Unlock-5 ની નવી ગાઈડલાઈન્સનું થઈ શકે છે એલાન, મળી શકે છે આ ખાસ છૂટ.

મિત્રો જેમ કે તમે જાણો છો કે, આજે કોરોનાને કારણે મોટાભાગના બાગ, બગીચા, સિનેમાહોલ, મોલ, વગેરે બંધ છે. પણ હવે અનલોક-5 નો સમય પણ નજીક આવી રહ્યો છે તો તેમાં ઘણી છૂટ પણ મળી શકે છે. જો તમે આ છૂટ વિશે જાણવા માંગો છો તો અ લેખ જરૂરથી વાંચો.

કોરોના દરમિયાન સમગ્ર દેશમાં જે લોકડાઉન લાગ્યું હતું. તેનું હવે ધીરે ધીરે અલગ અલગ ચરણોમાં ખોલવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ ચાર ચરણમાં જુદી-જુદી છૂટ આપવામાં આવી છે અને હવે અનલોક-5 ના ચરણમાં 31 ઓક્ટોબર સુધી નવી ગાઈડલાઈન બહાર પડી શકે છે અને આ સિવાય તમને જણાવી દઈએ કે ઓક્ટોબરથી જ ભારતમાં તહેવારનો સમય શરૂ થાય છે. આવા સમયે હવે જોવાનું રહ્યું કે સરકાર કંઈ જગ્યાએ છૂટ આપે છે કંઈ જગ્યા પર પ્રતિબંધ લગાડી શકે છે.

જ્યારે ગયા મહિને ગૃહ મંત્રાલયે બીજી ઘણી છૂટ આપવાનો સંકેત આપ્યો હતો અને ધીમે ધીમે કન્ટેમેન્ટ જોન બહાર બીજી ગતિવિધિ માટે છૂટ આપી હતી. હવે જ્યાં ઉદ્યોગ આવનાર તહેવારના દિવસોમાં ઉપભોક્તાની તરફથી માંગમાં વધારો થઈ શકે છે અને હજુ વધુ છૂટ મળી શકે તેમ છે.આ ઉપરાંત સાર્વજનિક સ્થાન જેમ કે મોલ, સલુન, રેસ્ટોરન્ટ, જીમને પહેલેથી જ બંધન સાથે છૂટ આપવામાં આવી છે. પણ હજુ સિનેમા હોલ, સ્વિમિંગપુલ, ઇન્ટરટેનમેન્ટ પાર્ક નથી ખુલ્યા. આવા સમયે એ જોવાનું રહ્યું કે ઓક્ટોબરથી ખોલવાની અનુમતિ આપવામાં આવે કે નહિ. જ્યારે આ માટે મલ્ટીપ્લેકસ એસોશીયેશન ઓફ ઇન્ડિયા તરફથી ઘણી વખત આ માટે ગુજારીશ કરવામાં આવી છે. જો કે આગલા દિશાનિર્દેશ માં 21 સપ્ટેમ્બરથી ઓપન એયર થિયેટર ખોલવાની સુચના આપવામાં આવી છે.

આ સિવાય તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળે તો 1 ઓક્ટોબરથી સીમિત સંખ્યામાં સિનેમા હોલ ખોલવાની પરવાનગી આપી દીધી છે. આ માટે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી એ જણાવ્યું હતું કે, સામાન્ય સમયમાં વાપસી કરવા માટે જાત્રા, નાટક, ઓપન એયર થિયેટર, સિનેમા અને બધા જ મ્યુઝિકલ, ડાંસ, ગાયકી અને જાદુ જેવા શો 50 કે તેથી ઓછા લોકોની હાજરીમાં 1 ઓક્ટોબરથી ખોલવામાં આવે છે. જો કે આ સમય દરમિયાન સામાજિક દુરી, માસ્ક પહેરવું, અને બચાવના આવશ્યક ઉપાયોનું ધ્યાન રાખવામાં આવે.આ સિવાય તમને જણાવી દઈએ કે ગયા મહિને સુચના અને પ્રસારણ મંત્રાલયના સચિવ અમિત ખેરે ગૃહ મંત્રાલયને થિયેટરમાં બેસવાની રીત જણાવી હતી. જે મુજબ પહેલી લાઈનમાં એક ખુરશીને છોડીને એકમાં એક વ્યક્તિને બેસવા દેવામાં આવે. આવું જ બીજી લાઈનમાં પણ કરવામાં આવે.

આ સિવાય ગયા અઠવાડિયા દરમિયાન એક રીપોર્ટ અનુસાર એવો દાવો કરવામાં આવ્યો હતો કે કડક નિયમોનું પાલન કરતા 1 ઓક્ટોબરથી ગૃહ મંત્રાલય તરફથી થિયેટર ખોલવાની અનુમતિ આપવામાં આવે. જો કે પીઆઈબી તરફથી આ દાવો નકારવામાં આવ્યો છે.

આ મહામારીને કારણે લોકડાઉન દરમિયાન પર્યટન વિભાગને ઘણો માર પડ્યો છે. આવા સમયે સંભવ છે કે, પર્યટક સ્થળ ખોલવામાં આવે. આવા જ એક પ્રયાસ દરમિયાન 10 ઓક્ટોબરથી હોટલ, હોમ-રેસ્ટોરટ અને અન્ય ટુરિઝમથી જોડાયેલ સેવાઓ શરૂ કરવામાં આવશે. આ સિવાય ઓડીશા સરકારને ઘોષણા કરી છે આ ઓક્ટોબરથી બધા જ પર્યટન સ્થળો ખોલવામાં આવે.

Leave a Comment