કરોડપતિ બનવાનું તમારું સપનું ફક્ત 10 વર્ષમાં થશે પૂરું, જાણો ક્યાં અને કેવી રીતે કરવું જોઈએ રોકાણ… બની જશો માલદાર પાર્ટી…

મિત્રો દરેક લોકો અમીર બનવા માંગે છે અને આ માટે તેઓ મહેનત પણ કરતા હોય છે. પોતાની કમાણી માંથી અમુક રકમ અમુક જગ્યા પર સેવ કરતા હોય છે. જેથી કરીને તેઓને આગળ જતા તે પૈસા કામ આવી શકે છે. આજે અમે તમને માત્ર 10 વર્ષમાં કરોડપતિ બનવા માટેના સપના અંગે વાત કરીશું. ચાલો તો આ વિશે વિસ્તારથી જાણી લઈએ. 

અમીર બનવાની ઈચ્છા કોની નથી હોતી. દરેક લોકો કરોડપતિ બનવા માંગે છે. પણ મોઘવારીના આ સમયમાં આ સપનું પૂરું કરવું ખુબ જ મુશ્કેલ છે. જો કે જો તમે પૈસાને લઈને અનુશાસિત છો અને યોજના બનાવીને કામ કરો છો તો તે એટલું જ સરળ છે. જો તમે પોતાની પહેલી સેલરીથી જ નિયમિત રૂપે થોડા પૈસા બચાવો છો તો તમે સરળતાથી કરોડપતિ બની શકો છો. રોકાણ પર સૌથી વધુ રીટર્ન આપવાની ક્ષમતા ઇક્વિટી માં હોય છે. પણ શેર બજારમાં રોકાણ કરવું જોખમ ભરેલું છે. એવામાં તમે મ્યુચુઅલ ફંડ ની એસઆઈપી માં પૈસા લગાવી શકો છો. અહિત મેં થોડુંથોડું રોકાણ કરીને કરોડપતિ બની શકો છો. આજે અમે તેની રણનીતિ વિશે જણાવીશું.ઇક્વિટી મ્યુચુઅલ ફંડ સૌથી સારો વિકલ્પ છે:- ઇક્વિટી મ્યુચુઅલ ફંડ રોકાણ નો એક સારો વિકલ્પ છે. ઇક્વિટી મ્યુચુઅલ ફંડમાં તમે એસઆઈપી દ્વારા પોતાની નાની નાની બચત રોકાણ કરી શકો છો. આ બચત તમને કરોડપતિ બનાવી શકે છે જે રોકાણકાર એક મોટું ફંડ જમા કરવા માંગે છે તેમની પાસે રોકાણ માટે એક મોટી રકમ નથી હોતી. તો તેઓ એસઆઈપી દ્વારા રોકાણ કરી શકે છે. દસ વર્ષ માટે મ્યુચુઅલ ફંડ માં એસઆઈપી તમને ઓછામાં ઓછુ 12% વાર્ષિક વ્યાજ આપી શકે છે. 

એન્યુઅલ સ્ટેપ-અપ નો ફાયદો ઉઠાવો:- ઇક્વિટી મ્યુચુઅલ ફંડ માં તમે 10 વર્ષોનું લક્ષ્ય લઈને પણ ચાલી શકો છો. આ દસ વર્ષના રોકાણથી તમે એક કરોડ રૂપિયાનું ફંડ જમા કરી શકો છો. આ ટાર્ગેટ ને મેળવવા માટે તમે માસિક એસઆઈપી માં એન્યુઅલ સ્ટેપ-અપ નો ઉપયોગ કરી શકો છો. સ્ટેપ અપ એસ આઈપી એક એવો ફીચર છે જે એસઆઈપી માં પોતાના યોગદાનને એક વિશેષ અવધી પછી વધારી દે છે. તમે દર વર્ષે પોતાની એસઆઈપી ની રકમમાં થોડો વધારો કરી શકો છો. આ રીતે તમે પોતાની આવક માં વાર્ષિક ઇન્ક્રીમેન્ટ અને પોતાના વિત્તીય ગોલ અનુસાર એસઆઈપી ની રકમમાં વધારો કરી શકો છો.આ રીતે તૈયાર થાય છે કરોડ રૂપિયાનું ફંડ:- જો તમે 10 વર્ષની એસઆઈપી થી એક કરોડ રૂપિયા ની રકમ મેળવવા માંગો છો તમે એન્યુઅલ સ્ટેપ અપ ને 20% પર રાખી શકો છો. એસઆઈપી કેલકુંલેટર અનુસાર અહી 12% વાર્ષિક રીટર્ન ના હિસાબથી તમારે 21,000 રૂપિયા ની માસિક એસઆઈપી ની સાથે શરૂઆત કરવી પડશે. મંથલી એસઆઈપી 21,000 રૂપિયા હોય, અનુમાનિત એન્યુઅલ રીટર્ન પર 12% હોય અને એન્યુઅલ સ્ટેપ અપ 20% હોય અને અવધી 10 વર્ષની હોય છે. તો એક કરોડ રૂપિયા નું ફંડ તમે જમા કરી શકો છો.

એસઆઈપી કેલકુંલેટર અનુસાર દસ વર્ષ પછી કુલ રોકાણની રાશી 65,41,588 રૂપિયા થશે અને રીટર્ન રકમ 38,34,556 રૂપિયા થશે. આ રીતે તમારી પાસે 1,૦૩,76,144 રૂપિયા નું ફંડ જમા થશે. આ રીતે તમે ઓછી અવધિમાં કરોડપતિ બની શકશો. આમ તમે એસઆઈપી દ્વારા પર પોતાનું એક ફંડ તૈયાર કરીને કરોડ પતિ બની શકો છો. જેમાં તમારે ધીરેધીરે પોતાના પૈસાની બચત કરવાની છે. અને 10 વર્ષોમાં તમે કરોડપતિનું સપનું સાકાર કરી શકો છો. 

(મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરવું એ જોખમી છે, એ માટે બજાર નું ડીપ એનાલિસિસ જરૂરી છે. રિસ્ક લેતા પહેલા તમે કોઈ એક્સપર્ટ ની સલાહ લઈ શકો છો . )

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment