ભોજનમાં ઉપરથી મીઠું નાખતા પહેલા જાણી લેજો આ ખાસ માહિતી, ઘર અને શરીર પર પડે છે ગંભીર અસરો…. જાણો મીઠા સાથે જોડાયેલી આ ખાસ વાસ્તુ ટીપ્સ…

મિત્રો આમ જોઈએ તો આપણા જીવનમાં મીઠાનું ખુબ જ મહત્વ રહેલું છે. તેનો ઉપયોગ દરેક વાનગી બનાવવામાં કરવામાં આવે છે. એમ કહી શકાય કે, મીઠા વગર રસોઈ અધુરી છે. જો કે મીઠાનો સંબંધ વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ થતી હોય છે. જેના કારણે તમારે જીવનમાં ઘણી વખત સકારાત્મક અને નકારાત્મક અસર જોવા મળે છે.

એવી માન્યતા છે કે, ઘણી વખત મીઠાનો ઉપયોગ પ્રતિકુળ પ્રભાવ પર કરે છે. આમ વાસ્તુશાસ્ત્ર અનુસાર જોવામાં આવે તો તેના ઘણા સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ પણ હોય છે. આજે આપણે આ લેખમાં તેના કેટલાક પ્રભાવ વિશે જાણીશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

મોટાભાગના લોકોને એવી જાણકારી હોય છે કે, મીઠાના વધુ સેવનથી તમારા સ્વાસ્થ્ય પર તેની હાનિકારક અસર થાય છે. મીઠું રસોડાની મહત્વની વસ્તુ માંથી એક છે. જો કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીઠાનું જીવનમાં ખુબ મહત્વ રહેલું છે. કોઈપણ સ્થાનને શુદ્ધ કરવા માટે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ મીઠાથી નેગેટીવ અસર ઓછી કરવામાં આવે છે. કહેવાય છે કે, મીઠું ઘરનો માહોલ શુદ્ધ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

આમ મીઠું ઘર માટે ભલે ફાયદાકારક હોય, પરંતુ માન્યતા છે કે, ઘણી વખત તેનો ઉપયોગ પ્રતિકુળ પ્રભાવ પણ આપે છે. આમ જોઈએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર મીઠાના ઘણા સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ હોય છે.

મીઠાના સકારાત્મક પ્રભાવ : 1 ) ઘણી વખત નકારાત્મકતા શરીર પર એટલી હાવી થઈ જાય કે લોકો થાકનો અનુભવ કરે છે. એવામાં નકારાત્મકતા દુર કરવા માટે તમે મીઠાના પાણીથી સ્નાન કરી શકો છો. કહેવાય છે કે તેનાથી લોકો પોતાને સકારાત્મક અનુભવે છે.

2 ) ઘરમાં શાંતિ અને સકારાત્મકતા બનાવી રાખવા માટે પણ મીઠું ઉપયોગી છે. આ માટે ઘરના કોઈ ખૂણામાં એક વાટકામાં મીઠાનું પાણી રાખી દો. આ ઉપાય ઘર માંથી નેગેટીવ પ્રભાવને દુર કરે છે. જો કે દરરોજ આ પાણીને ઘરની બહાર જરૂર ફેંકી દો.

3 ) મીઠાની હજુ એક સકારાત્મક પ્રભાવની વાત તમને જણાવી દઈએ કે, તે નિંદર ન આવવાની સમસ્યાને દુર કરવામાં સક્ષમ છે. બસ આ માટે તમે જે રૂમાં સુવા જાવ છો ત્યાં મીઠું મૂકી દો. તેનાથી તમને શાંતિ ભરેલી નિંદર આવે છે.

મીઠાના નકારાત્મક પ્રભાવ : 1 ) ઘણી વખત લોકોથી રસોડામાં ભૂલથી મીઠું ઢોળાય જાય છે. તેને શુભ નથી માનવામાં આવતું. કારણ કે કહેવાય છે કે, તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. જો ભૂલથી રસોડામાં મીઠું ઢોળાય જાય તો તેને કપડાથી સાફ કરો. જો કે મોટેભાગે લોકો મીઠાને સાવણીથી સાફ કરે છે પણ આમ કરવું એ અશુભ માનવામાં આવે છે. માટે કોઈ કપડાથી સાફ કરો.

2 ) મોટાભાગના લોકોને ભોજનમ ઉપરથી મીઠું નાખવાની આદત હોય છે. આ દરમિયાન પણ મીઠાનો નકારાત્મક પ્રભાવ ખરાબ અસર કરી શકે છે. વાસ્તવમાં ઘરની ગૃહિણી પોતાના હાથે જ ભોજન કરનારના હાથમાં મીઠું આપે છે તો એ પણ ઘરની નકારાત્મકતા અથવા ઝગડાનું કારણ બની શકે છે. તેમજ ભોજનમાં ઉપરથી મીઠું નાખવું એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે.

3 ) મીઠાના કરેલ ઉપાય પછી તેને દુર કરવાના પણ થોડા નિયમ હોય છે. ઘરમાં રાખેલ મીઠાના પાણીનો ફરીથી ઉપયોગ કરવામાં આવે તો ઘરમાં સકારાત્મકતા કરતા વધુ નકારાત્મકતા આવવા લાગે છે. સારું રહેશે કે આ પાણીને ઘરની બહાર ફેંકી દો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment