જો આ બેંકમાં ખાતું છે તો 16 ઓક્ટોબરથી લાગશે મોટો ઝટકો, જાણો કઈ બેન્ક છે તે

મિત્રો અત્યારે બેંકમાં ખાતું હોવું દરેક વ્યક્તિ માટે ફરજીયાત બની ગયું છે. તેથી દરેક વ્યક્તિનું ખાતું કોઈને કોઈ સરકારી કે ખાનગી બેંકમાં હોય જ છે. પરંતુ લોકો આજકાલ ખાનગી બેંકમાં ખાતું ખોલાવવાનો આગ્રહ વધારે રાખતા હોય છે. દેશમાં મોટી ખાનગી બેંકોમાંથી ગણાતી એક ખાનગી બેંકમાં ખાતાધારકોને 16 ઓક્ટોબરના દિવસે ઝટકો લાગી શકે છે.

મિત્રો અમે જે બેંકની વાત કરી રહ્યા છીએ તે છે ICICI બેંક. જેના ગ્રાહકોને આગામી સમયમાં એક મોટો ઝટકો લાગશે. મિત્રો આ બેંક ડીજીટલ લેણ દેણમાં વધારો લાવવા માટે જીરો બેલેન્સ અકાઉન્ટ હોલ્ડર પર એવા ચાર્જીસ લગાવ્યા છે કે જેનાથી જીરો બેલેન્સ અકાઉન્ટ હોલ્ડર પરેશાન થઇ જશે. તો તમારું ખાતું ICICI બેંકમાં ખાતું છે અને એમાં પણ તે જીરો બેલેન્સ એકાઉન્ટ છે, તો આગામી દિવસોમાં તમારે બ્રાંચમાંથી રોકડ કઢાવવા માટે ચાર્જીસ આપવો પડશે. ICICI બેંકે જીરો બેલેન્સ એકાઉન્ટ હોલ્ડર્સે 16 ઓક્ટોબરથી બેંકની કોઈ પણ બ્રાંચમાંથી રોકડ પૈસા કાઢવા હશે, તો તેના પર 100 થી 125 રૂપિયાનો ચાર્જીસ લગાવવાની ઘોષણા કરી છે. ગ્રાહકે દરેક વખતે આ ચાર્જીસ ભરવાનો રહેશે.

ICICI બેંક અનુસાર માત્ર રોકડ પૈસા કાઢવામાં જ નહિ, પરંતુ આ ઉપરાંત જો જીરો બેંક બેલેન્સ અકાઉન્ટ હોલ્ડર મશીનના માધ્યમથી પૈસા જમા કરાવશે તો પણ તેના માટે ચાર્જીસ ચુકવવું પડશે. મીડિયા રીપોર્ટ અનુસાર ICICI બેંક દ્વારા શુક્રવારે રાત્રે એક નોટીસ જાહેર કરી છે અને કહ્યું છે કે, “અમે અમારા ગ્રાહકોને બેન્કિંગ ટ્રાન્ઝેક્શન ડીજીટલ મોડમાં કરવા ઉત્સાહિત કરી રહ્યા છીએ.

બેંકનો તર્ક એવો છે કે દેશ અને દુનિયા ડીજીટલ ઇન્ડિયા તરફ ઝડપથી વધી રહ્યો છે. તેથી બેંકને મોબાઈલ બેન્કિંગ અથવા ઈન્ટરનેટ બેન્કિંગમાં માધ્યમથી થનાર NEFT, RTGS અને UPI ટ્રાન્ઝેક્શન પર લગતા દરેક ચાર્જીસ ખતમ કરી દીધા છે. ICICI બેંકની બ્રાન્ચમાંથી 10,000 રૂપિયાથી લઈને 10 લાખ સુધીના NEFT ટ્રાન્ઝેક્શન પર 2.25 રૂપિયાથી લઈને 24.75 રૂપિયાનો ચાર્જ આપવો પડે છે. તો તે જ બ્રાંચમાંથી RTGS ટ્રાન્ઝેક્શન પર 20 રૂપિયાથી લઈને 45 રૂપિયા સુધીનો ચાર્જ આપવો પડે છે. જે ચાર્જીસ હવે ખતમ થઇ જશે તેવી વાત સામે આવી છે.

આ સાથે જ બેંક દ્વારા પોતાના જીરો બેલેન્સ અકાઉન્ટ હોલ્ડર્સને અપીલ કરી છે કે તે પોતાના અકાઉન્ટને કોઈ અન્ય બેસિક અકાઉન્ટમાં બદલી નાખે. જો તેઓ આવું ન કરી શકતા હોય, તો પોતાનું અકાઉન્ટ બંધ કરાવી દે. તો તમારું ખાતું જો ICICI બેંકમાં હોય અને તમે તેના જીરો અકાઉન્ટ હોલ્ડર હોય તો 16 ઓક્ટોબર પહેલા તમારું અકાઉન્ટ અન્ય બેઝીક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લેવું.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment