અકસ્માત સમયે મોબાઈલ લોક હોવા છતાં ઘરના લોકોને લાગી શકશે ફોન… મોબાઈલમાં આ રીતે કરો નંબર સેવ.

મિત્રો આજકાલ આપણે જાણીએ છીએ કે નાના મોટા લગભગ લોકો પાસે સ્માર્ટ ફોન હોય છે. પરંતુ આજે દરેક લોકો પોતાના મોબાઈલની પ્રાયવસી રાખવા માટે સ્માર્ટ ફોનમાં લોક સિસ્ટમનો ઉપયોગ કરતા હોય છે. એટલે કે દરેક વ્યક્તિના મોબાઈલમાં લોક હોય છે. કોઈએ સ્ક્રીન લોક, ફિંગર લોક અથવા પેટર્ન લોક. તો મિત્રો ઘણી વાર એવું બનતું હોય છે કે, કોઈ મોટો અકસ્માત થયો હોય અને તેમાં પીડિત વ્યક્તિના મોબાઈલમાં લોક હોય તો તેના કોઈ પરિવારજનને કોલ કરવો હોય તો, એ પરેશાની બની જાય છે. કેમ કે મોટાભાગે મોબાઈલ ફોનના લોક વિશે કોઈને જાણ નથી હોતી. જેનો મોબાઈલ હોય એ જ વ્યક્તિ લોક ખોલી શકે.

પરંતુ કોઈ વ્યક્તિ જો ગંભીર રીતે ઘાયલ થયું હોય અથવા તો અકસ્માતમાં મૃત્યુ પામ્યું હોય તો તેના પરિવારજનોને જાણ કેવી રીતે કરવ તે એક સમસ્યા બની જાય છે. અને આપણે કોઈ પણ વ્યક્તિને કોલ પણ ન કરી શકીએ. તો આજે અમે આ લેખમાં જણાવશું કે કોઈ પણ અકસ્માત ગ્રસ્ત વ્યક્તિના મોબાઈલમાં લોક હોય તો આપણે શું કરવું જોઈએ. માટે આ લેખને અંત સુધી વાંચો અને દરેક લોકોને શેર પણ કરો. જેથી ક્યારેય કોઈ વ્યક્તિનો જીવ બચી જાય. મિત્રો સ્માર્ટ ફોન એક એવી વસ્તુ છે, જેમાં જેટલી સરળતા અને ઉપયોગીતા હોય છે, એટલી જ તેમાં સમસ્યાઓ પણ થાય છે. મિત્રો આજે મળતા દરેક મોબાઈલ ફોનને અલગ અલગ રીતે લોક કરવામાં આવે છે. પરંતુ ઈમરજન્સી હોય અને એ સંજોગોમાં પીડિતને હોશ ન હોય અથવા મૃત હોય, તેને જાણ કરવા માટે ઉપાય છે, મિત્રો આપણા મોબાઈલ ફોનમાં ઈમરજન્સી માટે કોઈ પણ કોન્ટેક સેવ કરી શકીએ છીએ. તેના માટે જ્યારે મોબાઈલ ફોન લોક કરેલો હોય ત્યારે મોબાઈલમાં ઈમરજન્સી બટનને પુશ કરવાનું અથવા તો સ્વાઇપ કરવાનું(જે દરેક મોબાઈલ ફોનમાં અલગ અલગ સુવિધા પ્રમાણે હોય છે.), અને તેમાં આપણે ચારથી પાંચ મોબાઈલ નંબર સેવ કરી શકીએ છીએ.

જેથી કરીને આપણે કોઈ જગ્યાએ અકસ્માત ગ્રસ્ત થયા અથવા ઈમરજન્સી થાય ત્યારે કોઈ અન્ય વ્યક્તિ આપણા મોબાઈલમાં ઈમરજન્સી બટન પર દબાવે અથવા સ્વાઇપ કરે તો તેમાં સેવ કરેલા નંબર ડિસ્પ્લે પર આવી જાય છે. તેના પર ક્લિક કરીને આપણા નજીકના લોકો હોય તેને એ જાણ કરી શકે છે.

મોટાભાગના લોકો પોતાના મોબાઈલમાં માતા-પિતા સિવાય પતિ-પત્નીના નામે મોબાઈલમાં નંબર સેવ કરતા હોય છે. તો ઘણા લોકો પેટા નામ તરીકે પણ નંબર સેવ કરતા હોય છે, જેમાં માય લવ, જાનુ, માય ડીયર એવા નામો અથવા ટૂંકા નામથી નંબર સેવ કરેલા હોય છે. તો મિત્રો ઘણી વાર આપણા મોબાઈલનો લોક ખુલી જાય છતાં પણ આપણને તેના કોન્ટેકમાંથી કોઈ રીલેશન નંબર ન મળે. કેમ કે તેને પેટનેમ તરીકે નંબર સેવ કરેલા હોય. તેના કારણે આપણા સંબંધી અથવા ઘરના સભ્યોની પેટનેમ તરીકે નંબર પરથી થવી મુશ્કેલ બની જાય છે. તો હંમેશા એક વસ્તુ યાદ રાખો કે ઈમરજન્સી નંબર તરીકે અને સામાન્ય રીતે પણ મોબાઈલમાં આપણા સ્વજનોના નંબર સેવ કરો તેમાં મધર, ફાધર, વાઈફ, બ્રધર, અંકલ વગેરે રિલેશનથી કરવા જોઈએ. જેના કારણે ઈમરજન્સી કોલ કરનારને સરળતા પડે અને તમારા પરિવાર સુધી તમારા સમાચાર પહોંચી જાય. માટે મોબાઈલમાં આપણા સ્વજનોના નંબર સેવ કરો તેનું નામ બ્લડ રીલેશન અનુસાર રાખવું જોઈએ.

ત્યાર બાદ એક સૌથી મહત્વની વસ્તુ એ છે કે એક કાગળમાં આપણા ઘરના સભ્યોના નંબર લખી રાખવા જોઈએ અને તેને આપણા પર્સમાં સાથે રાખવા જોઈએ. તેમાં નજીકના સંબંધીઓના નંબર રાખવાના અને તે કાગળ હંમેશા આપણા પાકીટમાં સેફ હોવું જોઈએ. જેનાથી કોઈ પણ વ્યક્તિ એ નંબર પર કોલ કરીને ઈમરજન્સી સમયે આપણી મદદ કરી શકે. આપણે અકસ્માત ગ્રસ્ત થયા હોઈએ તો કોઈ પણ વ્યક્તિને આપણા પર્સ માંથી નંબર મળે તો તેના દ્વારા એ આપણા સ્વજનોને જાણ કરી શકે.

મિત્રો આ લેખને શેર કરજો અને દરેક વ્યક્તિએ અમે કહેલી ટીપ્સ અપનાવવી જોઈએ કેમ કે એ તમારા મોબાઈલમાં સામાન્ય રીતે અવેલેબલ છે. આ લેખને શેર પણ કેમ કે ક્યારેય કોઈ વ્યક્તિને આ વિશે જાણ હશે તો કોઈ એક વ્યક્તિનો જીવ બચી જાય, અથવા તો કોઈની મદદ પણ થઇ જાય.

મે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

1 thought on “અકસ્માત સમયે મોબાઈલ લોક હોવા છતાં ઘરના લોકોને લાગી શકશે ફોન… મોબાઈલમાં આ રીતે કરો નંબર સેવ.”

Leave a Comment