વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક વસ્તુની ઘરમાં એક નિશ્ચિત દિશા નક્કી કરવામાં આવી છે. એટલું જ નહિ પણ આ બધી વસ્તુઓને વાસ્તુ અનુસાર રાખવી એ પણ લાભકારી છે. અને તેનાથી ઉન્નતી નો રસ્તો પણ ગતિશીલ રહે છે. જેમ વસ્તુઓને રાખવા માટે એક નિશ્ચિત વાસ્તુ છે તેવી જ રીતે છોડને પણ ઘરમાં રાખવા માટેની એક નિશ્ચિત દિશા નિર્ધારિત કરવામાં આવી છે. અને ઘણા છોડને વાસ્તુ અને દિશા બંને કારણે ઘરમાં રાખવા શુભ માનવામાં આવે છે. આવા જ છોડમાં એક છે શમીનો છોડ.
વાસ્તુશાસ્ત્રને ઘરમાં ફૂલ અને વૃક્ષ વાવવા માટે પણ લાગુ કરી શકાય છે. જયારે તમે પોતાના ઘરમાં એક છોડ કે વૃક્ષ વાવી રહ્યા છો તો તમને તેના વિશે વાસ્તુની સંપૂર્ણ જાણકારી હોવી ખુબ જરૂરી છે. ચાલો તો જાણી લઈએ ઘરમાં શમીનો છોડ વાવવાથી શો લાભ થાય છે અને તેને વાવવા માટે વાસ્તુની કઈ બાબતનું ધ્યાન રાખવું.
ઘરમાં શમીનો છોડ શુભ માનવામાં આવે છે : શમીનો છોડ મુખ્ય રૂપે શનિદેવનો છોડ માનવામાં આવે છે. તેને ઘરમાં વાવવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આ છોડ ભગવાન શિવને પણ ખુબ જ પ્રિય છે. એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં શમીનો છોડ હોય છે ત્યાં ભગવાન શિવનો વાસ હોય છે. અને શનિની ખરાબ દ્રષ્ટિ નથી રહેતી. માન્યતા એ છે કે આ છોડને ઘરમાં યોગ્ય દિશામાં લગાવવાથી સુખ સમૃદ્ધિ અને ધન-ધાન્ય મળે છે. આ છોડમાં નિયમિત રૂપે પાણી પાવાથી બધી જ મનોકામના પૂરી થાય છે.
શમીના છોડનું વાસ્તુ અનુસાર મહત્વ : વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારી કુંડળીમાં શનિ અથવા તો શનિનો પ્રભાવ છે તો તમારે ઘરમાં શમીનો છોડ જરૂર વાવવો જોઈએ. વાસ્તવિકતા એ છે કે વાસ્તુશાસ્ત્રથી શનિની સમસ્યાનું સમાધાન કરી શકાય છે. શમીના છોડ માટે ઉપયુક્ત વાસ્તુ સ્થાન ઘરની પશ્ચિમ દિશા છે. પણ જો તમે વાસ્તુશાસ્ત્ર વિશે નથી જાણતા અને ઘરની અન્ય દિશામાં છોડ વાવી રહ્યા છો તો શનિના પરિણામ વધુ આવશે. અને તેનાથી જીવનમાં પરેશાનીઓનો સામનો કરવો પડશે. આથી શમીનો છોડ શનિ દોષને દુર કરવા માટે જરૂર વાવવો જોઈએ. પણ આ વિશે સાચી જાણકારી લીધા પછી જ વાવવો જોઈએ.
શમી વૃક્ષની કહાની/કથા : શમીનું વૃક્ષ દુનિયામાં સૌથી પવિત્ર વૃક્ષોમાંથી એક માનવામાં આવે છે, અને તેની પ્રાચીનકાળથી પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે શમીના વૃક્ષની પૂજા કરી રહ્યા છો તો તે તમારા બધા જ પાપોને કુશળતાથી સાફ અને દૂર કરે છે.
એક પૌરાણિક કથા અનુસાર મહાભારત યુદ્ધ પહેલા પાંડવો એ પોતાના હથિયાર શમી વૃક્ષને સોપ્યા હતા, અને વિજય માટે તે વૃક્ષને પ્રાર્થના કરી હતી. ત્યારથી જ શમીના વૃક્ષની પૂજા વિજય માટે કરવામાં આવે છે. વાસ્તવમાં જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર બંનેમાં શમીના વૃક્ષની મહતવની ભૂમિકા છે. આથી લોકો ઘરની અંદર શમીનો છોડ વાવવાનું શુભ માને છે. કહેવામાં આવે છે કે શમીનો છોડ જલ્દી સુકાતો નથી. આથી તેને વધુ સંભાળ રાખવાની જરૂર નથી. પણ જો તે કારણ વગર સુકાવા લાગે તો તે કોઈ અનહોનીનો સંકેત હોઈ શકે છે.
જ્યોતિષિય રાય : વાસ્તુ વિશેષજ્ઞ અને જ્યોતિષાચાર્ય ના જણાવ્યા અનુસાર જો શનિની સાડાસાતી અથવા પનોતી ચાલી રહી છે તો શમીના વૃક્ષ પાસે દર શનિવારે સુર્યાસ્ત સમયે સરસવના તેલનો દીવો કરવાથી વિશેષ લાભ મળે છે.
શમી વૃક્ષ માટે સાચી દિશા : જો કે શમીનો છોડ શનિદેવનું પ્રતિનિધિત્વ કરે છે. આથી ઘરમાં શમીનો છોડ વધુ શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર આ છોડને ઘરની પશ્ચિમ દિશામાં લગાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે. આ છોડને ઘરની પૂર્વ દિશામાં અથવા ઇશાન ખૂણામાં પણ વાવી શકાય છે. પણ ભૂલથી પણ આ છોડને દક્ષિણ દિશામાં ન વાવવો, નહિ તો નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
જો તમે પણ ઘરમાં છોડ લગાવવાના શોખીન છો તો શમીનો છોડ ઘરની યોગ્ય દિશામાં વાવો. આમ કરવાથી ઘરની સુખ સમૃદ્ધિની સાથે આર્થિક સ્થિતિમાં પણ સુધાર આવે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી