SAMSUNG કંપનીના વાઈસ ચેરમેન લી જે-યોંગને થઈ શકે છે જેલ, કર્યા છે આવા ગપલા.

મિત્રો, Samsung નું નામ લગભગ કોઇથી અજાણ્યું નહિ હોય, કેમ કે ઘણા લોકો તો તેના મોબાઈલ, ટીવી વગેરે ઇલેક્ટ્રિક વસ્તુઓનો ઉપયોગ કરતા હશે. અનેક સુવિધા આપતો આ કંપનીનો મોબાઈલ મોટાભાગના લોકોની પસંદ છે. કારણ કે, આ મોબાઈલની સિસ્ટમ ખુબ જ સારી આવે છે. બાકી આ કંપની વિશે ઘણા લોકો પરિચિત છે. પરંતુ શું તમે આ કંપનીના ચેરમેન વિશે કંઈ જાણો છો ? જો ન જાણતા હો, તો એકવાર આ લેખને જરૂર વાંચો. કેમ કે કંપનીના ચેરમેન જેલ થવાની વાત સામે આવી છે.

જો કે Samsung કંપનીના વાઈસ ચેરમેન લી જે-યોંગ વિશે જેલ જવાની આ વાત પહેલી વાર નથી આવી. આ પહેલાં પણ તેમને જેલ થઈ ચુકી છે. તો સેમસંગ કંપનીના વાઈસ ચેરમેન માટે ફરી આવી શકે એમ છે મુશ્કેલીનો સમય. તો તેમના પર આરોપ લાગ્યો છે કે, તેમણે પોતાના દાદા દ્રારા સ્થાપિત સમૂહના નિયંત્રણમાં મદદ કરવા માટે અવૈધ સાધનોનો ઉપયોગ કર્યો છે. તેના કારણે તેમના પર આરોપ લાગેલો છે.

સિયોલ સેન્ટ્રલ ડીસ્ટ્રીક્ટ કોર્ટ તેમના આ અપરાધ પર સોમવારે પોતાનો નિર્ણય કહેશે. આ પહેલા પણ લી જે-યોંગને ધોક્કો આપવાના અને રિશ્વત આપવાના અપરાધમાં સજા કરવામાં આવી હતી. તેથી આ બીજી વખત જો તેમના વિરુદ્ધમાં ફેસલો આવે તો બીજીવાર પણ જેલ થઈ શકે છે. આ અગાઉ તેમને તેમને 2017 માં જેલ  થઈ હતી. જો કે થોડા સમય પછી સાઉથ કોરિયાએ ફેબ્રુઆરી 2018 માં તેની સજા ઓછી કરી નાખી હતી.  જાણવા મળતી માહિતી અનુસાર લી જે-યોંગ પર ગુરુવારે સ્ટ્રોક-પ્રાઈઝની અદલાબદલી તેમજ ઓડીટ નિયમ તોડવાના અપરાધમાં અને બીજા અનેક નિયમોનું પાલન ન કરવાના અપરાધમાં તેને પકડવાનો વોરંટ કઢાવવામાં આવ્યો હતો. પરંતુ આ આરોપ લાગ્યા પછી Samsung કંપનીએ શુક્રવારે એવું જાહેર કર્યું હતું કે, લી જે-યોંગ વિરુદ્ધ જે સ્ટ્રોક-પ્રાઈઝની અદલાબદલીનો આરોપ લાગેલો હતો તે ખોટો છે. તેમજ આ રીતનો આરોપ એ કોમન સેન્સથી ઉપર છે.

આ ઉપરાંત લી જે-યોંગના પહેલાં અપરાધની વાત કરીએ તો જાણવા મળતી માહિતી મુજબ તેમના પર આ આરોપ કોઈ રાજકીય ગોટાળા અંગે લાગ્યો હતો અને તેમને જેલ થઈ હતી. આ અંગે એવું પણ જાણવા મળ્યું છે કે, તેમણે પોતાની કંપનીને ફાયદો થાય તે માટે તે સમયના રાષ્ટ્રપતિ પાર્ક ગ્વેન-હે સહીત ઘણા લોકોને રિશ્વત આપી હતી. આમ થયા બાદ ત્યાંના રાષ્ટ્રપતિ પાર્ક ગ્વેન-હે એ મહાભિયોગ ચલાવીને તેને પદ પરથી હટાવી દીધા હતા. આ સિવાય લી જે-યોંગને 5 વર્ષની સજા પણ આપવામાં આવી હતી. લી જે-યોંગને જે વાઈ લી ના નામથી પણ લોકો ઓળખે છે. તેમની ઉંમર 51 વર્ષ છે. તેઓ કંપનીમાં વાઈસ ચેરમેન અને વારીસ બંને છે. આ ઉપરાંત 2014 માં લી જે-યોંગના પિતા અને Samsung ના માલિક લી કુન-હી ના મૃત્યુ પછી તેઓ જ Samsung ઇલેક્ટ્રોનિક્સમાં મોબાઈલ ફોન અને ચીપ મેકરનું ઓપરેશન સંભાળતા હતા.

આમ Samsung કંપનીના માલિકના પુત્ર લી જે-યોંગ પર સોમવારે ફેસલો આવવાનો છે.  ત્યારે તેમના પર લાગેલા આરોપનો નિર્ણય થશે.

Leave a Comment