રાંદલમાંના લોટા તેડવાથી થાય છે તમારા ઘરમાં આવું… જાણો કેમ તેડવામાં આવે છે રાંદલમાં ના લોટા

રાંદલમાંના લોટા તેડવાથી થાય છે તમારા ઘરમાં આવું… જાણો કેમ તેડવામાં આવે છે રાંદલમાં ના લોટા

મિત્રો હિંદુ ધર્મમાં રાંદલ માતાના લોટા તેડવાની પ્રથા ખુબ જ પ્રચલિત છે અને ગુજરાતમાં તો ખાસ કરીને આ પ્રથા ખુબ જ જોવા મળે છે. દિકરાના લગ્ન હોય કે ઘરે દિકરાનો જન્મ થયો હોય, તો તે શુભ પ્રસંગોમાં રાંદલ માતાના લોટા તેડવામાં આવે છે. જેને આપણે માતાજી તેડયા અથવા તો રાંદલ તેડ્યા એવું પણ કહેતા હોઈએ છીએ. એમાં આપણા ગુજરાતી લોકો ખુબ જ હોંશે હોંશે રાંદલમાંના લોટા તેડતા હોય છે. જેમાં તેઓ નાની નાની દીકરીઓને જમાડે છે. તેમજ લોટામાં રાંદલમાંનો શણગાર કરીને તેનું બાજોટ પર સ્થાન કરવામાં આવે છે અને અખંડ દીવો કરવામાં આવે છે. તેમજ સ્થાપનની જગ્યા પર માતાજીના ગરબા પણ ગાવામાં આવે છે અને ઘોડો ખુંદવામાં આવે છે.

પરંતુ મિત્રો આ વાત તો સામાન્ય છે કે બધા ગુજરાતીઓને ખબર હશે કે રાંદલ માતાના લોટા ક્યારે અને કેવી રીતે તેડવામાં આવે છે. પરંતુ આજે અમે તમને જણાવશું કે રાંદલ માતાના લોટા તેડવા પાછળનું મહત્વ શું છે. શા માટે રાંદલ માતાના લોટા તેડવામાં આવે છે.

મિત્રો માતા રાંદલ ભગવાન સૂર્યદેવના પત્ની છે. આ ઉપરાંત યમરાજા અને નદી યમીનીના માતા પણ છે. જ્યારે શનિદેવ અને તાપી નદી રાંદલ માતાની છાંયાના સંતાનો છે. તમને જણાવી દઈએ કે સૂર્યદેવે માતા અદિતિની ઈચ્છાને માન આપીને રાંદલ માતા સાથે લગ્ન કર્યા હતા. એક વખત માતા અદિતિ સૂર્યદેવને લગ્ન માટે કહે છે અને સૂર્યદેવ માની જાય છે. ત્યારે સૂર્યદેવના માતા અદિતિ રાંદલ માતાના માતા કંચના દેવી પાસે રાંદલ માતાનો હાથ સૂર્યદેવ માટે માંગવા જાય છે.

ત્યારે રાંદલમાંના માતા કંચના દેવી આ સંબંધ માટે ના પાડે છે અને કહે છે કે તમારો દીકરો તો આખો દિવસ બહાર રહે અને મારી દીકરી ભૂખે મરી જશે. ત્યાર પછી થોડા સમય બાદ એક દિવસે માતા કંચના દેવી આદિતી દેવીના ઘરે તાવડી માંગવા માટે જાય છે, ત્યારે અદિતિ માતા કહે છે કે હું તાવડી તો આપું, પરંતુ જો તૂટી જશે તો હું ઠીકરીની જગ્યાએ દીકરી માંગીશ. જ્યારે કંચના દેવી તાવડી લઈને ઘરે જતા હોય છે ત્યારે રસ્તામાં બે આખલા અથડાય છે અને જેના કારણે કંચનાં દેવીનાં હાથમાં રહેલી તાવડી તૂટી જાય છે.

ત્યાર બાદ કંચના દેવી માતા અદિતિની શરત મુજબ રાંદલ માતાના લગ્ન ભગવાન સૂર્યદેવ સાથે કરાવે છે. પરંતુ રાંદલ માતા સૂર્યદેવના તેજને સહન કરી શકતા ન હતા. તેથી રાંદલ માતાએ પોતાનું બીજું રૂપ પ્રગટ કર્યું જે તેમની છાયા કહેવાયું. પોતાનું બીજું રૂપ પ્રગટ કર્યા બાદ રાંદલ માતા રિસાઈને પોતાના પિયર જતા રહે છે.

પરંતુ જ્યારે રાંદલ માતા પોતાના પિતાના ઘરે આવે છે તો તેના પિતા જણાવે છે કે દીકરી હંમેશા સંસારે જ શોભે. આવા તિરસ્કાર ભર્યા શબ્દો સાંભળીને રાંદલ માતા પૃથ્વી પર ઘોડીનું સ્વરૂપ ધારણ કરે છે અને એક પગે ઉભા રહીને તપ કરે છે. તો બીજી બાજુ રાંદલ માતાની છાંયાને સૂર્યદેવ રાંદલ માતા જ સમજે છે. તે સમયે પૂત્ર શનિદેવ અને તાપીનો જન્મ થાય છે.

એક સમયે યમ અને શનિદેવ વચ્ચે ખુબ લડાઈ થાય છે. તે સમયે યમને છાંયા સ્વરૂપ શ્રાપ આપે છે. આ સાંભળી સૂર્યદેવને શંકા જાય છે કે છાંયા તે યમની માતા છે અને માતા ક્યારેય પોતાના દીકરાને શ્રાપ નથી આપતી અને નક્કી વાતમાં કોઈ રહસ્ય તો છે. ત્યારે સૂર્યદેવ છાંયા સ્વરૂપને બધું સત્ય જણાવવા માટે કહે છે.

સૂર્યદેવના પુછવાથી છાંયા જણાવે છે કે, હું રાંદલની છાંયા છું. રાંદલ તો પૃથ્વી પર ઘોડી સ્વરૂપે તપ કરી રહ્યા છે. આ વાત જાણીને ભગવાન સૂર્ય પણ ઘોડાનું સ્વરૂપ લઈને પૃથ્વી પર આવે છે અને રાંદલ માતાનું તપ ભંગ કરે છે. ત્યારે અશ્વિની ઘોડાના નસકોરામાંથી અશ્વિની કુમારોની ઉત્પત્તિ થાય છે. ત્યાર બાદ સૂર્યનારાયણ માતા રાંદલના કહેવાથી પોતાનું તેજ ઓછું કરે છે અને પૃથ્વીને તેના પ્રચંડ તાપથી બચાવવાનું વચન આપે છે.

આ ઉપરાંત સૂર્યદેવ માતા રાંદલના તપથી પ્રસન્ન થાય છે અને વરદાન આપે છે કે જે કોઈ રાંદલ માતાના લોટા તેડશે, તેના ઘરમાં સુખ સમૃદ્ધિ અને પ્રગતિ આવશે. હંમેશા રાંદલમાંના કોઈ પણ એક પ્રસંગ માટે બે લોટા માનવામાં આવે છે. જેમાં એક રાંદલ માતાનો હોય છે અને બીજો તેમની છાંયાનો. જો રાંદલમાંના લોટા તેડવામાં આવે તો સુર્યદેવની સાક્ષાત કૃપા આપણા પર થાય છે. જેના કારણે વ્યક્તિના જીવનનો ઉદય થાય છે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ    (૪) એવરેજ

3 thoughts on “રાંદલમાંના લોટા તેડવાથી થાય છે તમારા ઘરમાં આવું… જાણો કેમ તેડવામાં આવે છે રાંદલમાં ના લોટા”

Leave a Comment