ઘડપણમાં લાકડીના ટેકા સમાન છે સરકારની આ યોજના, વૃદ્ધાવસ્થામાં મળશે દર મહીને મળશે 9,250 રૂપિયાનું રોકડું પેન્શન… જાણો યોજનાની પૂરી માહિતી..

મિત્રો દરેક લોકો ઈચ્છે છે કે, તેને વૃદ્ધાવસ્થામાં પોતાનું સુખમય જીવન જીવવા મળે. આથી જ લોકો અત્યારથી પોતાના ભવિષ્ય માટે એક સેવિંગ જમા કરાવે છે. આજે અમે તમને વૃદ્ધાવસ્થાની આવી જ એક ખુબ જ સહાયક યોજના વિશે વાત કરીશું.

નિવૃત્તિ પછી જીવન સુખેથી પસાર થાય, આ માટે દરેક લોકો પોતપોતાની રીતે સેવિંગ કરતા હોય છે. નિવૃત્તિ પછી કોઈ પણ પ્રકારની આર્થિક પરેશાની ન થાય, આ માટે પેન્શન પ્લાન અથવા તો નિવૃત્તિ પ્લાનિંગની સલાહ આપવામાં આવે છે. કાયદો એ છે કે જયારે તમે તમારા પ્રોફેશનલ જીવનની શરૂઆત કરો છો ત્યારે જ નિવૃત્તિ પ્લાનિંગ પણ શરુ કરી દેવી જોઈએ.

જો કામ ધંધો કે નોકરી કરતી વખતે પોતાનો નિવૃત્તિ પ્લાન તૈયાર ન કર્યો તો વૃદ્ધાવસ્થામાં પણ નોકરી કરવી પડશે.આજે બજારમાં દરેક સરકારી અને પ્રાઇવેટ સ્કીમ્સ છે જે સારું એવું નિવૃત્તિ પ્લાન આપે છે. જો તમે સુરક્ષિત જગ્યાએ પૈસાની બચત કરવા માંગતા હો તો પ્રધાનમંત્રી વય વંદના યોજના તમારા માટે સારો એવો ઓપ્શન બની રહે છે. પીએમ વય વંદના યોજનામાં તમારા પૈસા સુરક્ષિત રહેશે અને તેમાં રોકાણ કરીને તમને દર મહીને એક નક્કી પેન્શન મળતું રહેશે.

જો તમે એક મુશ્ત રોકાણ કરીને દર મહીને પેન્શન મેળવવા માંગતા હો તો તમારા માટે ‘પ્રધાનમંત્રી વય વંદના યોજના’ એક સરકારી પેન્શન સ્કીમ છે. આ સ્કીમ ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા ચલાવવામાં આવે છે. 4 મે 2017 ભારત સરકારે દેશના વરિષ્ટ નાગરિકોને ધ્યાનમાં રાખીને ‘પ્રધાનમંત્રી વય વંદના યોજના’ બહાર પાડી છે.

બધી જ ફિક્સ ડીપોઝીટ અને પેન્શન યોજનાઓની સરખામણીએ ‘પ્રધાનમંત્રી વય વંદના યોજના’ માં સારું વ્યાજ મળે છે. આ સમયે પીએમપીપીવાઈ સ્કીમમાં 7.40 ટકા વાર્ષિક દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ યોજનામાં તમે એક ફિક્સ રકમ જમા કરીને દર મહીને એક નિશ્ચિત પેન્શન મેળવી શકો છો.

એક ચોક્કસ રકમ જમા કરવી પડશે : વડીલોને પેન્શન માટે વય વંદના યોજનામાં એક ચોક્કસ રકમનું રોકાણ કરવું પડશે. દર વર્ષે 1 એપ્રિલે સરકાર સમીક્ષા કરીને યોજનાના વ્યાજમાં ફેરફાર કરે છે. આ યોજનાની અંદર રોકાણ કરવા માટે વધુમાં વધુ સાડા સાત લાખની સીમા હતી, જેને વધારીને 15 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે. નવા સંશોધનો પછી 1000 રૂપિયા માસિક પેન્શન માટે ગ્રાહકોએ ઓછામાં ઓછી 1.62 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. ત્રિમાસિક પેન્શન માટે 1.61 લાખ, 6 માસિક માટે 1.59  લાખ રૂપિયા અને વાર્ષિક પેન્શન માટે ઓછામાં ઓછુ 1.56 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.

દર મહીને 9250 રૂપિયાનું પેન્શન : પીએમ વય વંદના યોજનાની અંદર વધુમાં માસિક પેન્શનની રાશિ 9250 રૂપિયા છે. તમે તેને 6 માસિક રૂપમાં 27,750 રૂપિયાનું પેન્શન લઈ શકો છો. અને જો વાર્ષિક પેન્શનન જોઈતું હોય તો તમારે 1.11 લાખ રૂપિયા મળશે. પણ આ માટે તમારે પીએમવીવીએસમાં 15 લાખ રૂપિયા જમા કરાવવા પડશે. આ સ્કીમની મેચ્યોરીટી 10 વર્ષની છે. જો પતિ-પત્ની મળીને આ યોજનામાં રોકાણ કરે છે તો રોકાણની રાશી 30 લાખ રૂપિયા છે. તો પ્રતિમાસ 18,500 હજાર રૂપિયા દર મહીને પેન્શન રૂપે મળે છે.

શું ફાયદાઓ છે ? : 60 વર્ષ પછી પણ પીએમ વય વંદના સ્કીમમાં રોકાણ કરી શકાય છે. ખાસ વાત એ છે કે આ યોજના માટે તમારે કોઈ પણ પ્રકારનો મેડીકલ તપાસની જરૂર પડતી નથી. યોજના દરમિયાન રોકાણકારની મૃત્યુ થઈ જાય છે તો નોમીનીને બધા જ પૈસા પાછા મળે છે. આ યોજનામાં ત્રણ વર્ષ પછી લોન લેવાની સુવિધા પણ છે. ઈમરજન્સીમાં તમે આ યોજનાની મેચ્યોરીટી પહેલા પણ પૈસા ઉપાડી શકો છો.

પીએમ વય વંદના યોજના વિશે વધુ જાણકારી LIC ની લિંક https://licindia.in/Products/Pension-Plans/Pradhan-Mantri-Vaya-Vandana-Yojana1 પરથી મેળવી શકો છો. આ યોજના માટે તમે ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે આવેદન કરી શકો છો. ઓનલાઇન આવેદન તમે LIC ની વેબસાઈટ પર જઈને મેળવી શકો છો. અને ઓફલાઈન આવેદન LIC બ્રાંચ પર જઈને કરી શકો છો.

વય વંદના યોજના ના ફ્રી લુક પીરીયડ : જો કોઈ પોલીસી ધારક પ્રધાનમંત્રી વય વંદના યોજનાના નિયમ અને શરતથી સંતુષ્ટ નથી તો તે પોલીસી લીધાના 15 દિવસની અંદર પોલીસી પાછી ખેંચી શકે છે. જો પોલીસી ઓફલાઈન ખરીદી કરવામાં આવી છે તો 15 દિવસની અંદર પાછી લઈ શકાય છે. અને જો પોલીસી ઓનલાઇન લેવામાં આવી છે તો 30 દિવસની અંદર પાછી ખેંચી શકાય છે.

31 માર્ચ 2023 સુધી રોકાણ કરી શકો છો : સરકારે આ યોજનાની અંદર રોકાણની અંતિમ અવધી વધારીને 31 માર્ચ 2023 સુધી કરી દીધી છે. આ યોજનાની અંદર વરિષ્ટ નાગરિકોને ન્યુનતમ 12,000 રૂપિયા પ્રતિ વર્ષની પેન્શન માટે 1,56,658 રૂપિયા પ્રતિ માસ ન્યુનતમ પેન્શન રાશિ પ્રાપ્ત કરવા માટે 1,62,162 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આમ તમે પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં રોકાણ કરીને વૃદ્ધાવસ્થામાં પેન્શન મેળવી શકો છો. તેમજ તમારી બાકીની જીંદગી આરામથી પસાર કરી શકો છો. આ યોજનાથી અનેક લોકોને લાભ મળી રહ્યો છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment