સવારે પથારી માથી ઉઠતાંની સાથે જ ચક્કર આવે છે? તો તેને અવગણશો નહીં… નહીં તો પસ્તાશો

સવારે પથારી માથી ઉઠતાંની સાથે જ ચક્કર આવે છે, તો તેને અવગણશો નહીં, તે જીવલેણ રોગની નિશાની છે

લગભગ એવું થતું હોય છે કે, લોકો સવારે પથારી માથી ઊઠે છે અને તેને ચક્કર આવવા લાગે, પછી તે એકદમથી માથું પકડીને બેસી જાય છે. જો તમારી સાથે પણ આવું જ કઈ થાય છે અથવા હળવા ચક્કર આવે છે, તો તેને નજરઅંદાજ ન કરો. મેડિકલની ભાષામાં તેને પોસ્ટુરલ હાઇપરટેન્શન(PHOT) કહેવામાં આવે છે. શરીરમાં બ્લડપ્રેશરમાં અસામાન્ય ઘટાડો થવાના કારણે આ સમસ્યા સર્જાય છે.

ડોકટરો કહે છે કે આ સમસ્યા ખુબ જ ગંભીર છે અને તેને નજરઅંદાજ કરવી એ જોખમી થઈ શકે છે. શરીરમાં આવી સમસ્યાથી હાર્ટ ડિસી(હદયની બીમારી), ડ્રીપ્રેશન, ડીમેશિયા અને મૃત્યુ પણ થઈ શકે છે.

પોસ્ટુરલ હાઇપરટેન્શન ઉમરની સાથે વધે છે અને 60 વર્ષથી વધારે ઉમરના લોકોમાં 5 માથી 1 વ્યક્તિ આનો શિકાર થાય છે. 65 થી 69 વર્ષની ઉમરમાં 15% લોકો આ બીમારીના શિકાર થઈ શકે છે. જ્યારે 85 વર્ષથી વધારે ઉમરમાં 25% જેટલા લોકો આ પોસ્ટુરલ હાઇપરટેન્શનની બીમારીના શિકાર થાય છે.

નિષ્ણાંતો કહે છે કે, ક્લાસિક પોસ્ટુરલ હાઇપરટેન્શન પથારીમાથી બહાર નીકળતા વ્યક્તિને 3 મિનિટ સુધી ઘેરી લે છે. જ્યારે ડીલેટ પોસ્ટુરલ હાઇપરટેન્શનમાં વ્યક્તિને 3 મિનિટથી વધારે વાર લાગે છે, તો આ સમસ્યા થઈ શકે છે. ખાસ વાત તો એ છે કે, વ્યક્તિનું ખાન-પાન પણ આ બીમારીને ટ્રિગર કરે છે.

બ્રિટિશ જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટમાં એક હેલ્થ એક્સપર્ટ અર્તજા ગિલાની અને તેમના સહયોગીઓએ જણાવ્યુ હતું કે PHOT પાર્કિન, ડાયાબિટી, વિટામિન-બી12 ની ખામી, રેનલ ફેલિયર, ઓટોઇમ્યું ડીસર્ડર અને કેન્સર જેવી ભયંકર બીમારીની નિશાની છે.

નિષ્ણાંતો એ દાવો કર્યો હતો કે, PHOT એ હાઇ બ્લડ પ્રેશર અને એરીથ્મિયા સહિત એક હદય સંબંધિત રોગોનું જુથ છે. વધુમાં હાઇ બ્લડ શુગર વૃધ્ધાવસ્થાનું એક શારીરિક ડી-કન્ડિશનિંગને પણ પ્રોત્સાહન  આપી શકે છે.

નિષ્ણાંતોએ જણાવ્યુ છે કે, એન્ટિહાઇપરટેન્સીવ, નાઇરેટ્સ, ડ્યુરેટિક્સ, ટ્રાઈસાઈક્લિક, એંટીડિપ્રેસેંટ્સ, એન્ટિ સાઇકોટિક્સ અને બીટા બ્લોગર જેવા દરેક પ્રકારના ડ્રગ્સ પણ આનું કારણ બની શકે છે. આ સિવાય નશીલા પદાર્થનો ઉપયોગ ડ્રગ્સ અને આલ્કોહોલ પણ આનું કારણ બની શકે છે.

PHOTમાં વ્યક્તિ પડી પણ જાય છે, એ કારણથી તેના હાડકાં પણ ભાંગી શકે છે. તેથી આના લક્ષણોને ઓછું કરવાની સાથે જ, ઘા લાગવાની સંભાવના વધી જાય છે. PHOTના લક્ષણોથી બચવા માટે ઘણી બાબતોનું ધ્યાન રાખવું એ જરૂરી છે. આમાં આલ્કોહોલને અવોઈડથી લઈને ગરમ તાપમાન વાળી જ્ગ્યા પર ન રહેવું જોઇ, ગરમ પાણીથી ન્હાવું ન જોઇ અને પલંગ પર તકીયાને ઊચો રાખીને ન સૂવું જોઇ વગેરે જેવી બાબતો પણ સામેલ છે. આ સિવાય પથારી માથી ઉઠતાં-બેઠતા પહેલા 10 કાઉન્ટ ગણીને પછી ઊભું થવું જોઇ.

તમારા બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે તમારે દરરોજ થોડી એક્સેસાઈજ પણ કરવી જોઇ અને જ્યારે તમે ઊભા થાવ ત્યારે તમે તમારી કમરની માંસપેશીઓ ને થોડી સ્ટ્રેટ જરૂરથી કરો.

આમ તમે થોડી સાવચેતી રાખીને આવી ખતરનાક બીમારીથી બચી શકો છો. તેમજ તેનાથી તમને અન્ય બીમારી સામે પણ રક્ષણ મળી રહે છે. આ સિવાય જીવનની ગંભીર બીમારીઓ જેવી કે ડાયાબીટીસ, કેન્સર, ડીપ્રેશન, તનાવથી પણ બચી શકો છો. તેમજ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી શકો છો. આમ તમારે અમુક નાની નાની બાબતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment