના રેલવે સ્ટેશન ન્યૂ જલપાઈગુડી પર આવીને પણ અહીં પહોંચી શકો છો.5) તવાંગ (Tawang):- અરુણાચલ પ્રદેશના બરફથી ઢંકાયેલું તવાંગ ક્ષેત્ર માર્ચના મહિનામાં ખૂબ જ સુંદર બની જાય છે. આ ભીડ થી દૂરની જગ્યા છે. ત્યાંની યાત્રા ખરેખર આજીવન લોકોની યાદોમાં રહે છે. અહીંયાનું ઓર્કિડ બ્લુમ તમને માર્ચ મહિનામાં જોવા મળશે. તેના માટે તમે ઓર્કિડ અભયારણ્ય જઈ શકો છો. તેના સિવાય પણ તમે અહીંયા અનેક જગ્યાની મુલાકાત લઈ શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment