અઢી વર્ષમાં 600% ઉછળ્યો ટાટાનો આ શેર, રોકાણ કરતા 7 ગણા રૂપિયાનો થયો નફો… જાણો કેટલી કમાણી છે આ શેરમાં…

મિત્રો જયારે અમુક સ્ટોકમાં તમારું રોકાણ કરેલું હોય અને તે સ્ટોક જો તમને સારું એવું રીટર્ન આપે તો તમે રાતોરાત કરોડપતિ બની જતા હો છો. પણ જો આ રોકાણ માં ખોટ જાય તો પૈસા ડૂબી પણ જાય છે. પણ આપણે અહી એક એવા સ્ટોક વિશે વાત કરીશું. જેમાં રોકાણ કરનાર રોકાણકારો ને પોતાના પૈસાના 7 ગણા પૈસા મળી રહ્યા છે. 

આજના કારોબારમાં બીએસઈ પર ટાટા મોટર્સ ના 4.55 લાખ શેરની ખરીદી અને વેચાણ થયું. જેનાથી 21.25 કરોડ રૂપિયા ના ટર્નઓવર થયું. તેના 52 અઠવાડિયા હાઈ લેવલ 536.50 રૂપિયા છે, જે 17 નવેમ્બર 2021 એ અચીવ થયા હતા. ટાટા મોટર્સ ના 52 અઠવાડિયા લો લેવલ 26 ઓગસ્ટ 2021 એ બનાવ્યા હતા. જે 281.40 રૂપિયા છે. હાલ તેનું માર્કેટ કેપ વધીને 1,54,368.23 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયા છે.ટાટા મોટર્સ માટે છેલ્લા બે-અઢી વર્ષ ખુબ જ શાનદાર સાબિત થયા છે. આ દરમિયાન માત્ર કંપનીની કારનાં વેચાણમાં ઉછાળો આવ્યો છે પરંતુ આ કંપનીના સ્ટોક ના શેર માર્કેટમાં પણ શાનદાર પરફોર્મ્સ જોવા મળ્યું છે. છેલ્લા અઢી વર્ષ દરમિયાન ટાટા મોટર્સ ના સ્ટોક ના 600% થી વધુ ઉછાળો આવ્યો છે. અને રોકાણકાર ના પૈસાને 7 ગણા બનાવ્યા છે. 

શેર બજારમાં આ રીતે સ્ટોક વધ્યો છે:- આજથી લગભગ અઢી વર્ષ પહેલા 3 અપ્રિલ 2020 એ ટાટા મોટર્સ ના એક શેર નો ભાવ 65.30 રૂપિયા હતો. શુક્રવારના કારોબારમાં આ સ્ટોક 1.25% મજબુત થઈને 464.80 રૂપિયા બંધ થયો હતો.આ રીતે છેલ્લા અઢી વર્ષ દરમિયાન ટાટા મોટર્સ ના સ્ટોક ના ભાવમાં 611% તેજી આવી છે. તેને બીજા શબ્દોમાં કહીએ તો આ અવધિમાં ટાટા મોટર્સ ના શેરે પોતાના રોકાણકારોને 7.12 ગણું રીટર્ન આપ્યું છે. એટલે કે જો કોઈ રોકાણકારે એપ્રિલ 2020 માં આ સ્ટોકમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોય અને તેને હોલ્ડ કરીને રાખ્યા હોય તો હાલ તેની વેલ્યુ વધીને 7.12 લાખ રૂપિયા થઇ જશે.ઝુનઝુન વાલા પાસે હતા કરોડો શેર:- હાલમાં જ પ્રખ્યાત રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા ને ટાટા સમૂહ ના સ્ટોક્સ ખુબ જ પસંદ રહ્યા છે. તેને શેર માર્કેટ ના બીગ બુલ બનાવવામાં ટાટા સમૂહ ની કંપની ટાઈટન ના સ્ટોક નો મોટું યોગદાન રહ્યું છે. ઝુનઝુનવાલા ને ટાટા સમૂહનો આ સ્ટોક પણ ખુબ જ પસંદ હતો. જુન ત્રિમાહી ના અંતના આંકડા ને જોવામાં આવે તો ટાટા મોટર્સમાં રાકેશ ઝુનઝુનવાલા ની 1.09% ભાગીદારી હતી.તેની પાસે ટાટા મોટર્સ ના 3.62 કરોડ શેર હતા. 

હાલ આટલો છે કંપનીનો માર્કેટ કેપ:- શુક્રવારે બીએસઈ પર ટાટા મોટર્સ ના 4.55 લાખ શેરનું ખરીદી વેચાણ થયું, જેનાથી 21.25 કરોડ રૂપિયા નું ટર્નઓવર જેનેરેટ થયું હતું.તેના 52 અઠવાડિયા હાઈ લેવલ 536.50 રૂપિયા છે, જે 17 નવેમ્બર 2021 એ અચીવ થયો હતો. ટાટા મોટર્સ ના 52 અઠવાડિયા લો લેવલ 26 ઓગસ્ટ 2021 એ બનાવ્યા હતા. જે 281.40 રૂપિયા છે.હાલ તેનો માર્કેટ કેપ વધીને લગભગ 1.54 લાખ કરોડ રૂપિયા છે. છેલ્લા એક વર્ષ દરમિયાન ટાટા મોટર્સ ના સ્ટોકમાં 62.54% તેજી આવી છે. જો કે આ વર્ષ અત્યાર સુધી તેના માટે ઠીક નથી રહ્યું. વર્ષ 2022 ની શરૂઆતથી અત્યાર સુધી ના હિસાબે આ સ્ટોક 6.66% નુકશાનમાં છે. વેચાણ તો વધ્યું, પણ ખોટ પણ વધી:- કંપનીના શેર હોલ્ડીંગ પેટર્ન જોવામાં આવે તો ત્રિમાહી ના અંતમાં આંકડાના હિસાબે તેમાં 40.08 લાખ પબ્લિક શેર હોલ્ડર્સ ની પાસે 178 કરોડ શેર એટલે કે 53.60% ભાગીદારી હતી. જયારે આઠ પ્રવર્તકો ની પાસે કંપનીની 46.40% ભાગીદારી છે. મ્યુચુઅલ ફંડની પાસે કંપનીના 22.67 કરોડ શેર એટલે કે 6.83% ભાગીદારી છે. જયારે એફપીઆઈ ની પાસે તેના 45.52 કરોડ શેર એટલે કે 13.71% ભાગીદારી છે. જુન ત્રિમાહી દરમિયાન કંપનીનું વેચાણ વધીને 71,935 કરોડ રૂપિયા થયું હતું, જો કે આ દરમિયાન કંપનીની ખોટ વધીને 4,951 કરોડ રૂપિયા હતી. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment