શેર બજારમાં આ શેર મચાવી રહ્યો છે ધમાલ, ફક્ત 8 જ મહિનામાં રોકાણકારોના પૈસાને કરી દીધા ડબલ… જાણો સ્ટોકની વેલ્યુ અને રોકાણના ફાયદા…

છેલ્લા અમુક મહિનાઓ દરમિયાન શેર બજારમાં ભારે વેચાણનો ભોગ રહ્યો છે અને સરેરાશ રિટર્ન આપવામાં આપવામાં કામયાબ રહ્યું. જો કે આ દરમિયાન ઘણા સ્ટોકસમાં જબરદસ્ત પરફોર્મ જોવા મળ્યું છે અને ઇન્વેસ્ટર્સને મલ્ટીપ્લાયર રિટર્ન આપ્યું છે. ટાટા ગ્રુપની કંપની Tata Elxsi નો સ્ટોક પણ તેમાંથી જ એક છે. હાલમાં એનએસઈ(NSE) પર લાઈફટાઈમ  હાઈનો નવો રેકોર્ડ બનાવવા વાળા આ સ્ટોકે લગભગ 8 મહિનામાં રોકાણકારોના પૈસા ડબલ કરી દીધા છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો આ દરમિયાન Tata Elxsi સ્ટોકે 3 ગણા કરતા પણ વધુ રિટર્ન આપ્યું છે.

હાલમાં બનાવ્યો સ્ટોકે નવો રેકોર્ડ : એનએસઈ (NSE) પર છેલ્લા દિવસોમાં આ સ્ટોકે 9,420 રૂપિયાને નવો લાઈફટાઈમ હાઈ બનાવ્યો છે. છેલ્લા અઠવાડિયાના અંતિમ દિવસ શુક્રવારના રોજ કારોબાર સમાપ્ત થયો પછી આ સ્ટોક 8,915 રૂપિયા પર બંધ થયો હતો. લગભગ આઠ મહિના પહેલા એટલે કે 5 ઓગસ્ટ 2021 ના રોજ આ સ્ટોક 4,264.55 રૂપિયા પર હતો. આ રીતે જોઈએ તો 8 મહિનામાં આ સ્ટોકે 109% કરતા પણ વધુની છલાંગ લગાવી છે. એટલે કે 8 મહિના પહેલા આ સ્ટોકમાં જો ઇન્વેસ્ટ કરવામાં આવ્યું હોય તો આજ ડબલ કરતા પણ વધુ રિટર્ન મળ્યું હોય.

એક વર્ષના હિસાબથી જોઈએ તો રિટર્ન ખુબ જ મોટું થઈ જાય છે. 1 વર્ષ પહેલા 5 એપ્રિલ 2021ના બજાર બંધ થયા બાદ ટાટા સમૂહનો આ સ્ટોક 2,855.80 રૂપિયા પર હતો. આ રીતે 1 વર્ષમાં આ સ્ટોકે 3 ગણી ઝડપ કરતા પણ વધુ 212% ઉપર ચડ્યો છે. આ દરમિયાન બ્રોડર માર્કેટના મેજર ઇન્ડેક્સ એનએસઈ નિફ્ટી લગભગ 20.72% જ ચડી શક્યો હતો. વર્ષ ભરમાં પહેલા જો કોઈ રોકાણકારે આ સ્ટોકમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તેની પાસે 3.12 લાખ રૂપિયા હોત.

શાનદાર છે સ્ટોકનો ટ્રેક રેકોર્ડ : આ સ્ટોકની હિસ્ટ્રી જોઈએ તો સાફ નજર આવે છે કે, તેનો ટ્રેક રેકોર્ડ જ મલ્ટીબીગર રહ્યો છે. 13 વર્ષ પહેલા એટલે કે 2 એપ્રિલ 2009 ના રોજ આ સ્ટોકની વેલ્યુ 42.48 રૂપિયા હતી. અત્યારે આ સ્ટોક 13 વર્ષ પહેલાની તુલનામાં લગભગ 20,700 ની ટકાવારીથી ઉપર છે. આ લગભગ 208 ગણી તેજી છે. જો ત્યારે કોઈ ઇન્વેસ્ટર્સ દ્વારા આ સ્ટોકમાં 1 લાખ રોકાણ કર્યું હોય તો આજે તેના ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ 2.08 કરોડ રૂપિયા થઈ ગઈ હોય.

આ વર્ષના વેસ્ટ મલ્ટીબીગર માંથી એક : આ સ્ટોકનો શાનદાર રેકોર્ડ આ રીતે પણ જોવામાં આવે છે. છેલ્લા 1 મહિનામાં આ સ્ટોકને લગભગ 35% ની તેજી આવી છે. ફક્ત આ વર્ષેપણ અત્યારે લગભગ 50% ની તેજી દર્જ કરાવી ચુક્યો છે અને 2022 ના સૌથી મલ્ટીબીગર સ્ટોક બનવાની રાહ પર છે. છેલ્લા 6 મહિનામાં તેમાં 53% ની તેજી આવી છે. આ રીતે છેલ્લા 5 વર્ષમાં Tata Elxsi ના સ્ટોકને 1000% થી પણ છલાંગ લગાવી છે. છેલ્લા 10 વર્ષની વાત ક્રિએ તો લગભગ 100 રૂપિયાથી 88.50 ગણો વધી ચુક્યો છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment