આ નવરાત્રિ પર જોવા મળી રહ્યા છે આવા નવીન ટેટુ… આ ટેટુ જોઇને ખુશ થઇ જશો

મિત્રો, નવલી નવરાત્રિ આવી રહી છે અને ગરબે ઘુમવાનો માં અંબેનો આ તહેવાર દરેક ગુજરાતીઓ માટે આનંદ લઈ આવે છે. ત્યારે ગુજરાતી છોકરી સંપૂર્ણ ટ્રેડિશનલ પહેરવેશ પહેરીને, પગથી માથા સુધી ઘરેણાં પહેરી ગરબે ઘુમતી હોય છે. તો ગરબે રમવાનો અનેરો આનંદ આવે છે. પણ આ ટ્રેડિશનલ પોશાકમાં ઘણા સમયથી નવું નવું આવી રહ્યું છે. મિત્રો તમે ટેટૂઝ વિશે તો જાણો જ છો. આજકાલ ટેટૂ પડાવવાની ફેશન થઈ ગઈ છે. તો આ વખતે આ ટેટૂમાં તમને નવીનતા જોવા મળશે. જેમાં તમને ન્યુ ઈન્ડિયાની ઝલક જોવા મળશે. તો ચાલો જાણીએ ટેટુ વિશે.

આ વખતે 29 સપ્ટેમ્બરથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. ગુજરાતમાં તેની તૈયારીઓ ખુબ જ જોરદાર થાય છે. બદલાતા સમય સાથે નવરાત્રીમાં પણ મહેંદી અને ટેટુ ડિઝાઇનનો ટ્રેન્ડ પણ બદલાઈ રહ્યો છે. જ્યારે આ નવરાત્રીમાં અદ્દભુત ટેટુઓ જોવા મળશે. જેમાં યુવાનો કાશ્મીર જેવા મુદ્દાઓ પર મોદી-ટ્રમ્પ મિત્રતા, પ્લાસ્ટિક પ્રતિબંધ એવા ટેટૂઝને પસંદ કરી રહ્યા છે. અમદાવાદમાં નવા સોશિયલ મેસેજીસ સાથે યુવાનો બોડી પર ટેટુ કરાવી રહ્યા છે. આ દ્વારા લોકોને એક ખાસ સંદેશ આપવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે.

મોદી-ટ્રમ્પ મિત્રતા સંદેશ : ઇન્ટરનેશનલ સ્ટેજ પર હાઉડી મોદીના કાર્યક્રમમાં આખી દુનિયા પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચેની મિત્રતા જોઇ હતી. આમાં વિશેષ તો યુવકો ભારત-અમેરિકાના આ સંબંધોને લઈને ખુબ જ ઉત્સાહિત છે. આ ટેટૂમાં મોદી-ટ્રમ્પની મિત્રતા બતાવવામાં આવી છે.

હેલ્મેટ પહેરવાનો સંદેશ : દર વર્ષે નવરાત્રિમાં ગરબા પ્રેમીઓ વિવિધ થીમને લઈને ટેટૂ બનાવે છે, તો આ વખતે તેમના ટેટૂઝમા વિશેષ સંદેશ જોવા મળશે. આમાંનો એક સંદેશ છે હેલ્મેટ પહેરવાનો. આ ટેટૂમાં પોલીસ કર્મચારી હેલ્મેટ પહેરવાની અપીલ કરતા દેખાશે.

કાશ્મીર પર સંદેશ : આ નવરાત્રિ ટેટૂ વિષય દેશ પ્રત્યેનો લોકોનો પ્રેમ જોવા મળશે. કલમ 37૦  નાબૂદ થતાં કાશ્મીર હવે સંપૂર્ણ રીતે ભારતનો ભાગ બની ગયો છે. તો ટેટૂમા યુવક ત્રિરંગા સાથે ‘કાશ્મીર ઇઝ અઝર્સ’ ના વિશેષ સંદેશ સાથે પોતાની ખુશી વ્યક્ત કરશે.

પ્લાસ્ટિક પ્રતિબંધ અને ઇસરોની ઝલક : આજે ન્યુ ઈન્ડિયા યુવાનોના દિલ પર રાજ કરી રહ્યું છે. જેનો પુરાવો આ ટેટૂઝ આપી રહ્યા છે. કેટલાક પ્રકૃતિ પ્રેમીઓ ટેટૂ દ્વારા સિંગલ-ઉપયોગ પ્લાસ્ટિક પ્રતિબંધનો સંદેશ ફેલાવી રહ્યા છે. તો આ સિવાય ટેટૂઝમાં ચંદ્રયાન -2 માટે ઇસરોને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

પૃથ્વી સાચવો સંદેશ : પૃથ્વી માટેનો આ ટેટૂ દ્વારા નવરાત્રીના નવા રંગના નવા સ્વરૂપો જોવા પણ મળી રહ્યા છે. ‘સેવ અર્થ’ ટેટૂ દ્વારા યુવાનો પર્યાવરણ અને પૃથ્વી બચાવવાનો સંદેશ આપી રહ્યા છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment