હૈદરાબાદ રેપ અને હત્યાકાંડના આરોપીને મળી સજા…. પોલીસે કહ્યું કે શા માટે કર્યું એન્કાઉન્ટર?

મિત્રો હેદરાબાદ રેપ અને હત્યાકાંડ મામલાના આરોપીઓને એન્કાઉન્ટરમાં મૃત્યુ આપવામાં આવ્યું છે. તાજી ખબર અનુસાર એવું જાણવા મળ્યું છે કે, આરોપીઓએ ભાગવાની કોશિશ કરી હતી, તે દરમિયાન તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. આ મુદ્દામાં શિવા, નવીન, કેશવુંલું, મહોમ્મદ આરીફ નામના ચાર યુવક આરોપી હતા. આ રેપ અને હત્યાકાંડના કારણે આખા દેશની જનતા રોષે ભરાઈ હતી. આ રેપ કેસના આરોપીને જલ્દી ફાંસી આપવાની માંગ થઇ રહી હતી. એવું કહેવામાં આવે છે આરોપીને પોલીસ વારદાતની જગ્યા પર લઇ ગયા હતા અને ત્યાં આરોપી દ્વારા ભાગવાની કોશિશ કરવામાં આવી હતી. તે દરમિયાન એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે, 27 નવેમ્બર હેદરાબાદના એક બહારી વિસ્તારમાં ટોલ પ્લાઝા પાસે એક મહિલા પશુ ડોક્ટર સાથે હવસ સાથે હેવાનિયતને અંજામ આપવામાં આવ્યો હતો. પહેલા આ આરોપીઓ એ મહિલા સાથે સામુહિક બળાત્કાર કર્યો અને ત્યાર બાદ તેને જીવતી સળગાવીને મારી નાખી હતી. ત્યાર બાદ બીજા દિવસે સવારે એક પુલ નીચે પીડિતાની સળગેલી લાશ મળી હતી. આ ઘટના જ્યારે મીડિયા સામે આવી ત્યાર બાદ સંસદથી લઈને રસ્તા પરના લોકો સુધી રોષ જોવા મળતો હતો. એન્કાઉન્ટર માટે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ દ્વારા જણાવવામાં આવ્યું કે, “જ્યારે અપરાધી ભાગવાની કોશિશ કરે તો પોલીસ પાસે કોઈ પણ વિકલ્પ નથી રહેતો. પરંતુ આ એન્કાઉન્ટર બાદ એવું પણ કહી શકાય કે પીડિતાને ન્યાય મળી ગયો.” પરંતુ આ એન્કાઉન્ટર બાદ સ્થાનીય લોકો વચ્ચે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કેસને લઈને લોકો પોલીસને મીઠાઈ પણ ખવડાવી રહી છે.

માયાવતી એ આ વિશે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધના કેસો વધી રહ્યા છે. પરંતુ રાજ્ય સરકાર સુઈ રહી છે. યુપી અને દિલ્લી પોલીસ દ્વારા પણ હેદરાબાદ પોલીસ પાસેથી પ્રેરણા લેવી જોઈએ. પરંતુ દુર્ભાગ્યવશ બધા જ અપરાધીઓ સાથે મહેમાન જોવો વર્તાવ કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં હજુ પણ જંગલ રાજ છે.

રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે, સામાન્ય નાગરિકના હિસાબે હું ખુશ છું કે આરોપીઓ સાથે એવું થયું જે બધા જ લોકો ઈચ્છતા હતા. પરંતુ આ કાર્યવાહી કાનુની પ્રક્રિયા હેઠળ થવી જોઈએ. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્મા દ્વારા ટ્વીટ કરીને કહેવામાં આવ્યું હતું.

સાઈબરાબાદ પોલીસ આયુક્ત વી.સી. સજ્જનરે કહ્યું કે, ચારેય આરોપી પોલીસ સાથે અથડામણમાં માર્યા ગયા. સામસામે અથડામણ બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા.

રેપ પીડિતાની બહેન દ્વારા ચારેય આરોપીના એન્કાઉન્ટર કરવા પર ખુશી વ્યક્ત કરી અને મીડિયાને કહ્યું કે આ કામથી સમાજને એક ઉદાહરણ મળશે. કેમ કે આરોપીઓને રેકોર્ડ સમયમાં જ સજા મળી ગઈ.

હેદરાબાદ રેપ અને હત્યાકાંડમાં બધા જ આરોપીને પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા બાદ પીડિતાના પિતાનું બયાન આવ્યું. પીડિતાના પિતાએ આ એન્કાઉન્ટર માટે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હવે મારી દીકરીના આત્માને જરૂર શાંતિ મળશે.

નિર્ભયાની માતાએ કહ્યું કે આરોપીઓને સજા આપી દેવામાં આવી તેનાથી મોટો કોઈ ઇન્સાફ ન હોય શકે. ચારેય આરોપીના એન્કાઉન્ટર કરવા પર જણાવ્યું કે, આ જે સજા આપવામાં આવી તેનાથી હું ખુબ જ ખુશ છું. પોલીસે એક મહાન કાર્ય કર્યું છે. પરંતુ હું એક માંગ કરું છું કે પોલીસના જવાનો પર કોઈ કાર્યવાહી કરવામાં ન આવે. પોલીસ દ્વારા ચારેય આરોપીને વારદાતની જગ્યા પર તપાસ માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં આરોપી દ્વારા ભાગવાની કોશિશ કરી હતી અને ત્યારે તેનું એન્કાઉન્ટર થઇ ગયું હતું.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

1 thought on “હૈદરાબાદ રેપ અને હત્યાકાંડના આરોપીને મળી સજા…. પોલીસે કહ્યું કે શા માટે કર્યું એન્કાઉન્ટર?”

Leave a Comment