માત્ર 1 લાખનું રોકાણ કરી શરૂ કરો આ  બિઝનેસ, દર મહિને થશે બે લાખની કમાણી. સરકાર પણ કરે છે મદદ… જાણો સંપૂર્ણ માહિતી…

જો તમે પોતાની બોરિંગ નોકરીથી ખુબ જ કંટાળી ગયા છો અને વધુ કમાણી કરવા માટે પોતાનો કોઈ બિઝનેસ શરૂ કરવા માંગો છો તો આજે અમે તમને એક એવા શાનદાર વ્યવસાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં તમે ઓછા પૈસા ખર્ચ કરીને ખુબ જ મોટી કમાણી કરી શકો છો. આ માટે સૌથી સારો ઉપાય એ છે કે કાકડીની ખેતી. જી હા મિત્રો, તમે કાકડીથી ઓછા સમયમાં વધુ પૈસા કમાવવાનો અવસર મળી શકે છે.

કાકડીની ખેતી કરીને કમાવ લાખો રૂપિયા : તમને જણાવી દઈએ કે, આ ફસલનો સમય ચક્ર 60 થી 80 દિવસમાં પૂરું થઈ જાય છે. જો કે કાકડી તો મોટાભાગે ઉનાળામાં થાય છે. પરંતુ ચોમાસામાં કાકડીની ફસલ વધુ થાય છે. કાકડીની ખેતી બધા જ પ્રકારની જમીનમાં કરી શકાય છે.

કાકડીની ખેતી કરવા માટે ભૂમિનું પીએચ 5.5 થી 6.8 સુધી સારું માનવામાં આવે છે. કાકડીની ખેતી નદી તેમજ તળાવના કિનારે પણ કરી શકાય છે. ચાલો તો જાણી લઈએ કાકડીની ખેતી કેવી રીતે કરી શકાય છે ?

સરકાર પાસેથી સબસીડી લઈને શરૂ કરો : યુપીના એક ખેડૂત દુર્ગાપ્રસાદ જે કાકડીની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે, ખેતીમાં નફો મેળવવા માટે પોતાના ખેતરમાં કાકડીની વાવણી કરી અને માત્ર 4 મહિનામાં 8 લાખ રૂપિયાની કમાણી કરી. તેમણે પોતાના ખેતરમાં નેધરલેંડની કાકડીની વાવણી કરી હતી. દુર્ગાપ્રસાદના કહેવા અનુસાર નેધરલેંડથી આ પ્રજાતિની કાકડીના બીજ મંગાવીને વાવણી કરનાર એ ભારતના પહેલા ખેડૂત છે.

તેમાં ખાસ વાત એ છે કે, આ પ્રજાતિની કાકડીમાં બીજ નથી હોતા. જેના કારણે આ કાકડીની માંગ મોટી મોટી હોટલ અને રેસ્ટોરન્ટમાં ખુબ વધુ હોય છે. દુર્ગાપ્રસાદ જણાવે છે કે, તેઓ ઉદ્યાન વિભાગથી 18 લાખ રૂપિયાની સબસીડી લઈને ખેતરમાં જ સેડનેટ હાઉસ બનાવ્યું હતું.

સબસીડી લીધા પછી પણ પોતાને 6 લાખ રૂપિયા ખર્ચ કરવા પડ્યા હતા. આ સિવાય તેમણે નેધરલેંડથી 72 હજાર રૂપિયાના બીજ પણ મંગાવ્યા હતા. બીજ રોપ્યા પછી 4 મહિના પછી તેમણે 8 લાખ રૂપિયાની કાકડી વેંચી છે.

શા માટે આ વ્યવસાયની માંગ છે ? : આ કાકડીની વિશેષતા એ છે કે, તેની કિંમત સામાન્ય કાકડીની સરખામણીમાં બે ગણી વધુ હોય છે. જ્યાર દેશી કાકડી 20 રૂપિયા પ્રતિ કિલોના હિસાબે વેંચાય રહી છે ત્યાં નેધરલેંડનાં બીજ વાળી આ કાકડી 40 થી 45 રૂપિયા પ્રતિ કિલોના હિસાબે વેંચાઈ રહી છે. જો કે બધી જ કાકડીની માંગ આખું વર્ષ રહે છે. માર્કેટિંગ માટે તમે સોશિયલ મીડિયાની મદદ લઈ શકો છો. આમ આ કાકડીની ખેતી કરીને તમે લાખો રૂપિયાની કમાણી કરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment