દીકરીના એક પ્રશ્નએ બે પિતાની જિંદગીના માર્ગ બદલી નાખ્યા, જુઓ પછી તેમણે શું કર્યું.

મિત્રો આજે અમે બે એવી અલગ અલગ વાત તમને જણાવશું જે જાણીને તમને પણ એક પળ માટે કંઈક કરી છૂટવાનું મન થશે. કેમ કે બે પિતાએ પોતાના નાની એવી દીકરીના કહેવાથી ખુબ જ મોટું અભિયાન ચલાવ્યું છે. જે આજે ઘણું સફળ પણ રહ્યું છે. કેમ કે દીકરીના કહેવાથી બે પિતાએ પોતાની આખી જિંદગીના રસને બદલી નાખ્યો. તો ચાલો જાણીએ શું હતી એ ઘટના અને ક્યાં બની છે આ બંને ઘટના તેના વિશે જાણીએ. આ લેખ દરેક વ્યક્તિ માટે ખાસ છે કેમ કે આજે અમે જે જણાવશું તે કદાચ તમારી સાથે પણ બન્યું હોય તેવું બને.

આજે અમે જેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેની શરૂઆત થઇ હતી વર્ષ 2017 ના નવેમ્બર મહિનામાં. ઉત્તમ સિંહા નામનો એક કાપડનો વેપારી અને તેની પત્ની અપર્ણા. બંનેની એક નાની આઠ વર્ષની દીકરી વર્ષા હતી. ઉત્તમ સિંહા ધનબાદમાં કાપડના વેપારી હતા. પરંતુ પત્ની અને પુત્રી સાથે તેવો કાપડની ખરીદી કરવા માટે હાવડા ગયા હતા. ત્યાર બાદ ત્યાંથી પરત ધનબાદ આવી રહ્યા હતા ત્યારે ટ્રેનમાં જનરલ ડબ્બા બેઠા હતા. રાત્રીના લગભગ 8.30 કલાક જેવો સમય થયો હતો અને  વર્ષાને વોશરૂમ જવું હતું. પરંતુ વોશરૂમમાંથી પાછા આવીને નાની વર્ષાએ પિતાને સવાલ કર્યો, “પપ્પા ટ્રેનના ટોઇલેટમાં આ બધું શું લખવામાં આવ્યું હોય છે ?” ત્યારે ઉત્તમ તરત જ વિચારમાં પડી ગયા. ઉત્તમને તરત જ સંજય ગયું કે ટોઇલેટમાં તેની દીકરી અભદ્ર કોમેન્ટ વિશે જ કહી રહી હશે. પરંતુ ઉત્તમ તરત જ ગયા અને ટોઇલેટમાં જઈને અભદ્ર અને ગંદી કોમેન્ટ્સને ભૂંસી નાખી.

ત્યાર બાદ ઉત્તમ બીજા દિવસે એક કાપડ, માસ્ક અને દાગને નષ્ટ કરી નાખે તેવું રબર ખિસ્સમાં રાખવા લાગ્યા. આ બધી વસ્તુથી ગંદી કોમેન્ટ્સ અને અભદ્ર લખેલી વસ્તુઓને ભૂંસી શકાય, જેના કારણે બીજા કોઈની દીકરીને શરમનો અનુભવ ન કરવો પડે. આ ઘટના બન્યા બાદ આ સિલસિલો ચાલુ થઇ ગયો. ઉત્તમ રોજ ધનબાદના રેલ્વે સ્ટેશન પર પહોંચી જતા. ત્યાંથી પસાર થતી લગભગ 300 જેટલી ટ્રેનોમાંથી ઉત્તમ દ્વારા અભદ્ર અને ગંદી કોમેન્ટ્સ મિટાવી દેવામાં આવી છે.

પરંતુ મિત્રો આ કામ તેમણે હવે જાહેર શૌચાલયોમાં પણ ચાલુ કર્યું છે. રસ્તાઓ પરના જાહેર શૌચાલયોમાં પણ આ અભિયાનને અંજામ આપવામાં આવી રહ્યો છે. આ અભિયાનમાં ઉત્તમમાં મિત્ર અને તેની પત્ની પણ સાથ આપી રહી છે. પરંતુ આ બાબતે એવું જાણવા મળ્યું છે કે પહેલા કરતા આવી ગંદી અને અભદ્ર કોમેન્ટ્સ ઓછી થઇ ગઈ છે. પરંતુ જ્યારે આવા લખાણ સંપૂર્ણ રીતે લખાતા બંધ થઇ જશે ત્યારે આ અભિયાન સંપૂર્ણ રીતે સફળ બનશે. ત્યાર બાદ જોઈએ બીજી ઘટના વિશે :  આ ઘટના પુણેમાં બની હતી. આ ઘટના પણ વર્ષ 2017 ની છે. માધવ પાટીલ કરીને એક વ્યક્તિ અને તેની નાની પાંચ વર્ષની દીકરીનું નામ છે હિરકણી. માધવ પાટીલ અને હિરકણી વેકેશન પૂરું કરીને કોલકતાથી પરત આવી રહ્યા હતા. પરત આવીને માધવ પાટીલ નાના નાના કરમાય ગયેલા ફૂલ છોડને પાણી આપી રહ્યા હતા. ત્યારે અચાનક જ હિરકણીએ તેના પિતાને પૂછ્યું, “પપ્પા આ નાના છોડ શા માટે કરમાય ગયા ?” ત્યારે માધવ પાટીલ સહજ જવાબ આપે છે કે આપણે છોડને પાણી ન આપી શક્યા એટલા માટે તે કરમાય ગયા. પરંતુ ત્યારે હિરકણીએ ફરી નિખાલસતાથી સવાલ કર્યો, જે તેના પિતાને હચમચાવી ગયો. હિરકણીએ કહ્યું કે, “આપણે શા માટે વૃક્ષોને મરવા માટે છોડી દીધા ?” ત્યારે માધવ પાટીલને તરત જ વિચાર આવ્યો કે આ વાત મને કેમ ન યાદ આવી ? કેમ કે હું તો જાણું છું કે વૃક્ષોમાં પણ સંવેદનાઓ રહેલી હોય છે.

પરંતુ ત્યાર બાદ એક દિવસ માધવ પાટીલનું ધ્યાન એક વૃક્ષ પર પડ્યું.જેમાં ખીલ્લા મારવામાં આવી રહ્યા હતા. આપણે જોતા હોઈએ છીએ કે ઘણી જગ્યાઓ પર બેનર, જાહેરાતો, હોર્ડિંગ લગાવવા માટે વૃક્ષો પર લોકો ખીલ્લી મારતા હોય છે. આ બાબત માધવ પાટીલને ડંખી ગઈ. તરત જ તેને હિરકણીની વાત યાદ આવી ગઈ. ત્યાર બાદ માધવ પાટીલ તરત જ ખીલ્લી અને ખીલ્લા કાઢવા માટેના ટુલ્સ લઇ આવ્યા અને વૃક્ષોમાંથી ખીલ્લા અને ખીલ્લી કાઢવાનું શરૂ કરી દીધું. માધવ વ્યવસાયે ઈજનેર છે, પરંતુ તેમ છતાં પણ તે આંધોલીચી ગોલી નામની એક સંસ્થાના કાર્યકર તરીકે કામ કરે છે. તો માધવ અને આ સંસ્થા દ્વારા આજે મુંબઈ. સતારા, ભંડારા, નાસિક જેવા શહેરમાંથી લગભગ 80 હજાર કરતા પણ વધારે વૃક્ષને ખીલ્લી અને ખીલ્લાથી મુક્ત કર્યા છે. હાલ અભિયાન ભંડારા, અહેમદનગર, સોલાપુર, પનવેલ અને સતારામાં ચાલુ છે. માધવ પાટીલના આ પ્રયત્નથી પિપંરી- ચિંચવાડના કમિશનર દ્વારા એવો આદેશ આપવામાં આવ્યો છે કે જે લોકો વૃક્ષમાં ખીલ્લી કે ખીલ્લાને ખુંચાડશે તે ગુનામાં આવી જશે.

તો આ રીતે નાની દીકરીના એક સવાલ પર બે પિતાએ પોતાની જિંદગીના માર્ગને બદલી નાખ્યા હતા. તો આ બાબતે મિત્રો તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
Image Source: Google

Leave a Comment