કરોડોની માલિક વિદેશી યુવતીનું દિલ આવ્યું 12 પાસ છોકરા પર, લગ્ન માટે આવી સાત સમંદર પારથી ભારતમાં. પછી થયું કંઈક આવું…

પ્રેમ માટે માણસ શું શું નથી કરતો. મોટાભાગે પ્રેમમાં પડેલો વ્યક્તિ દરેક હદ વટાવી શકે છે. એટલે સુધી કે કેટલીક વખત તો તે પોતાનો જીવ પણ ગુમાવી બેસે છે, તો કેટલીક વખત બીજાનો જીવ લઈ પણ શકે છે. અને ઘણી વખત આખી દુનિયા સામે લડી જાય છે.

પ્રેમમાં કોઈ પણ પ્રકારની પાબંદી નથી હોતી. એટલે સુધી કે પ્રેમમાં ન જાત જોવામાં આવે છે ન અમીર ગરીબના ભેદભાવ વચ્ચે આવે છે. પણ જો કોઈ પ્રેમ દેશ તેમજ સરહદ પાર કરીને મળવા આવી જાય તો તે કિસ્સો કંઈક ખાસ હોય છે. આવો જ એક કિસ્સો હરિયાણામાં સામે આવ્યો છે. જેના વિશે જાણીને તમે વિચારમાં પડી જશો કે શું સાચે જ કોઈ પ્રેમમાં આવું પણ કરી શકે ? તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી…

આ કિસ્સો હરિયાણાનો છે. જ્યાં એક કરોડપતિ રશિયન યુવતી એક હરિયાણાના યુવકના પ્રેમના ચક્કરમાં ભારત આવી ગઈ. આ બંનેની દોસ્તી ઓનલાઇન ડેટિંગ દ્વારા થઈ હતી અને થોડા દિવસો એકબીજા સાથે વાતચીત કર્યા પછી બંનેને વચ્ચે પ્રેમ થઈ ગયો.

માહિતી અનુસાર થોડા દિવસો પહેલા જ રુસની રહેવાસી આ કરોડપતિ યુવતી આ યુવક સાથે લગ્ન કરવા માટે ભારત આવી ગઈ. પણ ત્યાર પછી જે થયું તે ખુબ જ આશ્ચર્ય ઉત્પન્ન કરે એવું છે.

તમને જણાવી દઈએ કે આ વાતની જાણ અન્ય લોકોને ત્યારે થઈ જ્યારે બંનેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર થવા લાગી. રિપોર્ટ અનુસાર હરિયાણાનો રહેવાસી રમેશ અને રુસની રહેવાસી યુવતી વચ્ચે દોસ્તી સોશિયલ વેબસાઈટ ફેસબુક દ્વારા થઈ હતી. બંને એકબીજા સાથે ખુબ વાતો કરતા હતા, તેમની દોસ્તી પ્રેમમાં બદલાય ગઈ.

શું હતું એક દિવસ આ રૂસી યુવતી પોતાની કરોડોની સંપત્તિ અને ઘર પરિવાર છોડીને ભારત આવી ગઈ. પણ સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ રૂસી યુવતી ઘણી પૈસા વાળી છે જ્યારે યુવક ખુબ જ ગરીબ છે અને માત્ર 12 સુધીનો જ અભ્યાસ કર્યો છે.

ઘણી કોશિશ પછી યુવકના પરિવારના લોકો લગ્ન માટે તૈયાર થયા અને બંનેની હિંદુ રીવાજ અનુસાર લગ્ન કરવામાં આવ્યા. પણ તમને એ વાત જાણીને આશ્ચર્ય થશે કે યુવતી લગ્ન પછી પણ ભારત જ રહેવા માંગે છે.આ કિસ્સો સાચે જ એ વાતનું સબુત છે કે કોઈ પણ વસ્તુની દીવાલ નથી નડતી. પણ પોતાના ઘર પરિવારને છોડીને સાત સમુદ્ર પાર કરીને કોઈની સાથે લગ્ન કરવા એ ખરેખર સાચા પ્રેમનું સબુત છે. સ્થાનીય લોકોમાં આજકાલ આ લગ્નને લઈને ખુબ જ ચર્ચા થઈ રહી છે.

આમ પ્રેમ એક એવી વસ્તુ છે કે જેને તેનો અનુભવ થાય છે તે જ સમજી શકે છે, બાકી બધી વાતો તો લોકોને એક ચર્ચાનો વિષય જ લાગે છે. સાચો પ્રેમ કરનારને સલામ છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “કરોડોની માલિક વિદેશી યુવતીનું દિલ આવ્યું 12 પાસ છોકરા પર, લગ્ન માટે આવી સાત સમંદર પારથી ભારતમાં. પછી થયું કંઈક આવું…”

Leave a Comment