ઘરમાંથી આ 5 વસ્તુઓને આજે જ દુર કરી દો, અશાંતિ, ઝગડા અને કલેશથી મળી જશે કાયમી છુટકારો… જાણો લગ્નજીવનમાં સુખ, સમૃદ્ધી માટેની વાસ્તુ ટીપ્સ..

મિત્રો આજે આપણે જોઈએ છીએ કે, લોકોના સંબંધોમાં એક પ્રકારની કડવાશ આવી ગઈ છે. જો કે આપણે તે કડવાશને દુર કરવાને બદલે વધારીએ છીએ. પરંતુ આ કડવાશ પાછળનું કારણ શું છે તેને જાણવાની કોશિશ નથી કરતા. આથી સંબંધોને સુધારવા માટે જરૂરી છે કે, તમે તેના કારણો તપાસો. આ કારણમાં એક કારણ વાસ્તુશાસ્ત્ર પણ હોય શકે છે.

અકસર લોકોને એ ખબર નથી હોતી કે, સંબંધોમાં આવેલ તકરાર માટે વાસ્તુને લગતા નિયમો પણ મહત્વનો ભાગ ભજવે છે. અમે તમને સંબંધોમાં સુધાર માટે વાસ્તુને લગતી થોડી ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ.

સારી અને સુખી લાઈફ માટે માણસનું વધુ ધ્યાન વ્યવસાય પર આપે છે. પરંતુ જિંદગીને સારી રીતે ચલાવવા માટે પરિવારના સદસ્યોનો મહત્વનો ભાગ હોય છે. વ્યક્તિને જીવવા માટે કોઈના સાથની જરૂર હોય છે અને આ કારણે જ તે પારિવારિક અથવા વૈવાહિક જીવન જીવે છે. તે પોતાના સંબંધમાં કડવાશ ન આવે તે માટે દરેક પ્રયત્ન કરે છે. પરંતુ ઘણી વખત પ્રયત્ન કરવા છતાં સંબંધમાં કડવાશ અને દૂરી આવી જાય છે. આમ સંબંધમાં કડવાશ આવવાથી સદસ્યોમાં ઝગડાઓ શરુ થઈ જાય છે. પરિવારના સભ્યને સમજાતું નથી કે, આ કડવાશનું કારણ શું ? જો કે તેની પાછળ વાસ્તુ દોષ પણ હોય શકે છે.

અક્સર લોકોને એ ખ્યાલ નથી હોતો કે સંબંધોમાં અશાંતિ માટે વાસ્તુને લગતા નિયમો પણ મહત્વનો ભાગ ભજવે છે. આજે અમે તમને સંબંધોમાં સુધાર માટે વાસ્તુને લગતા નિયમો વિશે જણાવીશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

વાસ્તુ ટીપ્સ : 1 ) ઘણી વખત લોકો લાકડાના બનેલા બેડ કરતા મેટલના બનેલા બેડને ઘરમાં રાખે છે. તેમને લાગે છે કે તેની મજબૂતી લાંબો સમય ટકેલી રહે છે. પરંતુ વાસ્તુ અનુસાર આમ કરવાથી તેનાથી નિંદરમાં ખલેલ પડે છે. પતિ-પત્ની વચ્ચે ઝગડાઓ વધે છે. આ નાની એવી ભૂલ સંબંધમાં સુધાર માટેની જગ્યા પણ નથી રહેવા દેતી. એટલું જ નહિ ઘરમાં વાસ્તુ અનુસાર બે અલગ અલગ બેડ ન હોય તે સારું છે.

2 ) લોકો ઘરમાં જુના બુટ કે ચંપલ પણ રાખે છે. જે ઘરમાં નકારાત્મકતાનું કારણ બની શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ નકારાત્મકતા કારણે સંબંધોમાં કડવાશ આવે છે. જો તમે પણ સંબંધોમાં સુધાર લાવવા માંગતા હો, તો આજે જ ઘરમાંથી એવી વસ્તુઓ ફેંકી દો જેનો કોઈ ઉપયોગ નથી.

3 ) ઘરમાં કરમાયેલા ફૂલને કારણે પણ નકારાત્મકતા આવે છે. તમે ફૂલને ઘરમાં સ્થાન આપો પણ તે કરમાઈ ગયા પછી ઘરમાંથી કાઢી નાખો. કહેવાય છે કે, કરમાયેલ ફૂલથી ઘરમાં નકારાત્મકતા આવે છે અને સંબધો બગડે છે.

4 ) ઘણી વખત લોકો બેડરૂમને આકર્ષક બનાવવા માટે તેમાં ડાર્ક કલર કરાવે છે. પણ આ ભૂલ પણ સંબંધમાં કડવાશ લાવે છે. માન્યતા છે કે, ડાર્ક કલરથી ઘરમાં અંધકાર આવે છે. સંબંધો બગડે છે. આથી બેડરૂમમાં આછા રંગો જ કરવા જોઈએ.

5 ) બેડની દિશાનો ખ્યાલ રાખવો એ પણ શુભ માનવામાં આવે છે. ઘરમાં રહેલ માસ્ટર બેડ હંમેશા દક્ષિણ અને પશ્ચિમ દિશામાં જ સ્થિત હોવો જોઈએ. તેનાથી સંબંધોમાં સુધાર થવાની સંભાવના વધે છે. સાથે જ પતિ-પત્નીના સંબંધમાં મીઠાશ આવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment