ઇલેક્ટ્રિક શોક લાગવાના કિસ્સામાં તમારે તત્કાલ શું કરવું જોઈએ આ કામ, બચી જશે કોઈકનો જીવ.

મિત્રો, આફત ક્યારે આવી જાય તેનો કોઈ ચોક્કસ સમય નક્કી નથી હોતો. આથી જો આપણે અગાઉથી થોડા સાવચેત રહીએ તો આફત વખતે આપણને અથવા અન્ય કોઈ વ્યક્તિને ઇજા થવાની શક્યતા ઓછી રહે છે. તરસ લાગે ત્યારે કુવો ખોદવ બેસવું, તેના કરતાં અગાઉથી થોડી જાણકારી મેળવી લેવી તમારા જીવન માટે સારી વાત છે. તો આજે અમે તમારી સુરક્ષાને લઈને ખાસ વાત કરવા જઈ રહ્યા છીએ. માટે આ લેખ દરેક વ્યક્તિએ વાંચવો જોઈએ અને બીજા લોકો સુધી પણ પહોંચાડવો જોઈએ.

મિત્રો આપણા પર ઘણી વાર અચાનક જ આફત આવી પડતી હોય છે, જેમાં શોક લાગવો, આગ લાગવી, એકસીડન્ટ થવું વગેરે. આ બધી આફતો ક્યારે આપણા પર આવી જાય તેનું કોઈ ચોક્કસ સ્વરૂપ નથી હોતું. તો મિત્રો આપણને અચાનક જ જો શોક લાગે તો આપણે શું કરવું જોઈએ ? ક્યો એવો તત્કાલ નિર્ણય આપણે લેવો જોઈએ ? તો આજે આં લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપશું. જે જણાવી ખુબ જ આવશ્યક છે. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. કુલર, પંખા, એસી અથવા અન્ય ઇલેક્ટ્રિક કોઈ પણ વસ્તુ દરેક વ્યક્તિના ઘરમાં અવશ્ય હોય છે. પરંતુ જો તેમાં અચાનક ઇલેક્ટ્રિક આંચકો આવે અને તમારો જીવ જોખમમાં મુકાય, ત્યારે દોડવું કઠિન થઈ જતું હોય છે. આ વસ્તુમાં આવતો કરંટ ચોક્કસપણે હળવો હોઈ શકે છે. પરંતુ ખુબ જ ઓછા લોકો જાણતા હોય છે કે તે આપણા શરીર અને હાર્ટ રેટને અસર કરે છે. જો આ ફટકો ઝડપી હોય તો વધુ મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે. પરંતુ તમે જો આ ચાર બાબતનું ધ્યાન રાખો તો તમને કોઈ મુશ્કેલી ન થાય.

કરંટ લાગે તો એ સમયે કરો આ પ્રક્રિયા :

સૌ પ્રથમ વીજળી પર ચાલતી કોઈ પણ વસ્તુને અડતા પહેલા પાવર બટનને બંધ કરો અને ચંપલ પહેરી રાખો. આ કામ તમે કોઈ લાકડીની મદદથી પણ કરી શકો છો.

જો વ્યક્તિને કરંટ લાગવાથી શ્વાસ લેવામાં તકલીફ થતી હોય અથવા જો તે શ્વાસ ન લેતો હોય, તો આવી સ્થિતિમાં, તમારે ડોક્ટરની સલાહથી કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન શરૂ કરવું જોઈએ. જેથી તે શ્વાસ લઈ શકે.જ્યારે તમારી આસપાસની વ્યક્તિને કરંટ લાગે છે, તો આવી સ્થિતિમાં તેને નીચે બેસાડો. આ માટે, વ્યક્તિના હાથને માથાની નીચે રાખો અને બીજો હાથ આગળ રાખો. જ્યારે એક પગ સીધો રાખો અને બીજો પગ વળેલો રાખો, આમ કરવાથી, તે વ્યક્તિ ટૂંકા સમયમાં જ  જાગૃત થઈ જશે.

જો કોઈ વ્યક્તિને તમારી સામે જ કરંટ લાગ્યો હોય, તો તેને આકસ્મિક રીતે સ્પર્શ કરીને તેને બચાવવાનો પ્રયત્ન ક્યારેય કરશો નહીં. અન્યથા તમે કરંટ દ્વારા તમને પણ ફટકો લાગી શકે છે. આ માટે, તમે લાકડાનો વસ્તુનો ઉપયોગ કરો તે તમને કરંટથી બચાવશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment