ઉનાળામાં રોજ ખાવ આ પીળા ટુકડા, વજન, પાચન, હૃદય, ડાયાબિટીસ સહિત કબજિયાત અને ચામડીના રોગો થઈ જશે ગાયબ…

મિત્રો ઉનાળાની ગરમી હવે જોર પકડી રહી છે, તેવામાં માર્કેટમાં પણ હવે ક્યાંક ક્યાંક અમૃત સમાન ફળ કેરી નજર આવવા લાગી છે. કેરી તો લગભગ લોકોને ખાવી પસંદ હોય છે. કેમ કે કેરી સ્વાદમાં તો બેસ્ટ હોય જ છે, સાથે સાથે તે આપણી હેલ્થ માટે પણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. કેરીમાં ભરપુર માત્રામાં વિટામીન, મિનરલ્સ, એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે, જે આપણા શરીરને તંદુરસ્ત રાખવામાં ખુબ જરૂરી તત્વો છે.

કેરી બ્લડ કલોટિંગની સમસ્યાને દુર કરે છે અને એનીમિયાની સમસ્યાથી આપણને બચાવે છે. એટલું જ નહિ, તે આપણા શરીરના હાડકાને પણ મજબુત બનાવવામાં મદદ કરે છે. કેરીમાં રહેલ વિટામીન સી બ્લડ વેસેલ્સ અને કોલેજનના પ્રોડક્શનને સારું કરે છે, જેના કારણે શરીરમાં કોઈ પણ પ્રકારની સમસ્યાને જલ્દીથી જલ્દી સારી કરવામાં આસાની થાય છે. તો ચાલો જાણીએ ગરમીની સિઝનમાં કેરી ખાવાથી થતા આ અદ્દભુત ફાયદાઓ વિશે…

હૃદયની સમસ્યા : કેરીનું સેવન કાર્ડિયોવેસ્કૂલર સિસ્ટમને બહેતર રીતે કામ આપે છે. તેમાં રહેલા મેગ્નેશિયમ અને પોટેશિયમ બ્લડ પ્રેશરને બહેતર કરે છે અને પલ્સ રેટને નોર્મલ રાખવામાં મદદ કરે છે, જેનાથી હૃદયની સમસ્યાઓ દુર રહે છે.

પાચન : કેરીમાં ભરપુર માત્રામાં ડાયટરી ફાયબર મળી આવે છે, જે પાચનક્રિયાને સારી રાખવામાં મદદ કરે છે અને પેટને સાફ કરવામાં મદદ કરે છે. જેના કારણે કબજિયાતની સમસ્યા દુર થાય છે અને પાચનતંત્ર પણ સારું રહે છે.

ડાયાબિટીસ : કેરી એક કમ જીઆઈ સ્કોર વાળું ફળ છે. જેના કારણે ડાયાબિટીસના રોગીઓ માટે કેરી નુકશાનકારક નથી માનવામાં આવતી છે. આ બ્લડ શુગર લેવલને પ્રભાવિત નથી કરતું અને શરીરમાં એનર્જી આપે છે.

વજન : કેરીને વજન ઘટાડવા માટે પણ અનુકુળ માનવામાં આવે છે, કેમ કે તેના સેવનથી ફેટ નથી બનતું અને કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં આવે છે. કેરીમાં ફાયબરની માત્રા ભરપુર પ્રમાણમાં હોય છે જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જેના કારણે તમે ઓછું જમો છો અને એકંદરે વજન ઘટે છે.

થાઈરોઈડ : કેરીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન સી જેવા પોષકતત્વો હોય છે. જે બ્લડ પ્રેશરને સારું બનાવવામાં મદદ કરે છે. કેરીમાં રહેલું મેગ્નેશિયમ થાઈરોઈડથી સંબંધિત સમસ્યાઓમાં પણ ફાયદાકારક છે.

ત્વચાની સમસ્યાઓ : કેરીમાં રહેલ વિટામીન એ ત્વચા માટે ખુબ જ ફાયદાકારક હોય છે. જે ખીલને દુર કરવામાં અને એન્ટી એન્જીંગ ગુણોથી ભરપુર હોય છે. વિટામીન સી કોલેજનના ઉત્પાદનને વધારે છે અને તેનાથી સ્કીનની સાથે સાથે વાળ પણ હેલ્દી રહે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment