બુધ કરી રહ્યો છે વૃશ્વિક રાશિમાં ગોચર | જાણો તમારી રાશી પર શું અસર પડશે. જરૂર જાણો.

મિત્રો આપણા ભારતમાં ઘણા બધા લોકો રાશિ અને જ્યોતિષ પર વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવે છે. તો મિત્રો બુદ્ધિ અને વાણીનો કારક બુધ ગ્રહ રાશિ બદલવા જઈ રહ્યો છે. જે 5 ડિસેમ્બર ના રોજ વૃશ્વિક રાશિમાં પ્રવેશ કર્યો છે. પરંતુ તેના પહેલાથી બુધ તુલા રાશિમાં બિરાજમાન હતો. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જોઈએ તો બુધ ગોચર બધી જ રાશિના જાતકો પર સારો પ્રભાવ કરશે. તો ચાલો જાણીએ બધી જ રાશિના જાતકોના જીવનમાં શું શું બદલાવ આવશે. 

મેષ : આ અવધિમાં બુધ તમારી રાશિમાં અષ્ટમ ભાવમાં રહેશે. તો આ અવધિમાં તમને આર્થિક ક્ષેત્રમાં લાભ મળશે. તો બીજી બાજુ અન્ય કાર્યોમાં તમારે બાધાઓનો પણ સામનો કરવો પડે. પારિવારિક જીવનમાં અમુક પ્રકારની સમસ્યા આવી શકે. વૈવાહિક જીવનમાં જીવનસાથી તરફથી કોઈ ખુશખબરી પણ મળી શકે છે. પરંતુ હાલ આ ગોચર અનુકુળ નથી. પરંતુ અચાનક જ યાત્રાનો પ્લાન બની શકે. 

વૃષભ : બુધ તમારી રાશિના સપ્તમ ભાવમાં પ્રવેશ કરશે. સપ્તમ ભાવનો સીધો સંબંધ વૈવાહિક જીવન સાથે છે તો નિશ્વિત રૂપથી તમારું વૈવાહિક જીવન પ્રભાવિત થશે. આ દરમિયાન પતિ-પત્ની વચ્ચે પ્રેમ ભર્યો માહોલ બની રહેશે. સંતાન માટે પણ સમય અનુકુળ રહેશે. નોકરી કરતા અને વેપારી વર્ગના લોકોને લાભ મળવાની સંભાવના છે. 

મિથુન : બુધ આ રાશિના ષષ્ટમ ભાવમાં ગોચર કરશે. જ્યોતિષમાં આ ભાવને શત્રુ ભાવ કહેવામાં આવે છે. આ ભાવથી વિરોધીઓ, રોગ, પીડા, જોબ, કોમ્પિટિશન, રોગ પ્રતિરોધક ક્ષમતા, લગ્ન વિવાદ જેવી સમસ્યાઓ દેખાય રહી છે. બુધનું આ ગોચર આ રાશિના જાતકો માટે સારા સંકેત નથી આપતું. વૈવાહિક જીવનમાં સમસ્યાઓ આવી શકે, પરંતુ જીવનસાથી સાથે મનમેળ કરીને ચાલવું શુભ રહેશે. 

કર્ક : બુધ આ રાશિમાં પંચમ ભાવ પરથી ગોચર કરશે. કુંડળીમાં આ ભાવને સંતાન ભાવના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ભાવથી રોમાંચ, સંતાન, રચનાત્મકતા, બૌદ્ધિક ક્ષમતા, શિક્ષા અને નવા અવસરો પણ જોવા મળે છે. આ દરમિયાન તમને રચનાત્મક કાર્યોમાં થોડી ધીક્ક્તનો સામનો કરવો પડે. એટલા માટે જે જાતકો કોઈ ક્રિએટીવ વર્ક સાથે જોડાયેલા છે તેના માટે આ સમય પડકારજનક રહેશે. કરિયર અને રિલેશનશિપના લિહાજથી આ ગોચર સારું માનવામાં આવે છે. 

સિંહ : બુધ તમારી રાશિના ચતુર્થ ભાવમાં ગોચર કરી રહ્યા છે. કુંડળીના ચોથા ભાવને સુખ ભાવ કહેવામાં આવે છે. સિંહ રાશિના જાતકો માટે બુધનું ગોચર અનુકુળ રહેશે. પરિજનોની સેહ્દમાં સુધારો આવશે. સમાજમાં તમારું માન અને સમ્માન વધશે અને તમારી લોકપ્રિયતામાં પણ વૃદ્ધિ થશે. ઓફિસમાં તમારા સિનિયર્સ પણ તમારી લગન અને મહેનતથી ખુશ થશે અને તમારી પ્રશંસા કરશે.

કન્યા : બુધ તમારી રાશિથી તૃતીય ભાવમાં જશે. કન્યા રાશિના જાતકો માટે આત્મવિશ્વાસ વધશે. નાના ભાઈ-બહેનો માટે ગોચર અનુકુળ રહેશે. આ દરમિયાન તેને તેના કાર્યમાં પ્રગતિ મળશે. પોતાના ક્રોધ પર કાબુ રાખવો, અન્યથા ઝગડાના કારણે તમારે નુકશાન ઉઠાવવું પડી શકે. નાની મોટી યાત્રાનો પણ યોગ બની શકે. 

તુલા : બુધ તમારી રાશિમાં દ્વિતીય ભાવમાં ગોચર કરશે. જે પારિવારિક જીવન માટે આ ગોચર શુભ રહેશે. આ દરમિયાન પરિજનો વચ્ચે પ્રેમ વધશે. આર્થિક રીતે પણ આ ગોચર શુભ રહેશે. આ દરમિયાન ધનની બચત કરવામાં પણ કામયાબી મળશે. જુના કર્જને ઉતારવામાં તમે સફળ થશો. અથવા તો તમે કોઈ બેંક અથવા કોઈ આર્થિક સંસ્થા પાસેથી લોન લેવા માટે આવેદન કર્યું હોય તો તે આવેદન સ્વીકાર્ય થશે. 

વૃશ્વિક : બુધ ગ્રહ આ રાશિમાં ગોચર કરશે, જે તમારા પ્રથમ ભાવ અથવા તો ભાવમાં સ્થિત થશે. બુધનું ગોચર વૃશ્વિક રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પાડી શકે. આ સમયમાં તમે માનસિક આશાવાદના પણ શિકાર બની શકો. પરિવાર સાથે પણ કોઈ વાતને લઈને વાદ વિવાદ થઇ શકે. સહકર્મીનો સહકાર મળશે અને બોસ દ્વારા પ્રશંસા પણ થશે. 

ધનુ : બુધ આ રાશિના બારમાં ભાવમાં પ્રવેશ કરે છે. બુધ ગોચર તમારા ખર્ચમાં વૃદ્ધિ કરશે. બિનજરૂરી કારણોમાં પણ હાથમાંથી પૈસા ખર્ચ થઇ જશે. ધન અને પૈસાની બાબતમાં થોડી સાવધાની રાખવી. અથવા ધનહાનિ પણ થઇ શકે. આ સમયમાં શેરબજારમાં રોકાણ કરવું એ તમારા માટે યોગ્ય નથી. તેના સિવાય, સટ્ટો, જુગાર જેવી વસ્તુથી પણ ખુદને દુર રાખો. પરંતુ કરિયર માટે આ ગોચર સારું છે. 

મકર : બુધ તમારી રાશિમાં અગિયારમાં ભાવમાં સ્થિત થશે. કુંડળીમાં એકાદશ ભાવને મુડીનો ભાવ કહેવામાં આવે છે. બુધનું ગોચર મકર રાશિના જાતકો માટે શુભ અને ફળદાયક રહેશે. આ અવધિમાં આદમીમાં વૃદ્ધિ થશે. વેપાર કરતા લોકોમાં વધારે લાભ જોવા મળશે. જો તમે કોઈને ધન ઉધાર આપ્યું છે તો એ ધન તમને પરત મળશે. 

કુંભ : બુધ તમારી રાશિમાં દસમાં ભાવમાં ગોચર કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં દશમ ભાવ કરિયર અને પ્રોફેશનલ, પિતાની સ્થિતિ, ઋત્બા, રાજનીતિ અને જીવનના લક્ષ્યની વ્યખ્યા કરે છે. સારા ફળોને મેળવવા માટે તમારે મહેનત કરવી પડશે. પિતાના સ્વાસ્થ્ય માટે બુધનું આ ગોચર અનુકુળ નથી. જીવનસાથી વિપરીત પરિસ્થિતિમાં તમારો સાથ તો નિભાવશે જ પરંતુ તમને તેની સામે લડવા માટે હિંમત પણ આપશે. 

મીન : બુધ તમારી રાશિમાં નવમાં ભાવમાં ગોચર કરે છે. જ્યોતિષમાં નવમાં ભાવને ભાગ્યનો ભાવ કહેવાય છે. આ અવધિમાં તમારું ભાગ્ય તમારી સાથે હશે. ઓછી મહેનત છતાં તમને સફળતા મળશે. વૈવાહિક જીવનમાં જીવનસાથીના કારણે તમને સમાજમાં માન અને સમ્માન પ્રાપ્ત થશે. આર્થિક લાભના પણ યોગ થશે. ધનની બચત કરવામાં પણ તમે સફળ થશો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment