આપણે સૌ જાણીએ છીએ કે, દાડમ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પણ દાડમનું જ્યુસ પણ તેના ફળની જેમ જ અનેક રીતે ફાયદાકારક છે. તેમાં ઘણા સારા પૌષ્ટિક તત્વો રહેલા છે. જે આપણી ઇમ્યુનિટી સિસ્ટમને મજબુત બનાવે છે અને ઘણા રોગો સામે રક્ષણ આપે છે. નપુસંકતાની યૌન સમસ્યાથી પીડિત પુરુષ અથવા દિલના રોગીઓએ નિયમિત રીતે દાડમનું જ્યુસનું સેવન કરવું જોઈએ. ચાલો તેના ફાયદાઓ વિશે જાણી લઈએ.
દાડમનું જ્યુસ પીવાના ફાયદાઓ – યૌન સમસ્યા, નપુસંકતામાં કારગર : ઓક્સીડેટીવ સ્ટ્રેસના કારણે આપણા શરીરનો રક્ત પ્રવાહ બાધિત થઈ જાય છે અને તેનાથી ઇરેકટાઈલ ટીસ્યુ પણ ડેમેઝ થઈ જાય છે. જેના કારણે નપુસંકતાની સમસ્યા થઈ શકે છે.આ જ્યુસનું સેવન કરવાથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હાર્મોનનું સ્તર વધે છે. જેના કારણે પુરુષો અંગત સંબંધો દરમિયાન વધુ એક્ટીવ રહી શકે છે. જે પુરુષો દરરોજ એક ગ્લાસ દાડમનું જ્યુસ પીવે છે તેમણે સ્તંભન દોષથી રાહત મળી શકે છે અને તેની યૌન શક્તિ પણ મજબુત બને છે.
અર્થરાઈટીસની સમસ્યા અને ઇન્ફ્લામેશન : દાડમના જ્યુસમાં રહેલ ફ્લેવોનોલ્સ શરીરમાં થતા ઇન્ફ્લામેશનને રોકી શકે છે. તે ઇન્ફ્લામેશન જ અર્થરાઈટીસનું મુખ્ય કારણ હોય છે. આ સિવાય શરીરમાં લાંબા સમય સુધી રહેલ ઇન્ફ્લામેશનની સમસ્યા ડાયાબિટીસ, એલર્જી, સોર્યાસીસ, સીઓપીડી, વગેરે સમસ્યાનું કારણ બની શકે છે. માટે આ બધી સમસ્યાઓથી બચવા માટે દાડમનું જ્યુસ ખુબ જ ઉપયોગ સાબિત થાય છે.
દાડમનું જ્યુસ હૃદય માટે : હૃદય માટે દાડમનું જ્યુસ સૌથી વધુ ફાયદાકારક છે. કારણ કે તે હૃદય અને રક્ત ધમનીઓને સુરક્ષા પ્રદાન કરે છે. ઘણી શોધ અનુસાર તે રક્ત ધમનીઓને પહોળી અને સ્વસ્થ બનાવીને તેમાં રક્ત પ્રવાહ સારો કરે છે. આ સિવાય તે આર્ટરીજમાં કોલેસ્ટ્રોલ અને પ્લેગના કારણે થતી અડચણને પણ રોકે છે. જેનાથી હાઈ બ્લડ પ્રેશરથી રાહત મળે છે.પાચન તંત્ર : દાડમનું જ્યુસ ઇન્ફ્લામેશનને ઓછું કરવામાં મદદ કરે છે. આ કારણે તે આપણી હેલ્થમાં ઇન્ફ્લામેશનને ઓછી કરવામાં અસરકારક છે. તેનાથી પાચન શક્તિ મજબુત બને છે.
વિટામીનનો મુખ્ય સ્ત્રોત : દાડમના જ્યુસમાં આપણી દૈનિક જરૂરિયાતના લગભગ 30% વિટામીન સી, અને તેનાથી વધુ વિટામીન કે હોય છે. આ સિવાય તેમાં ફાઈબર, પ્રોટીન, ફોલેટ, પોટેશિયમ, અને વિટામીન ઈ પણ સારી માત્રામાં રહેલ છે. આ કારણોને લીધે તમારે તેને ડાયટમાં જરૂર સામેલ કરવું જોઈએ. જો કે તેનું સેવન કરતી વખતે દાડમના જ્યુસમાં આર્ટીફીશિયલ શુગર સામેલ ન કરો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી