લીંબુના છોડમાં નાખો ઘરની આ વસ્તુ થઈ જશે લીંબુનો વરસાદ…

💁 લીંબુના છોડમાં નાખો આ ખાતર લીંબુનો થશે વરસાદ…. 💁

🍋 મિત્રો આજે  અમે લીંબુના છોડ વિશે તમને ખુબ જ મહત્વની જાણકારી જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણીને તમે પણ ખુબ જ આશ્વર્યજનક રહી જશો. સૌથી પહેલા તમે જે કુંડામાં લીંબુના છોડને વાવો તે 14 ઈંચનું હોવું જોઈએ. 14 ઈંચથી પણ વધારે સાઈજનું કુંડુ લઇ શકો છો અને માટી કે સિમેન્ટનું જ કુંડુ લેવું. અને આ બંનેમાંથી ન મળે તો જ પ્લાસ્ટીકનું કુંડુ લેવું.

🍋 જો તમારું લીંબુનો છોડ ઘણા સમયથી વાવેલો છે અને તેમાં લીંબુ ન આવતા હોય તો તેની માટી બદલાવી નાખવી જોઈએ અથવા જે છોડ હોય તેને કાઢીને બીજો છોડ વાવી દેવો જોઈએ.

🍋 તમારે બીજો છોડ નાખવો હોય તો કેવી માટી નાખવી અને કેટલી માત્રામાં શું શું નાખવું તે જાણીએ. 50% માટી નાખવી, 30% થોડા મોટા હોય તેવા કાંકરાવાળી રેતી નાખવી, 20% સુકાય ગયેલા વૃક્ષના પાન પડેલા હોય તેનો ભૂકો કરીને નાખવો જોઈએ. એ માટીમાં ફંગસ નથી લાગવા દેતું એટલે  આવી રીતની માટી કુંડામાં નાખવી.

🍋 હવે જાણીએ કે છોડને કેવી જગ્યાએ રાખવો જોઈએ. આપણે ફૂલ હોય તેના કુંડાને સારો તડકો આવતો હોય ત્યાં આપણે આપણા ફૂલ છોડના કુંડાને રાખીએ છીએ. સારો તડકો એટલે કે 5 થી 6 કલાકના તડકા પછી છાંયો આવે તેવી જગ્યાએ ફૂલ છોડના કુંડાને રાખતા હોઈએ છીએ. જો તમારી છત ઉપર કે આંગણમાં સારો તડકો અને છાંયો ન આવતો હોય તો લીંબુના છોડમાં લીંબુ ઓછા પ્રમાણમાં આવશે એટલા માટે જ્યાં લીંબુનો છોડ  રાખો ત્યાં 5 થી 6 કલાક તડકો આવવો જોઈએ.

🍋 આખું વર્ષ તમે તડકામાં રાખી છો પણ મેં અને જુન મહિનામાં તમારે આ છોડની સારસંભાળ થોડી વિશેષ કરવી પડશે. 🍋 હવે વાત કરીશું આ છોડને ખાતર કેવું આપવું કેટલા પ્રમાણમાં આપવું.

🍋 આ છોડ એક હેવી પ્લાન્ટ છે આ છોડને ખુબ જ પ્રમાણમાં ખાતર જોશે દર મહીને આ છોડમાં મોનમિલ નાખવું જોઈએ. આ ખાતર જાનવરના હાડકામાંથી બને છે. આ ખાતરને આપણા કુંડામાં મૂળથી દુર ગોળખાંડો બનાવી નાખવું. મોનમિલમાં વધારે પ્રમાણમાં ફોસ્ફરસ હોય છે જે છોડ માટે સારું કહેવાય છે અને છોડને કેલ્શિયમ પણ આપે છે.

🍋 તમે બીજું એ ખાતર બનાવી શકો છે કે કેળાની છાલને સુકવી તે છાલનો મીક્ષ્યરમાં પાવડર બનાવી દર મહીને છોડમાં નાખી શકો છો આ બધા ખાતર તો સોલીડ હતા હવે વાત કરીએ લીક્વીડ ખાતરની.🍋 આ ખાતર વેસ્ટમાંથી બેસ્ટ છે. એક ડોલ પાણીમાં કેળાની છાલ, લીંબુના છોતરાં અને ગોળ, વેસ્ટ કમ્પોઝર એ બધું મિક્સ કરીને પાણીને એક અઠવાડિયા સુધી સડવા દેવાનું છે. પછી એ પાણીને માટીને  પીવડાવવામાં આવે અને છોડના પાંદમાં પણ સ્પ્રે દ્વારા છાંટવામાં તો પણ ફાયદાકારક છે.

🍋 આ સ્પ્રે કરવાથી છોડને ન્યુટ્રીશન મળે છે અને ફળ વધારે આપે છે. 🍋 મિત્રો વર્ષ દરમિયાન લીંબુના છોડમાં બે ત્રણ વાર ફૂલ આવે છે અને શિયાળામાં છોડના પાંદડા થોડા વધારે ખારવા માંડે છે. તો તમારે એ છોડને કાઢીને ફેંકી ન દેવું જોઈએ. આ એક કુદરતી પ્રોસેસ છે. તે કરવાથી તમારા લીંબુના છોડમાં લીંબુ પણ વધારે આવશે અને સુકાશે પણ નહિ.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment