આ સુપર સ્ટાર્સ પહેલા હતા બેક્ગ્રાઉન્ડ ડાન્સર… ફોટોસ જોઇને તમે દંગ રહી જશો, તમે તેને ઓળખી પણ નહિ શકો.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 આ સુપર સ્ટાર્સ પહેલા હતા બેક્ગ્રાઉન્ડ ડાન્સર… 💁

💃 બોલીવુડમાં ઘણા એવા ચહેરા છે કે જેને બોલીવુડમાં પોતાની જગ્યા બનાવવા માટે દિવસ રાત મહેનત કરેલી છે. તેમાંથી અમુક સુપર સ્ટાર એવા પણ છે જે હીરો હિરોઈનની પાછળ ગ્રુપ ડાન્સમાં એક બેક્ગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરતા હતા.

Image Source :
💃 ફરાહ ખાન. આજે ફરાહ ખાનને બધા તેની ફિલ્મ અને તેના શો હોસ્ટીંગથી લોકો ખુબ ઓળખે છે. પરંતુ તેમને અગાઉના દિવસો દરમિયાન તેમણે એક બેક્ગ્રાઉન્ડ ડાન્સર તરીકે પણ કામ કરેલું છે. ૧૯૮૬ માં સદા સુહાગણમાં તમે તેને બેક્ગ્રાઉન્ડ ડાન્સર જોઈ શકો છો.

🕺 સુશાંત સિંઘ રાજપૂત. ફિલ્મોની શરૂઆત કર્યા પહેલા સુશાંત એક ડાન્સર હતા. તેઓ જ્યારે એન્જીનીયરીંગ કરતા ત્યારે તેઓ એ એક ડાન્સ ક્લાસમાં જોડાયા અને તેમને 2006 આઈફા એવોર્ડ માટેના ડાન્સ ગ્રુપમાં સિલેક્ટ કરવામાં આવ્યા. આ ઉપરાંત તેઓ હ્રીતિક અને શાહરૂખની પાછળ તેમણે બેક્ગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરેલું છે. ત્યારબાદ તેમણે કાઈપો છે માં પોતાનું ડેબ્યુટ આપેલું અને ત્યારબાદ તેનું હીરો તરીકેનું કરિયર ચાલુ થયું.

💃 દિયા મિર્ઝા. પોતાના સ્ટ્રગ્લીંગ સમય દરમિયાન તે એક મોડલ હતી અને ૧૯૯૯ ની એક તમિલ ફિલ્મમાં તે નઝર આવી. ત્યારબાદ જ્યારે તે મિસ ઇન્ડિયા પેજમાં સેકન્ડ રનરપ રહી ત્યારે તેનું ફિલ્મી કરિયર ચાલુ થયું. ત્યારબાદ તેણે રહેના હે તેરે દીલ મેં ફિલ્મમાં કામ કર્યું.

🕺 રેમો ડિસોઝા જે અત્યારે સૌથી પ્રખ્યાત કોરીઓગ્રાફર છે. તેમણે પોતાના કરિયરની શરૂઆતના દિવસોમાં એક બેક્ગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરેલું છે. તેઓ શાહરુખની ફિલ્મ પરદેશના એક ગીતમાં બેક્ગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરતા દેખાશે. અને અફલાતુનમાં અક્ષયની સાથે આ રીતે કામ કર્યું હતું. ઘણા વર્ષો પછી તેમને ફિલ્મમાં કોરીઓગ્રાફી કરવા મળી અને ત્યારબાદ તેઓ આગળ વધતા ગયા.

Image Source :

🕺 શાહિદ કપૂર. તેના પિતા પંકજ કપુર અને માતા નીલિમા અઝીમ પોતાના સમયના ખુબ સારા એકટર હતા. પરંતુ શાહિદે ક્યારેય તેમના નામનો ફાયદો નથી ઉઠાવ્યો. શાહિદ કપૂર ફિલ્મમાં આવ્યા તે પહેલા તેઓ બેક્ગ્રાઉન્ડ ડાન્સર હતા. તેમણે ઘણા ગીતોમાં બેક્ગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરેલું છે. જેમાનું એક તાલનું ગીત છે.

💃 સ્મૃતિ ઈરાની tv સ્ક્રીન અને રાજનીતિમાં આવ્યા તે પહેલા તે મોડલિંગનું કામ કરતા હતા. ૧૯૯૮ માં તેમણે મિક્કાસિંગ સાથે એક મ્યુસિક વિડીઓમાં પણ કામ કરેલું છે.

Image Source :

💃 ડેઇઝી શાહ. મિત્રો ડેઇઝી શાહની સ્ટોરી પણ પ્રેરણા દાયક છે. ડેઇઝી પહેલા બેક્ગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરતી ત્યારે સલમાન ખાને તેમણે પોતાની ફિલ્મમાં કામ કરવાની ઓફર આપી ત્યારબાદ તેને જઇ હો ફિલ્મમાં કામ મળ્યું.

💃 હવે પછીની સુપર સ્ટાર છે સૌથી પ્રખ્યાત અભિનેત્રી દીપિકા પાદુકોણ. દીપિકા જ્યારે બોલીવુડમાં આવી ત્યારે શરૂઆતમાં તે બેક્ગ્રાઉન્ડ મોડલ અને બેક્ગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરતી હતી. તેણે હિમેશ રેશમિયાના એક ગીત નામ હે તેરામાં કામ મળ્યું ત્યારબાદ તેની કિસ્મત ચમકી અને ત્યારબાદ ફરાહ ખાનની ઓમ શાંતિ ઓમ ફિલ્મમાં શાહરૂખ સાથે કામ કર્યું. ત્યારબાદ દીપિકા રાતો રાત એક સ્ટાર બની ગઈ.

Image Source :
🕺 મુન્નાભાઈમાં સર્કીટનું ફની પાત્ર ભજવનાર અભિનેતા અરશદ વારસીએ પોતાના કરિયરની શરૂઆત ડાંસથી કરેલી છે. એક સમયે તે સેલ્સ મેનની નોકરી કરતો હતો. પરંતુ તેને તો પોતાના ડાન્સના ટેલેન્ટથી પોતાનું કરિયર બનાવવાનું વિચાર્યું છે. અરશદે ઘણા ડાન્સ કોમ્પીટીશનમાં ભાગ લીધેલો છે. જેનાં કારણે તેને “રૂપકી રાણી ચોરોકા રાજા” ફિલ્મમાં અસીસ્ટન્ટ કોર્યોગ્રાફરનું કામ મળ્યું. ત્યારબાદ તેઓ ફિલ્મોમાં પણ કામ કરવા લાગ્યા.

🕺 તો આ રીતે શરૂઆતના દિવસોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરતા હતા અને આજે એક સુપર સ્ટારની જિંદગી જીવે છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજઅવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

 

Leave a Comment